Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

બામણચાયડા સંપનો ઉનાળામાં લાભ મળશે નહી-કોન્ટ્રાક્ટર છટક્યો

$
0
0

બોર્ડ બદલાતાજ કામ કરવાના ઈન્કાર પાછળનુ રહસ્ય શુ?

બામણચાયડા સંપનો ઉનાળામાં લાભ મળશે નહી-કોન્ટ્રાક્ટર છટક્યો

ધરોઈ કોલોની રોડ વિસ્તારના લોકોને પાણી માટે ક્યાં સુધી હેરાન થવાનુ?

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકામાં સત્તા બદલાતાજ બામણચાયડા સંપ માટે જે ડી.આઈ.પાઈપનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તે કોન્ટ્રાક્ટર ઉભી પુછડીએ ભાગ્યો છે. તેની પાછળનુ રહસ્ય શું તે બાબતે અનેક શંકાઓ સેવાઈ રહી છે. કોન્ટ્રાક્ટરે કામ નહી કરવાની મૌખીક સુચના આપતા પાલિકા દ્વારા ટુંકી મુદતની નોટીસ આપી પાઈપલાઈનનુ કામ ચાલુ કરવા તાકીદ કરી છે. પ્રમુખ વર્ષાબેન પટેલે જણાવ્યુ છેકે, કોન્ટ્રાક્ટર કામ નહી કરે તો બીજી ટુંકી મુદતની નોટીસ આપી તાત્કાલીક નવુ ટેન્ડરીંગ કરવામાં આવશે. છેલ્લા બે વર્ષથી સંપ ચાલુ થાય અને પુરતા પ્રમાણમાં ફોર્સથી પાણી મળી રહે તેની આ વિસ્તારના લોકો આતુરતાથી રાહ જોઈને બેઠા છે. ત્યારે વધુ એક ઉનાળો પાણીનો ત્રાસ સહન કરવાનો વારો આવ્યો છે.
વિસનગર પાલિકા દ્વારા ધરોઈ કોલોની રોડ ઉપર બામણચાયડામાં સંપ અને ઓવરહેડ ટાંકી બનાવવામાં આવી છે. પરંતુ સંપમાં પાણી લાવવાની હજુ સુધી કોઈ વ્યવસ્થા કરાઈ નથી. ગત બોર્ડમાં શેરડીનગર ચાર રસ્તાથી બામણચાયડા વોટર વર્કસ સુધી ડી.આઈ.પાઈપલાઈન નાખવામાં આવી હતી. ત્યારબાદ થલોટા ચાર રસ્તાથી આઈ.ટી.આઈ. ચાર રસ્તાથી શેરડીનગર ચાર રસ્તા સુધી ૩૦૦ એમ.એમ.ની ડી.આઈ. પાઈપલાઈન માટે રૂા.૯૬,૨૨,૬૮૭/- ની કિંમતનુ ટેન્ડરીંગ કરાયુ હતુ. જેમાં આઠ એજન્સીઓએ ઓનલાઈન ટેન્ડર ભર્યુ હતુ. તમામ એજન્સીમાં ૧૮.૭૪ ટકા બીલો ટેન્ડર ભરનાર સુરતના કૌશલ દેવીદાસ હરપાલન કોન્ટ્રાક્ટરને તા.૪-૧-૨૦૨૧ ના રોજ વર્કઓર્ડર આપવામાં આવ્યો હતો. કામ શરૂ કરવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા રૂા.૭,૨૧,૮૦૦/- ની ડીપોઝીટ પણ ભરી હતી. કોન્ટ્રાક્ટર દ્વારા વર્ક ઓર્ડર મળ્યો એવુ તુર્તજ કામ શરૂ કરવામાં આવ્યુ હોત તો બામણચાયડા વોટર વર્કસમાં પાણીની શરૂઆત થઈ ગઈ હોત અને ઉનાળામાં પૂરતા ફોર્સથી પાણી મળતુ પણ થઈ ગયુ હોત.
કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર આપ્યા બાદ પાલિકાની ચુંટણી આવી અને ભાજપનુ શાસન આવ્યુ. બીલો રકમનુ ટેન્ડર ભરી હલકી ગુણવત્તાનુ કામ કરવા અને બીલો મંજુર કરવાની બાહેધરીનુ ગમે તે સેટીંગ થયુ હોય પરંતુ પાલિકામાં ભાજપનુ શાસન આવતાજ ગમે તે કારણોસર કોન્ટ્રાક્ટર દ્વારા કામ નહી કરવા પાલિકામાં મૌખીક જાણ કરાઈ હતી. કામ કરવુ નથી તેવુ લેખીત આપવાની સુચના આપવા છતા કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ લેખીત આપવામાં આવ્યુ નથી. પાલિકા બીજુ ટેન્ડર પાડે તો પાછળથી ડીપોઝીટ મળી શકે તેવા ઈરાદાથી લેખીત આપવામાં આવતુ નહી હોય. પરંતુ પાલિકામાં સત્તાનુ શુકાન સંભાળતાની સાથેજ વોર્ડ નં.૫ના કોર્પોરેટર તેમજ પ્રમુખ વર્ષાબેન પટેલે આ મુદ્દો હાથ ઉપર લીધો છે. જેમને પાલિકા વહીવટના અનુભવી ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલનો સહકાર મળી રહ્યો છે. જેમની સુચનાથી કોન્ટ્રાક્ટરને નોટીસ આપવામાં આવી છેકે, વર્ક ઓર્ડર આપ્યા બાદ અઢી માસનો સમય થવા છતાં કામ ચાલુ થયુ નથી. તો દિન-૪ માં કામ શરૂ કરવુ. ત્યારબાદ બીજી ટુંકી મુદતની નોટીસ આપવામાંઆવશે. કોન્ટ્રાક્ટર નોટીસનો જવાબ આપશે નહી તો તેની ડીપોઝીટ જપ્ત કરી તાત્કાલીક બીજુ ટેન્ડર પાડી ભાવ મંગાવવામાં આવશે. જોકે નવેસરથી ટેન્ડર પ્રક્રિયાને બીજા દોઢ થી બે માસનો સમય થવાનો છે. જેથી આ ઉનાળામાં બામણચાયડા વોટર વર્કસનો કોઈ લાભ મળશે નહી તે ચોક્કસ વાત છે.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles