Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ કાબુમા આવી સમર્થ ડાયમંડમાં ભીષણ આગથી રૂા.૨.૫૦ કરોડનુ નુકશાન

$
0
0

ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ કાબુમા આવી
સમર્થ ડાયમંડમાં ભીષણ આગથી રૂા.૨.૫૦ કરોડનુ નુકશાન
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ધુળેટીની રાત્રી વિસનગર માટે ખરાબ સાબિત થઈ હતી. સમર્થ ડાયમંડના ત્રીજા માળે અગમ્ય કારણોસર ભીષણ આગ લાગી હતી. છ પાલિકાઓ અને ઓ.એન.જી.સી.ના ફાયર ફાયટરની ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ કાબુમા આવી હતી. રજાનો દિવસ હોવાથી મોટી જાનહાની ટળી હતી. બીજા માળે આગ ફેલાઈ હોત તો ૨૪ કલાક ચાલતા કરોડોની કિંમતના મશીનોને નુકશાન થવાનુ હતુ. પરંતુ રોજગારી આપવાના કારણે અસંખ્ય પરિવારોના આશિર્વાદ હોઈ વધુ નુકશાન થતુ અટક્યુ હતુ. જોકે ત્રીજા માળની આગ હોનારતમા રૂા.૨.૫ કરોડનું નુકશાન થયુ હોવાનું સમર્થ ડાયમંડ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે.
વિસનગરના ગૌરવ સમાન સમર્થ ડાયમંડ હિરાની એવી ફેક્ટરી છે કે જે ફેક્ટરી ઉપર વિસનગર, વડનગર, ખેરાલુ, સતલાસણાના અસંખ્ય પરિવારોનું જીવન નિર્વાહ ચાલે છે. નૂતન હાઈસ્કુલ સામે ઋષિકેશ માર્કેટના બીજા અને ત્રીજા માળે આવેલ સમર્થ ડાયમંડની ફેક્ટરી આસપાસ તા.૨૯-૩-૦૨૧ને ધુળેટીના દિવસે રાત્રે લગભગ ૮-૩૦ કલાકે પ્લાસ્ટીક બળતુ હોવાની વાસ ફેલાઈ હતી. ફેક્ટરીની પાછળ રહેતા સમર્થ ડાયમંડના કર્મચારી ઘરની બહાર નિકળતા ત્રીજા માળે આગ લાગી હોવાનું માલુમ પડ્યુ હતુ. ફેક્ટરીના કર્મચારી દ્વારા આગ લાગ્યાની જાણ થતા જ ફેક્ટરીના માલિકો ગોવિંદભાઈ પટેલ અને દિનેશભાઈ પટેલ આવી ગયા હતા. આ દરમ્યાન પાલિકા કોર્પોરેટર કિરીટભાઈ પરમાર ત્યાથી નિકળતા તાત્કાલિક ફાયર સ્ટેશન પહોંચી ફાયર ફાઈટર લઈ આવી તાલુકા સંઘના ધાબા ઉપર ચડી ફાયર ફાયટર ટીમ સાથે આગ હોલવવા પ્રયત્નો શરુ કર્યા હતા. સમર્થ ડાયમંડમા આગ લાગી હોવાની જાણ થતા જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, ઉપ પ્રમુખ રૂપલભાઈ પટેલ તથા અન્ય કોર્પોરેટરો પણ દોડી આવ્યા હતા. ચીફ ઓફીસર અશ્વિભાઈ પાઠક તથા પાલિકા સ્ટાફ પણ તાત્કાલિક આવી ગયો હતો. વોટર બ્રાઉઝર નહી હોવાથી આગ કાબુમા આવે તેમ નહી હોઈ પાલિકા પ્રમુખ દ્વારા જીલ્લા કલેક્ટરને જાણ કરવામા આવતા જ તંત્ર દ્વારા ફાયર કોલ કરવામાં આવ્યો હતો. લગભગ પોણા કલાક બાદ ખેરાલુ, વડનગર, વિજાપુર, મહેસાણા, ઉંઝા અને ઓ.એન.જી.સી.ના ફાયર ફાયટર આવી આગ કાબુમા લેવા ત્રણ તરફથી પાણીનો મારો ચલાવ્યો હતો. આગ એટલી ભીષણ હતી કે, ધારાસભ્ય ઋષિભાઈ પટેલ, પ્રાન્ત ઓફીસર સી.સી.પટેલ, મામલતદાર બી.જી.પરમાર વિગેરે અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા આગ કાબુમા લેવા પ્રયત્ન કર્યો હતો. ત્રીજા માળે તડકા સામે રક્ષણ મેળવવા ચારે બાજુ લગાવેલી નેટ આગ ફેલાવવામાં વધારે કારણભુત બની હતી.
આગના બનાવથી અને ધુળેટીની રજા હોવાથી લોકો મોટી સંખ્યામા ઉમટી પડી આડેધડ વાહનો પાર્કીંગ કરતા ફાયર ફાયટર સ્થળ ઉપર લાવવામાં મુશ્કેલી પડતી હતી. ત્યારે પી.આઈ.એ.એમ.રાઠવા, પી.એસ.આઈ. કે.બી.ખાટ, યુ.ઓ.ત્રીવેદી પોલીસ સ્ટાફ સાથે આવી રોડ ઉપરથી તાત્કાલિક વાહનો હટાવ્યા હતા. ટોળા દુર નહી થતા પોલીસને બળ પ્રયોગ કરવાની ફરજ પડી હતી. લગભગ ત્રણ કલાકની જહેમત બાદ આગ કાબુમા આવી હતી. આગ લાગી હતી તેના બીજા માળે કરોડોની કિંમતના મશીનો હતા. જે ૨૪ કલાક ચાલતા હોવાથી થોડો ઘણો સ્ટાફ હાજર હતો. આ મશીનો બંધ થાય તો પણ લાખ્ખોનુ નુકશાન થવાનુ હતુ. તેમ છતાં ફેક્ટરીના માલિકોએ નુકશાનની પરવા કર્યા વગર કર્મચારીઓને તાત્કાલિક સ્થળ છોડી નીચે આવી જવા સુચના આપવામાં આવી હતી. ત્રીજા માળે પણ સ્ટાફ હાજર રહેતો હતો. પરંતુ રજાનો દિવસ હોવાથી જાનહાની ટળી હતી. ફાયર ફાયટર સ્ટાફ જીવના જોખમે આગ ચાલુ હોવા છતાં ત્રીજા માળે પહોંચી આગ કાબુમા લેવા અદ્‌ભુત કૌતય દાખવ્યુ હતુ. જોકે ત્રણ કલાકની આગમા ત્રીજા માળનો સરસામાન મશીનરી વિગેરે બળીને ભસ્મ થઈ ગયુ હતુ. ત્રીજા માળે હિરા પોલીસ એસોર્ટ અને કાળા હિરાનું એસોર્ટીંગ થતુ હતુ. જે માટેની ૭ ઓફીસ માલ સામાન ગોડાઉન, સોટીંગ માટેના ટેબલ, માઈક્રોસ્કોપ વિગેરેને ભારે નુકશાન થયુ હતુ. આગ હોનારતમા રૂા.૨,૫૨,૭૫,૯૩૦/-નુ નુકશાન થયુ હોવાની સમર્થ ડાયમંડ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે.
નોંધપાત્ર બાબત છે કે, સરકાર દ્વારા વિસનગર પાલિકા ફાયર સ્ટેશન માટે મોટુ વોટર બાઉઝર ફાળવવામાં આવ્યુ હતુ. જે પાટીદાર અનામત આંદોલનના તોફાનોમા સળગાવી દેવામાં આવ્યુ હતુ. ત્યારબાદ પાલિકા દ્વારા વખતો વખત વોટર બાઉઝર ફાળવવા માટે સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હત.ી પરંતુ ગમે તે કારણોસર વિસનગરને વોટર બાઉઝર આપવામાં આવતુ નથી. પાલિકામા મોટુ વોટર બાઉઝર હોત અને આગ લાગ્યાના શરૂઆતના સમયે જ પહોંચી ગયુ હોત તો મોટી હોનારત રોકી શકાય તેમ હતી.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles