Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

કોંગ્રેસ અને વિકાસમંચના શાસનમાં પાંચ વર્ષ ઉપપ્રમુખ પદ અને મહત્વની કમિટીઓ આપી ઈતર સમાજનુ સન્માન જાળવ્યુ હતુ ધારાસભ્ય ઋષિભાઈને ઈતર સમાજની સુગ છે-ગોવિંદભાઈ ગાંધી

$
0
0

કોંગ્રેસ અને વિકાસમંચના શાસનમાં પાંચ વર્ષ ઉપપ્રમુખ પદ અને મહત્વની કમિટીઓ આપી ઈતર સમાજનુ સન્માન જાળવ્યુ હતુ
ધારાસભ્ય ઋષિભાઈને ઈતર સમાજની સુગ છે-ગોવિંદભાઈ ગાંધી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકા પ્રમુખની ચુંટણીમાં ઈતર સમાજની બાદબાકી થતા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. કટોકટીમાં ભાજપની પડખે રહેનાર આ નાના સમાજો સાથે અન્યાય થતા કેટલાક પાટીદાર આગેવાનોએ પણ ધારાસભ્ય ઋષિભાઈ પટેલના નિર્ણય સામે અણગમો વ્યક્ત કર્યો છે. પાલિકાના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીએ તો સીધોજ આક્ષેપ કર્યો છેકે ધારાસભ્ય ઋષિભાઈ પટેલને ઈતર સમાજની સુગ છે. કોંગ્રેસ અને વિકાસમંચના શાસનમાં મુખ્ય હોદ્દાઓ ઉપર ઈતર સમાજનુ સન્માન જાળવવામાં આવતુ હતુ. ત્યારે ઉપપ્રમુખ અને સ્ટેન્ડીંગ કમિટી આપવામાં પણ ઈતર સમાજની ગણના નહી કરી ધારાસભ્યએ ઈતર સમાજ સાથે વિશ્વાસઘાત કર્યો છે.
પાલિકાની ચુંટણીમાં ભાજપમાંથી ટીકીટ કપાતા તેનુ દુઃખ અને રોષ હજુ પણ પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીમાં ભારોભાર જોવા મળી રહ્યો છે. પાલિકા પ્રમુખની ચુંટણીમાં ધારાસભ્યએ ઈતર સમાજને હળાહળ અન્યાય કરતા ગોવિંદભાઈ ગાંધીને ધારાસભ્યનો ઉધડો લેવાની તક મળી ગઈ છે. પ્રમુખ અને ઉપપ્રમુખનો હોદ્દો ગોવિંદચકલાના એકજ સમાજને આપતા તેમજ આ બન્ને પાલિકાના મહત્વના હોદ્દામાં નાના સમાજોની બાદબાકી કરવામાં આવતા ગોવિંદભાઈ ગાંધીએ જણાવ્યુ છેકે, ધારાસભ્ય ઋષિભાઈ પટેલે ઈતર સમાજને હળહળતો અન્યાય કર્યો છે અને નાના સમાજો સાથે વિશ્વાસઘાત કર્યો છે. ગત બોર્ડમાં કોંગ્રેસ અને વિકાસમંચનુ શાસન હતુ. તે સમયના પ્રમુખકાળમાં પ્રજ્ઞાબેન પટેલ વખતે મગનજી ઠાકોર, શકુન્તલાબેન પટેલ વખતે પ્રકાશભાઈ દાણી અને મારા અઢી વર્ષના પ્રમુખકાળમાં ભાવનાબેન રબારીને ઉપપ્રમુખ બનાવ્યા હતા. આ ઉપરાંત્ત મહત્વની કમિટીઓમાં પણ ઈતર સમાજને મહત્વ આપવામાં આવ્યુ હતુ. કોંગ્રેસ અને વિકાસમંચના ગઠબંધનને ઈતર સમાજે સહકાર આપ્યો. ત્યારે ગઠબંધને મહત્વના હોદ્દા આપી ઈતર સમાજનુ પૂરેપૂરુ સન્માન જાળવ્યુ. જ્યારે ધારાસભ્ય ઉપર વિશ્વાસ રાખવાના કારણે ઈતર સમાજને ધોબી પછાડ ખાવાનો સમય આવ્યો જેનુ ભારોભાર દુઃખ છે. ધારાસભ્યની એવી તો કંઈ મજબુરી હતી કે ઈતર સમાજને ઠોકર મારવાની ભુલ કરી. ધારાસભ્યને ઈતર સમાજ પ્રત્યે આટલી કેમ સુગ છે?
સત્તાના નશામાં રાચતા ધારાસભ્ય ઋષિભાઈ પટેલના મનમાં ઈતર સમાજનુ કોઈ સ્થાન નથી. ચુંટણી આવે એટલે વોટ બટોરવા માટે નાના સમાજોને લાડ કરવામાં આવે છે. જ્યારે હકીકત પ્રમુખની ચુંટણીમાં જોઈ શકાય છે. ગોવિંદભાઈ ગાંધીએ વધુમાં જણાવ્યુ છેકે પ્રમુખ અને ઉપપ્રમુખ બન્ને હોદ્દા ગોવિંદચકલા સમાજને આપી તળ કડવા પાટીદાર સમાજને પણ અન્યાય કરવામાં આવ્યો છે. જેનો રોષ તળ સમાજમાં જોવા મળી રહ્યો છે. ગઠબંધન શાસનમાં છેલ્લી અઢી વર્ષની ટર્મમાં ગોવિંદચકલા સમાજને પ્રમુખનો લાભ મળ્યો. આ વખતે પણ અઢી વર્ષ ગોવિંદચકલા સમાજના પ્રમુખ બન્યા છે. મહત્વના હોદ્દા ગોવિંદચકલા સમાજને આપ્યા તેનો ગર્વ છે. પરંતુ પ્રમુખ, ઉપપ્રમુખમાં અન્ય સમાજોની પણ ગણના થવી જોઈએ. પ્રમુખ ઉપપ્રમુખનો હોદ્દો એકજ સમાજને, ઉપપ્રમુખ અને સ્ટેન્ડીંગ કમિટીનો હોદ્દો એકજ વોર્ડને. ધારાસભ્યની આતો કેવી રાજકીય રમત છે. વર્ષ ૨૦૧૭ ની વિધાનસભાની ચુંટણીમાં ઋષિભાઈ પટેલ સાથે ઈતર સમાજ રહ્યો હોવા છતાં તેની કોઈ કિંમત કરવામાં આવી નથી. આમેય ધારાસભ્ય ઋષિભાઈ પટેલ જેના ખભે હાથ મૂકે છે તે કંઈ પામતો નથી. મારા ખભે પણ હાથ મૂક્યો હતો. પાલિકાની આ વખતની ચુંટણીમાં ઈતર સમાજના ખભે હાથ મુક્યો, આ સમાજે ખોબલે ખોબલે મત આપ્યા અને છેવટે નાનો સમાજ કંઈ પામ્યો નથી.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles