એકજ અઠવાડીયાના ૧૦૭ પોઝીટીવ કેસ
વિસનગરમાં સ્ફોટક પરિસ્થિતિ-હોસ્પિટલોમાં બેડ વધારવા તંત્ર સજ્જ
આરોગ્ય વિભાગની ભલામણ હશે તેમનેજ સરકાર સંચાલીત કોવીડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે
પોઝીટીવ આંકડામાં ભેદભરમ – શુક્રવારે રેપીડ ટેસ્ટ ૨૦૦ ઉપરાંત્ત પોઝીટીવની ચર્ચા, આરોગ્ય વિભાગના આંકડામાં ૧૮ પોઝીટીવ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ભાજપ સરકારની ભુલોના કારણે કોરોના સંક્રમણ વધ્યુ છે ત્યારે લોકોને સાચી પરિસ્થિતિથી વાકેફ કરવાની જગ્યાએ હજુ પણ તંત્ર આંકડાઓ છુપાવી પ્રજાને છેતરી રહ્યુ છે. ગત શુક્રવારે વિસનગરમાં રેપીડ ટેસ્ટમાં ૨૦૦ ઉપરાંત્ત પોઝીટીવ કેસની ચર્ચા છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ૧૮ પોઝીટીવ કેસ બતાવવામાં આવ્યા છે. આ વખતે શહેરની જેમજ તાલુકાના ગામડામાં પણ સંક્રમણ વધ્યુ છે. વિસનગરની પરિસ્થિતિ સ્ફોટક છે. સારવાર માટે દર્દિઓની સંખ્યા વધતા હોસ્પિટલોમાં બેડ વધારવા તંત્ર સજ્જ બન્યુ છે. ધારાસભ્ય ઋષિભાઈ પટેલે પણ હોસ્પિટલોમાં કોવીડ કેર સેન્ટર શરૂ કરવા જીલ્લા કલેક્ટરને ભલામણ કરી છે. જોકે આ વખતે આરોગ્ય વિભાગની ભલામણ હશે તોજ જરૂરીયાત મુજબના દર્દિઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે.
વર્ષ-૨૦૨૦ ના કોરોનાના પ્રથમ તબક્કામાં જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર કરતા પણ અત્યારે કોરોના સંક્રમણ કેસ વધારે જોવા મળી રહ્યા છે. કોરોનાનો નવો સ્ટ્રેન ઝડપી ફેલાતો હોવાથી એકજ ઘરમાં ત્રણ થી ચાર કેસ હોય તેવા પરિવારો વધારે જોવા મળી રહ્યા છે. કોવીડ હોસ્પિટલો ભરાઈ ગઈ છે. હોસ્પિટલોમાં જગ્યા નથી. હોસ્પિટલની પરિસ્થિતિ બાબતે કોરોના નોડલ ઓફીસર ર્ડા.આર.ડી.પટેલે જણાવ્યુ છેકે, વડનગરમાં ૧૫૦ માંથી ૧૩૦ બેડ ભરાયા છે. નૂતન હોસ્પિટલમાં ૨૫ ની મંજુરી છે. જેમાં ૮ દર્દિઓ સારવાર લઈ રહ્યા છે. જ્યારે નૂતન હોસ્પિટલની ખાનગી કોવીડ હોસ્પિટલમાં ૪૦ જેટલા દર્દિઓ સારવાર લઈ રહ્યા છે. જરૂર પડશે તો નૂતન હોસ્પિટલમાં ૧૫૦ બેડ માટેની તૈયારીઓ રાખવામાં આવી છે. મોટા શહેરોમાં હોસ્પિટલોમાં જગ્યા નહી હોવાથી નાના શહેરોની હોસ્પિટલોમાં દર્દિઓના ઘસારા બાબતે પણ ચીંતા વ્યક્ત કરી હતી. હેલ્થ ઓફીસરે વધુમાં જણાવ્યુ હતું કે, કોવીડ એન્ટીજન કે આર.ટી.પી.સી.આર.પોઝીટીવ હશે તેવા નોર્મલ પેશન્ટને પ્રથમ હોમ આઈશોલેશન રાખી સારવાર આપવામાં આવશે. ઓક્સીજન કે વેન્ટીલેટરની જરૂર હોય તેવા દર્દિને દાખલ કરવામાં આવશે. એચ.આર.સી.ટી.(સીટીસ્કેન) રીપોર્ટ આધારે દર્દિને દાખલ કરવામાં આવશે નહી. હોસ્પિટલોમાં બેડ ખાલી છે અને જરૂર પડશે તો બેડ વધારવા તંત્રની પુરી તૈયારીઓ છે. જોકે આ વખતે આરોગ્ય વિભાગની ભલામણ વગર સરકાર સંચાલીત કોવીડ હોસ્પિટલમાં સીધા દાખલ થઈ શકાશે નહી. વિસનગર અર્બન હેલ્થ સેન્ટરની ભલામણ હશે તોજ વડનગર કે નૂતન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. ગઈ વખતે હોમ આઈશોલેશન રહી સારવાર લઈ શકે તેવા દર્દિઓ પણ હોસ્પિટલમાં દાખલ થતા જરૂરીયાતવાળા દર્દિઓ માટે જગ્યા રહી નહોતી. જેથી આ વખતે હેલ્થ વિભાગની સુચના વગર સરકાર સંચાલીત કોવીડ હોસ્પિટલોમાં દર્દિને દાખલ કરવામાં આવશે નહી. પોઝીટીવ દર્દિ હોસ્પિટલમાં દાખલ કરવુ પડે તેમ જણાય તો વિસનગર અર્બન હેલ્થ સેન્ટરનો સંપર્ક કરવા ર્ડા.આર.ડી.પટેલે જણાવ્યુ છે.
જોકે આ વખતની પરિસ્થિતિ અતી ગંભીર બની છે. સરકારના હાથની વાત રહી ન હોય તેમ કહીએ તો પણ ખોટુ નથી. વિસનગરમાં બીજા બેડ માટે શું વ્યવસ્થા વિચારવામાં આવી છે તે બાબતે ધારાસભ્ય ઋષિભાઈ પટેલે જણાવ્યુ છેકે, નૂતન હોસ્પિટલમાં ૧૫૦ બેડ વધારવા, વિસનગર સિવિલ હોસ્પિટલમાં ઉપરના ભાગે ૫૦ બેડની વ્યવસ્થા થાય તેમ હોવાથી આ હોસ્પિટલમાં ૫૦ બેડ વધારવા, કમાણા રોડ સિનેપ્લસની પાછળ અગાઉ જે કોવીડ કેર સેન્ટર ચાલુ હતુ તે સેન્ટર ફરીથી ચાલુ કરવા તેમજ બાસણા મર્ચન્ટ કોલેજમાં આયુર્વેદિક હોસ્પિટલમાં કોવીડ હોસ્પિટલ શરૂ કરવા કલેક્ટરશ્રીને ભલામણ કરવામાં આવી છે.
વિસનગરમાં તા.૩-૪ થી ૯-૪ સુધીના અઠવાડીયામાં ૧૦૭ પોઝીટીવ કેસ નોધાયા છે. તા.૩-૪ ના રોજ વિસનગરમાં ૪૨ વર્ષ પુ., ૫૦ સ્ત્રી, ૩૦ સ્ત્રી, ૬૫ સ્ત્રી, ૫૧ સ્ત્રી, ૪૯ સ્ત્રી, ૭૫ સ્ત્રી, ૨૬ સ્ત્રી, ૩૫ સ્ત્રી, ૮૦ પુ., ૫૫ પુ., ૩૯ પુ., ગણેશપુરા ૪૨ પુ., ઉમતા ૪૦ પુ., કડા ૬૦ સ્ત્રી, તા.૪-૪ વિસનગરમાં ૨૭ પુ., ૬૪ સ્ત્રી, ૫૦ પુ., ૪૮ સ્ત્રી, ૫૦ સ્ત્રી, ૬૦ પુ., ૨૮ પુ., ૨૭ પુ., ૪૯ પુ., ૫૫ પુ., ૬૦ સ્ત્રી, ૧૫ પુ., ૩૭ પુ., ૩૭ પુ., ૩૨ પુ., બેચરપુરા ૪૫ સ્ત્રી, સવાલા ૫૫ પુ., બેચરપુરા ૬૯ સ્ત્રી, તા.૫-૪ વિસનગર ૩૦ પુ., ૨૯ સ્ત્રી, ૬૬ પુ., ૩૦ સ્ત્રી, ૭૨ પુ., ૨૬ સ્ત્રી, ૬૫ પુ., ૪૫ પુ., ૫૯ સ્ત્રી, ૭૪ સ્ત્રી, ૧૬ સ્ત્રી, ૭૫ સ્ત્રી, ૩૨ પુ., ૭૩ પુ., ૬૧ પુ., ૬૮ પુ., ધામણવા ૨૬ પુ., દેણણ ૬૯ પુ., કમાણા ૫૨ પુ., કડા ૪૨ પુ., રાલીસણા ૫૫ સ્ત્રી, ગોઠવા ૭૫ પુ., ઉદલપુર ૩૯ પુ., ઉદલપુર ૩૬ સ્ત્રી, કુવાસણા ૭૭ સ્ત્રી, લાછડી ૫૬ પુ., વડુ ૫૦ સ્ત્રી, વડુ ૫૫ પુ., તા.૬-૪ વિસનગર ૩૧ સ્ત્રી, ૩૪ પુ., કુવાસણા ૨૫ સ્ત્રી, સેવાલીયા ૧૯ પુ., સવાલા ૪૨ પુ, ચીત્રોડીપુરા ૫૩ સ્ત્રી, મગરોડા ૩૮ પુ., રાજગઢ ૨૯ સ્ત્રી, તા.૭-૪ વિસનગર ૩૪ પુ., ૩૨ સ્ત્રી, ૨૧ પુ., ૪૧ પુ., ૧૮ પુ., કમાલપુર ૬૫ પુ., કંસારાકુઈ ૩૧ પુ., સદુથલા ૮૦ પુ., વડુ ૮૦ પુ., કાંસા ૭૨ સ્ત્રી, દેણપ ૩૩ સ્ત્રી, દેણપ ૩૫ પુ., કાંસા એન.એ.૩૭ પુ., તા.૮-૪ વિસનગર ૫૬ પુ., ૩૨ પુ., ૪૮ સ્ત્રી, ૫૩ પુ., ઘાઘરેટ ૬૦ પુ., ઉદલપુર ૨૦ પુ., પાલડી ૮૦ સ્ત્રી, તા.૯-૪ વિસનગર ૨૯ સ્ત્રી, ૫૫ સ્ત્રી, ૨૧ પુ., ૨૮ સ્ત્રી, ૫૬ સ્ત્રી, ૩૩ સ્ત્રી, ૨૧ પુ., ૨૫ પુ., ૪૫ પુ., ૩૫ સ્ત્રી, ૨૫ સ્ત્રી, ૬૨ પુ., ૨૮ પુ., રંગાકુઈ ૨૮ સ્ત્રી, ૨૨ સ્ત્રી, કમાણા ૪૦ સ્ત્રી, પાલડી ૫૮ પુ. તથા વડુ ૫૫ સ્ત્રી કોરોના પોઝીટીવ થયા હતા.