Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

સુરતમાં કાંસા પીપલ્સ ક્રેડીટની નવીન શાખાનો પ્રારંભ

$
0
0

ચેરમેન જશુભાઈ વી.પટેલના પારદર્શક વહીવટના કારણે

સુરતમાં કાંસા પીપલ્સ ક્રેડીટની નવીન શાખાનો પ્રારંભ

કાંસા પીપલ્સ ક્રેડીટ સોસાયટી દિન પ્રતિદિન પ્રગતિના સોપાન સર કરી વટવૃક્ષ બની રહી છે

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકાના કાંસા ગામની કાંસા પીપલ્સ કો.ઓપ.ક્રેડીટ સોસાયટીના ગામના તથા અમદાવાદ અને સુરત ખાતે સ્થાયી થયેલા સભાસદો અને ઉદ્યોગપતીઓને મોટુ ધિરાણ (લોન) આપી શકાય તેવા હેતુથી ગુજરાત સરકારના સહકાર વિભાગના સહયોગથી કાંસા પીપલ્સ ક્રેડીટ સોસાયટીના ચેરમેન જશુભાઈ વી.પટેલ સહિત ડીરેક્ટરો દ્વારા કાંસા પીપલ્સ કો.ઓપ.ક્રેડીટ સોસાયટીની સુરત ખાતે ચોથી નવિન શાખા કાર્યરત કરવામાં આવી છે. આ નવિન શાખાનો પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આરપાટીલના હસ્તે તા.૨૫-૭-૨૦૨૧ના રોજ શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રદેશ ભાજપ મંત્રી રજનીભાઈ પટેલ, સુરત ધારાસભ્ય વિવેકભાઈ પટેલ, હર્ષદ સંઘવી, ઝંખનાબેન પટેલ, સુરત મહાનગર પાલિકાના દંડક વિનોદભાઈ પટેલ (વીરતા), ટી.પી.ચેરમેન કનુભાઈ પટેલ (મલેકપુર), ઉર્વષિબેન પટેલ, ઉમિયા માતા સંસ્થા વરાછાના પ્રમુખ જયંતિભાઈ પટેલ, ઉમિયા માતા સંસ્થા ડીંડોલીના પ્રમુખ સોમાભાઈ પટેલ, ઉત્તર ગુજરાત કેળવણી મંડળના પ્રમુખ ચતુરભાઈ પટેલ (ટુંડાવ), સુરત શહેર ભાજપ ઉપપ્રમુખ મનુભાઈ ફોગવા(મલેકપુર), કાંસા પ્રગતિ મંડળના પ્રમુખ જયંતિભાઈ પટેલ(વકીલ) સહિત ઉત્તર ગુજરાતના પાટીદાર સમાજના પ્રમુખો, ઉદ્યોગપતિઓ અને પ્રગતિ મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
વિસનગર તાલુકાના કાંસા ગામના રાજકીય અને સહકારી ક્ષેત્રના અગ્રણી જશુભાઈ વી.પટેલના પ્રયત્નો અને ગ્રામજનોના સહયોગથી વર્ષ ૧૯૯૨માં કાંસા પીપલ્સ કો.ઓપ.ક્રેડીટ સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થાના પારદર્શક વહીવટના કારણે આજે ૨૯ વર્ષમાં કાંસા પીપલ્સ કો.ઓપ.ક્રેડીટ સોસાયટી લી.ની કાંસા, કાંસા એન.એ. વિસ્તાર તથા વિસનગર શહેરમા એમ ત્રણ શાખાઓ કાર્યરત થઈ છે. અગાઉ વિસનગર નાગરિક સહકારી બેંક ફડચામાં જતા કો.ઓપરેટીવ બેંકો ઉપર લોકોનો વિશ્વાસ ઉઠી ગયો હતો. નાગરિક બેંક સાથે કેટલીક ક્રેડીટ સોસાયટીઓ બંધ થઈ ગઈ હતી. ત્યારે આવી કપરા સમયમાં પણ કાંસા કો.ઓપ.ક્રેડીટ સોસાયટીના સભાસદો અને થાપણદારોએ કાંસા ક્રેડીટ સોસાયટીના વહીવટદારો ઉપર વિશ્વાસ મુકી પોતાના નાણાં જમા રાખ્યા હતા. કાંસા ગામની આ ક્રેડીટ સોસાયટીના પારદર્શક વહીવટના કારણે ગુજરાત સરકારના સહકાર વિભાગ દ્વારા પણ કાયદાકીય સહયોગ મળી રહ્યો છે. આ ક્રેડીટ સોસાયટી દ્વારા કાંસા ગામની શૈક્ષણિક, ધાર્મિક અને સામાજીક સંસ્થાઓમાં સુવિધાઓ ઉભી કરવા માટે રૂા.૧ કરોડ જેટલુ માતબર દાન આપવામાં આવ્યુ છે. આ ક્રેડીટ સોસાયટી દ્વારા સભાસદોનું વિમા સુરક્ષા કવચ, સભાસદના ઘરે દિકરીનો જન્મ થાય ત્યારે રૂા.૨૦૦૦ની એફ.ડી., સભાસદની દિકરી કે પૌત્રીના લગ્ન પ્રસંગે ચાલ્લા રૂપે રૂા.૧૦૦૦ની એફ.ડી.તથા ગામના કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થાય તો મૃતકની અંતિમ ક્રિયા માટે રૂા.૯૦૦ની વિનામુલ્યે ખાંપણકીટની સેવા આપવામાં આવી રહી છે. આ ક્રેડીટ સોસાયટીના નાણાંકીય પારદર્શક વહીવટ અને તેમાં મળતા લાભોથી આકર્ષાઈને વર્ષ-૨૦૧૨થી કાંસા પીપલ્સ ક્રેડીટ સોસાયટીના સભાસદ બનવા જાગૃત નાગરિકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. કાંસા પીપલ્સ કો.ઓપ.ક્રેડીટ સોસાયટીના ચેરમેન જશુભાઈ વી.પટેલના પ્રયત્નો અને રાજ્યના સહકાર વિભાગના મંત્રી ઈશ્વરસિંહ પટેલના સહયોગથી સુરત ખાતે કાંસા પીપલ્સ કો.ઓપ.ક્રેડીટ સોસાયટીની ચોથી નવિન શાખા શરુ કરવામાં આવી છે.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles