Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

અઠવાડીયામાં મહેસાણાથી વરેઠા ૨૨ અને મહેસાણાથી ગાંધીનગર ૨૬ પેસેન્જરોએ મુસાફરી કરી સાંસદ શારદાબેન પટેલની વરેઠા ટ્રેનને અમદાવાદ કનેક્ટીવીટી માટે રજુઆત

$
0
0

અઠવાડીયામાં મહેસાણાથી વરેઠા ૨૨ અને મહેસાણાથી ગાંધીનગર ૨૬ પેસેન્જરોએ મુસાફરી કરી
સાંસદ શારદાબેન પટેલની વરેઠા ટ્રેનને અમદાવાદ કનેક્ટીવીટી માટે રજુઆત
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વરેઠા ગાંધીનગર ટ્રેન શરૂ કરવામાં આવી છે. પરંતુ અમદાવાદ કનેક્ટીવીટી નહી મળવાના કારણે આ ટ્રેનમાં મુસાફરી કરનારની સંખ્યા ઘણી ઓછી જોવા મળી રહી છે. આ ટ્રેનમાં ટ્રાફીક મળી રહે તે માટે સાંસદ શારદાબેન પટેલ દ્વારા કેન્દ્રીય રેલ્વે મંત્રી તથા રેલ્વે રાજ્ય મંત્રીને પત્ર લખી અસરકારક રજુઆત કરવામાં આવી છે.
વરેઠા ગાંધીનગર ટ્રેન અમદાવાદ સુધી શરૂ કરવામાં આવે તો ટ્રેનની સસ્તી મુસાફરીનો મોટી સંખ્યામાં લોકો લાભ લઈ શકે તેમ છે. પરંતુ ગાંધીનગર સુધી ટ્રેન જતી હોવાથી પેસેન્જરો આ ટ્રેનની મુસાફરી ટાળી રહ્યા છે. ગાંધીનગરથી વરેઠા વાયા મહેસાણા, વિસનગર, વડનગર, ટ્રેનનો ૧૬-૭-૨૦૨૧ ના રોજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. પરંતુ વિવિધ કારણોસર ટ્રાફીક મળતો ન હોવાથી જીલ્લાના જાગૃત સાંસદ શારદાબેન પટેલ દ્વારા રેલ્વે મંત્રીને ટ્રેનના સમયમાં બદલાવ કરવા તથા ભાડામાં પણ વિચાર કરવા માટેે રેલ્વે મંત્રીને પત્ર લખ્યો છે. સાંસદે કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વીની વૈષ્ણવને પત્ર લખી ટ્રાફીક ન મળવાના કારણો બાબતે જણાવ્યુ છેકે, ટ્રેન વરેઠાથી ઉપડી મહેસાણા સવારે ૮-૩૦ કલાકે આવે છે. ત્યારે આબુ રોડ અમદાવાદ ટ્રેન મહેસાણા સવારે ૭-૪૦ કલાકે આવતા વરેઠા, વડનગર, વિસનગર તરફથી આવતા પેસેન્જરોને અમદાવાદ જવુ હોય તો આબુરોડ અમદાવાદ ટ્રેનનો લાભ મળતો નથી. વરેઠાથી ઉપડતી ટ્રેન સવારે ૭-૩૦ કલાકે મહેસાણા આવે તો આ રૂટના પેસેન્જરોને અમદાવાદ જવા માટે ૧૦ મીનીટ પછી આબુ રોડ અમદાવાદ ટ્રેનનો લાભ મળી શકે.
વરેઠા-ગાંધીનગર ટ્રેન પહેલા આબુ રોડ અમદાવાદ ટ્રેન આવતી હોવાથી ગાંધીનગર પહેલા આવતા કલોલ સુધીના તમામ પેસેન્જર આબુ રોડ અમદાવાદ ટ્રેનમાં મુસાફરી કરે છે. જો વરેઠા ટ્રેનનો સમય બદલવામાં આવે તો કલોલ સુધીના પેસેન્જરનો લાભ આ ટ્રેનને મળી શકે તેમ છે. ત્યારે વરેઠા, વડનગર, વિસનગર તરફથી આવનાર પેસેન્જરને આબુ રોડ અમદાવાદ ટ્રેનની કનેક્ટીવીટી મળી રહે તો બન્ને ટ્રેનમાં પેસેન્જરનો ટ્રાફીક મળી રહે તેમ છે. આબુ રોડ અમદાવાદ ટ્રેનમાં ઘણી વખત એટલો ટ્રાફીક હોય છેકે પગ મુકવાની પણ જગ્યા મળતી નથી. ત્યારે બન્ને ટ્રેનનો સમય એક કરવામાં આવે તો કલોલ સુધીના પેસેન્જર વરેઠા ગાંધીનગર ટ્રેનનો લાભ લઈ શકે તેમ છે.
સાંસદ સભ્ય દ્વારા ટ્રેનના ભાડા માટે પણ રજુઆત કરી છે કે મહેસાણાથી ખેરાલુ સુધીનુ લઘુત્તમ ભાડુ રૂા.૩૦ છે. જ્યારે મહેસાણાથી વિસનગર એક તરફનુ ભાડુ રૂા.૩૦ છે. તેની સામે એસ.ટી. બસમાં મહેસાણાથી વિસનગરનુ ભાડુ રૂા.૧૮ છે. ટ્રેનમાં વિસનગરથી વડનગરનુ ભાડુ રૂા.૩૦ છે. જ્યારે એસ.ટી.બસનુ ભાડુ રૂા.૧૪ છે. આ ઉપરાંત્ત ટ્રેનની સરખામણીમાં એસ.ટી.બસોની અવરજવર વધારે હોવાથી પેસેન્જર ટ્રેનના બદલે બસમાં મુસાફરી કરવાનુ પસંદ કરે છે. છેલ્લા અઠવાડીયામાં મહેસાણાથી વરેઠા ૨૨ અને મહેસાણાથી ગાંધીનગર ૨૬ પેસેન્જરોએ મુસાફરી કરી હતી. વરેઠા ગાંધીનગર ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવે અને ભાડામાં ઘટાડો કરવામાં આવે તો ટ્રેનમાં પેસેન્જરની સંખ્યા વધી શકે તેમ છે.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles