Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

ભોળાભાઈ પટેલે જે ભૂલ કરી હતી તે પાલિકામાં ઋષિભાઈ પટેલે કરી

$
0
0

ભોળાભાઈ પટેલે જે ભૂલ કરી હતી તે પાલિકામાં ઋષિભાઈ પટેલે કરી
રાજકારણમાં ઉચ્ચ સફળતા મેળવ્યા બાદ પદાધિકારી એ ભૂલી જતા હોય છે કે આપણે કઈ રીતે આ શિખર ઉપર પહોંચ્યા? આપણને કોણે આ શિખર ઉપર પહોંચાડ્યા? શિખર સર કરાવનારાઓને રાજકીય નેતાઓ ભૂલી જઈ તેની ભારે અવગણના કરતા હોય છે. વિસનગરના રાજકારણમાં અત્યારે આવુ કંઈક બની ગયું છે. ઋષિભાઈ પટેલ ૨૦૧૭ ની ચુંટણીમાં જે સમાજના સહારે ધારાસભ્ય પદે પહોચ્યા, તે ઈતર સમાજની એટલી બધી અવગણના અને અપમાન કર્યુ છે કે જે ઈતર સમાજ સહન કરી શકશે નહિ અને ભૂલી પણ શકશે નહિ. પાલિકાના ત્રણ ઉચ્ચ પદો ઉપર એક પદની જાહેરાત પ્રદેશ અધ્યક્ષે કરી હતી તે ઈતર સમાજની વટથી બાદબાકી કરી છે. આ ભૂલ તેમને ૨૦૨૨ માં નડવાની છે તે ચોક્કસ વાત છે. તેમને નહિ નડે તો ભાજપને પણ આ ભૂલ નડી શકે છે. રાજકીય વ્યક્તિએ કોઈ પણ સમાજની અવગણના કરવી જોઈએ નહિ. આવી ભૂલ ભોળાભાઈ પટેલે કરી હતી. ભોળાભાઈ પટેલનો એક જમાનો હતો, તાલુકાના સરતાજ હતા. તે ઈચ્છે તે પાલિકા પ્રમુખ, તે ઈચ્છે તે તાલુકા પંચાયત પ્રમુખ બનતા હતા. ભોળાભાઈની સામે ઊભા રહેવાનો વિચાર કરનાર કોઈ વ્યક્તિ મળતો નહોતો. ભોળાભાઈની આડે ઉતરવાની કોઈ હિંમત કરતુ નહોતુ. એ ભોળાભાઈ પટેલે એક ભૂલ કરી અને તેમનું રજવાડુ ખંડીત થયું.
ભોળાભાઈએ ચૌધરી સમાજને નારાજ કર્યો હતો, ઋષિભાઈએ ઈતર અને ચૌધરી બન્ને સમાજોને નારાજ કર્યા
વર્ષો પહેલા તાલુકા પંચાયતની ચુંટણી હતી. તેમાં ચૌધરી સમાજના હરેશભાઈ લવજીભાઈએ બહુમતિ મેળવી. જેથી ચૌધરી સમાજના આગેવાનોએ ભોળાભાઈ પટેલના બંગલે જઈ રજુઆત કરી કે હરેશભાઈ ચૌધરીને તાલુકા પંચાયત પ્રમુખ બનાવો. ત્યારે ભોળાભાઈ પટેલે જવાબ આપ્યો હતો કે, મારે તાલુકાના પંચાવન હજાર પટેલોને નારાજ કરી કાયમ બે જુથમાં રહેતા ચૌધરી સમાજને કઈ રીતે ટેકો કરવો? ત્યારબાદ ભોળાભાઈએ સૌમ્ય સ્વભાવના જેમની પ્રમુખ તરીકે માંગણી નહતી તેવા પશાભાઈ પટેલને પ્રમુખ બનાવ્યા. આવા વર્તનથી ચૌધરી સમાજ નારાજ થયો. એ સમયે ભોળાભાઈ પટેલનો સિતારો એવો હતો કે ચૌધરી સમાજ ચૂપચાપ બેસી ગયો. ત્યારબાદ ભોળાભાઈ પટેલ સામે આવ્યા ધારાસભામાં પ્રહેલાદભાઈ ગોસા. તેમને ચૌધરી સમાજનો પૂરેપૂરો ટેકો મળ્યો. ઈતર સમાજને તો ભોળાભાઈ પટેલે કદાપિ ગણ્યો જ નહતો. જેથી પ્રહેલાદભાઈ ગોસાને ચૌધરી સમાજ અને ઈતર સમાજનો ટેકો મળ્યો. વિસનગર શહેર એક થયું અને પટેલ સમાજમાં બે ભાગલા પડતા ભોળાભાઈ પટેલનું પતન થયુ. આની આજ ભૂલ ઋષિભાઈ પટેલે કરી છે. ૨૦૧૭ માં જે ઈતર સમાજને તેમને બેસાડ્યા, ૨૦૨૧ ની પાલિકા ચુંટણીમાં ઋષિભાઈના નામે ૩૧ સીટો મળી એ ઋષિભાઈ પટેલે ઈતર સમાજની અવગણના કરી પાલિકાના મુખ્ય ત્રણ પદો ઉપર ઈતર સમાજની બાદબાકી કરી. જેથી ઈતર સમાજ ખૂબજ નારાજ થયો છે. ઈતર સમાજની નારાજગી કોઈપણ ભોગે ઓછી થાય તેમ નથી. ડેરી વિપુલભાઈ પાસેથી છીનવી ઋષિભાઈએ ચૌધરી સમાજને અળગો કર્યો છે. હવે તેમની પાસે ૬૦ હજાર પટેલ મતનું મોટુ પડીકુ છે. પણ ૨૦૨૨ જો કોઈ મજબુત પટેલ ઉમેદવાર આમ આદમી પાર્ટીમાંથી કે કોંગ્રેસમાંથી આવશે તો ઈતર સમાજ અને ચૌધરી સમાજનો ટેકો રહેશે. પટેલ સમાજમાં ભાગલા પડાવી શકે તેવો ઉમેદવાર હશે તો ચોક્કસ ભાજપ સામેનો કે ઋષિભાઈ સામેનો ઉમેદવાર જીતી જાય તેવું સર્જન ઋષિભાઈએ કર્યુ છે.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles