Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

વિસનગર પાલિકાની ચુંટણીમાં એક સીવાય ૩૫ ન્યુ કમળ

$
0
0

ભાજપે ગોવિંદચકલા સમાજને ૮, તળ સમાજને ૭, ઈતર સમાજને ૧૯ ટીકીટ ફાળવી

વિસનગર પાલિકાની ચુંટણીમાં એક સીવાય ૩૫ ન્યુ કમળ

કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર નહી કરી છેલ્લા દિવસે મેન્ડેટ આપવાનો નિર્ણય કર્યો

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકાની ચુંટણીમાં ભાજપમાંથી ઉમેદવારી કરવા દાવેદારોનો રાફડો ફાટ્યો હતો. તેમ છતાં તમામ સમીકરણોનો વિચાર કરી ધારાસભ્ય ઋષિભાઈ પટેલની રાજકીય કુનેહ પ્રમાણે ઉમેદવારોની પસંદગી કરી શુક્રવારના દિવસે જીલ્લા ભાજપ દ્વારા ૩૬ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં એક સીવાય ૩૫ ન્યુ કમળને ચાન્સ આપવામાં આવ્યો છે. બહારગામથી આવીને વિસનગરમાં વસતા પાટીદારોની મત સંખ્યા મોટી છે. તેમ છતાં ટીકીટ ફાળવણીમાં ગોવિંદચકલા અને તળ સમાજને પ્રભુત્વ આપવામાં આવ્યુ છે. યાદી જોતા ધારાસભ્ય ઋષિભાઈ પટેલની ઈચ્છા પ્રમાણે ટીકીટ ફાળવણી થઈ હોવાનું જોવા મળે છે. કોંગ્રેસ દ્વારા છેલ્લી ઘડી સુધી કોઈ યાદી જાહેર નહી કરી બંધમાં બાજી ખેલી હતી. ઉમેદવારી પત્રો ભરવાના છેલ્લા દિવસેજ મેન્ડેટ આપવાનો નિર્ણય કર્યો હોવાનુ શહેર કોંગ્રેસ પ્રમુખ મનુજી ઠાકોરે જણાવ્યુ હતુ.
વિસનગર પાલિકાની ચુંટણીમાં ભાજપમાંથી ૨૪૦ કાર્યકરો દ્વારા ઉમેદવારીની દાવેદારી કરવામાં આવી હતી. રાજકીય લોબીંગ અને લાગવગોની વેતરણી પાર કરી છેલ્લે ધારાસભ્ય ઋષિભાઈ પટેલની ઈચ્છા પ્રમાણે જીલ્લા ભાજપ દ્વારા તા.૧૨-૨-૨૦૨૧ ના રોજ ઉમેદવારોનુ લીસ્ટ જાહેર કરવામાં આવ્યુ હતુ. ભાજપનુ લીસ્ટ જાહેર થતાજ રાજકીય સમીકરણો અને રાજકીય ગણીતો શરૂ થઈ ગયા હતા. ભાજપનુ લીસ્ટ જોતા ગોવિંદચકલા પાટીદાર સમાજ અને તળ કડવા પાટીદાર સમાજને મહત્વ આપવામાં આવ્યુ છે. ગોવિંદચકલા સમાજને ૮ અને તળ સમાજને ૭ ટીકીટ ફાળવવામાં આવી છે. વિસનગરમાં બહારગામ પાટીદાર સમાજ અલગ અલગ વિસ્તારોમાં વસે છે. બહારગામ પાટીદાર સમાજનું કોઈ સંગઠન ન હોઈ ટીકીટ ફાળવણીમાં ખુબ ઓછુ મહત્વ આપવામાં આવ્યુ છે. વોર્ડ નં.૧ માં વર્ષોથી વિસનગરમાં રહેતા પરંતુ ઉમતાના પટેલ ઉત્તમભાઈ રમણભાઈ તથા બહુચરાજી તાલુકાના ભલગામડાના વતની પટેલ આશાબેન નિરવભાઈને ટીકીટ આપવામાં આવી છે. આ સીવાય કોઈ વોર્ડમાં બહારગામ પાટીદાર સમાજને ટીકીટ આપવામાં આવી નથી. જૂનામાં ગત બોર્ડના ફક્ત ભરતભાઈ પટેલને રીપીટ કરાયા છે. બાકીના તમામને નો રીપીટ કરી ૩૫ ન્યુ કમળને અજમાવાયા છે.
પાટીદાર અનામત આંદોલનમાં ભાજપની પડખે ફક્ત ઈતર સમાજ ઉભો રહ્યો હતો. ગત વિધાનસભાની ચુંટણીમાં પણ ઈતર સમાજનુ યોગદાન રહ્યુ હતુ. જેની કદર રૂપે ભાજપ દ્વારા પાલિકાની ચુંટણીમાં ઈતર સમાજના ૧૯ વ્યક્તિઓને ટીકીટ આપવામાં આવતા ભાજપમાં ગણના થઈ હોવાનો ઈતર સમાજમાં સતોષ જોવા મળી રહ્યો છે.
પાલિકાની ચુંટણીમાં ભાજપમાંથી કયા વોર્ડમાંથી કોને ટીકીટ આપવામાં આવી તે જોઈએ તો, વોર્ડ નં.૧ માં ઠાકોર તારાબેન ઘેમરજી, પટેલ આશાબેન નીરવભાઈ, પટેલ ઉત્તમભાઈ રમણભાઈ, પટેલ રૂપલભાઈ કાનજીભાઈ(ગોવિંદચકલા), વોર્ડ નં.૨ માં ભીલ વસંતીબેન ભલાજી, પટેલ ઉર્મિલાબેન કિરીટભાઈ(તળ સમાજ), રબારી નાગજીભાઈ મફાભાઈ, મનસુરી મ.હારુન મ.હુસૈન, વોર્ડ નં.૩ માં કંસારા શાલીનીબેન હરિવદન, પટેલ ચાર્મીબેન મૌલીકભાઈ(તળ સમાજ), મોદી ભાવેશભાઈ જયંતિલાલ, પંડ્યા જયેશભાઈ બબલરામ, વોર્ડ નં.૪ માં ઠાકોર લખીબેન દીલીપજી, રાવલ મોનીકાબેન આશિષકુમાર, ઠાકોર વિષ્ણુજી લવજીજી, પટેલ રુતુલભાઈ કમલેશભાઈ (ગોવિંદચકલા), વોર્ડ નં.૫ માં શાહ પૂર્ણિમાબેન(પીનાબેન) સુનીલભાઈ, પટેલ વર્ષાબેન હિમાંશુભાઈ(ગોવિંદચકલા), પટેલ રાજેન્દ્રભાઈ દશરથભાઈ(ગોવિંદચકલા), પટેલ જગદીશભાઈ વિઠ્ઠલભાઈ (ગોવિંદચકલા), વોર્ડ નં.૬ માં પટેલ સેજલબેન મનોજભાઈ(ગોવિંદચકલા), પટેલ પીન્કીબેન વિષ્ણુભાઈ(ગોવિંદચકલા), બારોટ મનીષભાઈ શૈલેષચંદ્ર, પટેલ વિજયભાઈ બળદેવભાઈ(ગોવિંદચકલા), વોર્ડ નં.૭ માં કડિયા કૈલાશબેન ગૌતમભાઈ, જોશી સપનાબેન કેયુરભાઈ, પટેલ મેહુલભાઈ કરશનભાઈ(તળ સમાજ), સિંધી પીતાંબરભાઈ રામચંદ્ર, વોર્ડ નં.૮ માં પરમાર રંજનબેન વિજયભાઈ, પટેલ ચેતનાબેન પંકજભાઈ(તળ સમાજ), ઠાકોર અમાજી ભૂદરજી, પટેલ ભરતભાઈ શંકરલાલ (જેડી)(તળ સમાજ), વોર્ડ નં.૯ માં ઠાકોર ભારતીબેન લાલાજી, પટેલ શારદાબેન જગદીશભાઈ(તળ સમાજ), પરમાર કિરીટભાઈ પરસોત્તમભાઈ, પટેલ ભરતભાઈ કાન્તિલાલ(તળ સમાજ)ને ટીકીટ આપવામાં આવી છે.

 

વિસનગર પાલિકાની ચુંટણીમાં કુલ ૧૪૦ ફોર્મ ભરાયા

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકાની ચુંટણીમાં કુલ ૧૪૦ ફોર્મ ભરાયા છે. ઉમેદવારી પત્રો ભરવાના સમયમાં અડધો કલાક બાકી હતો ત્યારે કોંગ્રેસ દ્વારા ૮ વોર્ડના ૩૨ ઉમેદવારના મેન્ડેટ આપવામાં આવ્યા હતા. વોર્ડ નં.૬ માં કોંગ્રેસે ઉમેદવારો નહી ઉભા રાખી ગોવિંદભાઈ ગાંધીની અપક્ષ પેનલને આડકતરો ટેકો આપ્યો છે.
વિસનગર પાલિકાની ચુંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ તા.૧૩-૨-૨૦૨૧ ને શનિવારની બપોરે ૩-૦૦ કલાક સુધીમાં ભાજપમાંથી ૭૩, કોંગ્રેસમાંથી ૪૨, આપમાંથી ૧૨, અપક્ષમાંથી ૪ તથા જનતાદળ એસ. નુ ૧મળી કુલ ૧૪૦ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જીલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલે લગભગ બપોરે ૧-૩૦ કલાકે ભાજપના ઉમેદવારોના મેન્ડેટ ચુંટણી અધિકારી પ્રાન્ત ઓફીસર સી.સી. પટેલને આપ્યા હતા. જ્યારે ઉમેદવારી પત્રો ભરવાનો સમય પુર્ણ થાય તેના અડધા કલાક એટલે કે ૨-૩૦ કલાકે શહેર કોંગ્રેસ પ્રમુખ મનુજી ઠાકોર તથા પ્રદેશ કોંગ્રેસના ઉમેદવારોના મેન્ડેટ રજુ કર્યા હતા. કોંગ્રેસે ૮ વોર્ડના ૩૨ મેન્ડેટ રજુ કર્યા હતા. જ્યારે વોર્ડ નં.૬ ના ઉમેદવારોનુ કોઈ મેન્ડેટ રજુ કર્યુ નહોતુ. કોંગ્રેસે કયા વોર્ડમાં કયા ઉમેદવારોને ટીકીટ આપી તે જોઈએ તો, વોર્ડ નં.૧ માં ચાવડા દિગ્વીજય પોપટજી, દવે હર્ષિદાબેન વિષ્ણુભાઈ, ઠાકોર સજનીબેન કનુજી, પટેલ ધવલકુમાર દિનેશભાઈ, વોર્ડ નં.૨ માં મનસુરી બિલ્કીશબેન તૌફીકહુસેન, બહેલીમ મુસ્તાકઅહેમદ ઈબ્રાહીમ, રબારી શામળભાઈ સરતાનભાઈ, ભીલ સુનિતાબેન ગોરધનભાઈ, વોર્ડ નં.૩ માં કંસારા કિંજલબેન કલ્પેશકુમાર, પટેલ ભાવેશ શાન્તીલાલ, ભટ્ટ ઋષિકેશ નરેશચંદ્ર, જાની દેવ્યાનીબેન દેવેન્દ્રકુમાર, વોર્ડ નં.૪ માં સુથાર જ્યોતિબેન હરેશકુમાર, ઠાકોર રીટાબેન જયંતીજી, ઠાકોર મનુજી મફાજી, પટેલ જશવંતકુમાર કાન્તીલાલ, વોર્ડ નં.૫ માં ભટ્ટ શીલ્પાબેન પ્રફુલ્લભાઈ, પટેલ ગાંડાલાલ ઈશ્વરલાલ, હિંગુ મીનાબેન રાજેન્દ્રકુમાર, પટેલ યોગેશકુમાર ગાંડાલાલ, વોર્ડ નં.૭ માં દવે વિષ્ણુભાઈ મહેન્દ્રભાઈ, પટેલ કામીનીબેન વિષ્ણુભાઈ, પ્રજાપતિ વસંતીબેન અતુલભાઈ, પટેલ ચીરાગકુમાર જયંતિલાલ, વોર્ડ નં.૮ માં પટેલ સંજયકુમાર ચીમનલાલ, પટેલ ભારતીબેન સમીરભાઈ, પરમાર કમળાબેન રજનીકાન્ત, ઠાકોર મોહનજી બબાજી, વોર્ડ નં.૯ માં પરમાર દિનેશભાઈ દુધાભાઈ, ઠાકોર ગીતાબેન દિલીપભાઈ, પટેલ જાનકીબેન પીયુષભાઈ, પટેલ હિરેનકુમાર વિઠ્ઠલભાઈને ટીકીટ ફાળવી છે.
આમ આદમી પાર્ટીમાંથી કયા વોર્ડમાંથી કોને ફોર્મ ભર્યુ તે જોઈએ તો, વોર્ડ નં.૩ સંગીતાબેન યોગેશભાઈ, હેમંતભાઈ ચંદ્રકાન્ત મહેતા, અક્ષયકુમાર ભીખાભાઈ પટેલ, વોર્ડ નં.૪ માં રાકેશજી મથુરજી ઠાકોર, સંજયભાઈ હરેશભાઈ પટેલ, વોર્ડ નં.૫ માં બ્રીજેશભાઈ નટવરલાલ પટેલ, વોર્ડ નં.૬ માં તમન્નાબેન બળદેવભાઈ પટેલ, મિનલબેન હિરેનકુમાર પટેલ, મૌલિકકુમાર કનૈયાલાલ પટેલ, સચીનકુમાર હસમુખભાઈ પટેલ, વોર્ડ નં.૭ માં યોગીનાબેન વિપુલકુમાર પ્રજાપતિ, અર્ચનાબેન વિરલકુમાર પટેલ, પ્રવિણજી રમેશજી ઠાકોર, ઈમરાનખાન અનુમીયા મોગલ, વોર્ડ નં.૮ માં દિનેશજી શાંતિજી ઠાકોર અને વોર્ડ નં.૯ માં કિંજલબેન શૈલેષજી ઠાકોર, પ્રવિણાબેન વિષ્ણુભાઈ પટેલ, નૈલેશભાઈ જયંતિલાલ કડીયા, પ્રકાશ એલ.પટેલ, વિષ્ણુભાઈ એલ.પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યા છે.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles