Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

વિસનગર એપીએમસી ખાતે કિસાન સન્માન દિવસની ઉજવણી કરાઈ ભાજપ સરકારે જનતાની રખેવાળી કરવાનું કામ કર્યુ છે-ઋષિભાઈ પટેલ

$
0
0

વિસનગર એપીએમસી ખાતે કિસાન સન્માન દિવસની ઉજવણી કરાઈ
ભાજપ સરકારે જનતાની રખેવાળી કરવાનું કામ કર્યુ છે-ઋષિભાઈ પટેલ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થતા યુજીવીસીએલ અને કૃષિ વિભાગ દ્વારા ગુરુવારના રોજ વિસનગર એપીએમસી હૉલમાં કિસાન સન્માન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલ, વિજાપુર ધારાસભ્ય રમણભાઈ પટેલ, પ્રાન્ત ઓફીસર રામનિવાસ બુગાલીયા, મામલતદાર બી.જી.પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ, પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ, મહેસાણા દૂધસાગર ડેરીના ડીરેક્ટર એલ.કે.પટેલ, અને દિલીપભાઈ ચૌધરી, ટીડીઓ રાકેશભાઈ પટેલ, જીલ્લા ડેલીગેટ અરવિંદજી ઠાકોર, અરવિંદભાઈ પટેલ(ઘાઘરેટ), રાજુભાઈ પરમાર(કાંસા એન.એ.), પ્રિતેશભાઈ પટેલ(વાલમ), પાલિકા સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન આશાબેન પટેલ, ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ, તાલુકા ભાજપ મહામંત્રી મુકેશભાઈ ચૌધરી, મહેશભાઈ પટેલ (સુંશી), તાલુકા ડેલીગેટો, વિસનગર યુજીવીસીએલ અને કૃષિ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કિસાન સન્માન નિધિ યોજના, સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના તથા કિસાન સૂર્યોદય યોજનામાં ખેડૂતોને લાભ આપવામાં આવ્યો હતો.
• વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ ભારત દેશને અખંડિત રાખવાનું અને મા ભોમની રક્ષા કરવાનું કામ કરી રહ્યા છે-ધારાસભ્ય રમણભાઈ પટેલ
• કોંગ્રેસ સરકારમાં નાના ખેડૂતોને ખેતી માટે ટ્રેક્ટર, બિયારણ અને ખાતર માટે વ્યાજે રૂપિયા લાવવા પડતા હતા. કોંગ્રેસ પ્રજાની માગણીઓ પુરી કરવામાં નિષ્ફળ જતા પ્રજા વચ્ચે જઈ શકતી નહતી-ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ
આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમણભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં દરેક ક્ષેત્રે સર્વાંગી વિકાસ થયો છે. ભાજપના શાસનમાં ગુજરાતનો વિકાસ ઉંચાઈએ પહોચ્યો છે. જ્યારે ગુજરાતના સપૂત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ ભારત દેશને અખંડિત રાખવાનુ અને મા ભોમની રક્ષા કરવાનું કામ કરી રહ્યા છે. સરકારે આરોગ્ય, શિક્ષણ, કૃષિ સહિત દરેક ક્ષેત્રે હરણફાળ વિકાસ કર્યો છે. સરકારે કાયમ ખેડૂતોની ચિંતા કરી છે. ખેડૂતોને હંમેશા મદદ કરી છે. કોંગ્રેસના શાસનમાં ખેડૂતોને એક રૂપિયાની પણ સહાય આપવામાં આવી નથી. જ્યારે ભાજપ સરકારે દરેક ખેડૂતોને રૂા.૬૦૦૦ ની સહાય આપી છે. ભાજપ સરકારે સૌનો સાથ સૌનો વિકાસના સુત્ર સાથે ગુજરાતમાં તેજ ગતિથી વિકાસ કામો કરી રહી છે. જ્યારે ધારાસભ્ય ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતું કે, કોંગ્રેસ સરકારમાં નાના ખેડૂતોને ખેતી માટે ટ્રેક્ટર, બિયારણ, ખાતર લાવવા માટે ખેડૂતોને વ્યાજે રૂપિયા લાવવા પડતા હતા. કેન્દ્રમાંથી રાજ્ય સરકારની તિજોરીમાં આવતો પ્રવાહ લીકેજવાળો હતો. જેના કારણે કોંગ્રેસ પ્રજાની માગણીઓ પુરી કરવામાં નિષ્ફળ જતા પ્રજા વચ્ચે જઈ શકતી નહતી. જ્યારે ભાજપ સરકારે કિસાન સૂર્યોદય યોજનામાં ખેડૂતોને દિવસે વિજળી આપવાનું કાર્ય કર્યુ છે. કિસાન સન્માન નિધિ અને સાત પગલા ખેડૂતના જેવી અનેક કલ્યાણકારી યોજનાનો ખેડૂતોને લાભ આપવામાં આવ્યો છે. ખેડૂતોને સિંચાઈ માટે પુરતા પ્રમાણમાં પાણી, અને વિજળી મળવાથી આજે ખેડૂતોની આવકમાં વધારો થયો છે. સરકારે ખેડૂતો, વેપારીઓ, મહિલાઓ અને બાળકોની સતત ચિંતા કરી છે. કોરોના મહામારીમાં સરકારે લોકોને બચાવવાનું કાર્ય કર્યુ હતુ. સરકારના સતત પ્રયત્નોથી આજે ગુજરાતમાં દિવસે દિવસે કોરોનાના કેસો ઘટી રહ્યા છે. જેમાં વિસનગરના ભાજપના કાર્યકર રૂપલભાઈ પટેલ તથા તેમની યુવા ટીમે રાત-દિવસ જોયા વગર એક મહિના સુધી સિવિલના દર્દીઓની સેવા કરી હતી. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને મળતી સારવાર અને સુવિધાઓ જોઈને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે પોતાની જન્મભૂમિનું ઋણ અદા કરવા સિવિલ હોસ્પિટલના વિકાસ માટે સહયોગ આપવાની ખાત્રી આપી છે. વધુમાં ધારાસભ્યશ્રીએ વિસનગર વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરીને બિરદાવતા જણાવ્યુ હતું કે, વિજ કંપનીના અધિકારીને રાત્રીના ગમે તે સમયે ફોન કરીએ તો પણ તેઓ ખડેપગે હાજર થઈ જાય છે. વાવાઝોડા અને વરસાદમાં પણ વીજ કંપનીના કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવે છે. આ સાથે ધારાસભ્યશ્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનથી ભારોભાર પ્રશંસા કરતા જણાવ્યુ હતુ કે, નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વ ગુરૂ બનવાનો છે. ભૂતકાળમાં આપણે શક્તિશાળી દેશો સામે વાત કરવાની હિંમત કરી શકતા નહતા. પરંતુ નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં આજે આપણે વિશ્વના શક્તિશાળી દેશો સાથે આંખમાં આંખ મિલાવી વાત કરી રહ્યા છીએ. ભાજપ સરકારે જનતાની રખેવાળી કરવાનું કામ કર્યુ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વીજ કંપનીના કાર્યપાલક ઈજનેર એ.એ.પટેલ, નાયબ બાગાયત નિયામક બીપીનભાઈ રાઠોડ, ગ્રામ્યના નાયબ ઈજનેર કે.જે.પ્રજાપતિ, શહેરી નાયબ ઈજનેર એમ.ડી.પ્રજાપતિ, ખેતીવાડી અધિકારી જીજ્ઞેશભાઈ ચૌધરી, ગ્રામ સેવક પ્રિતીબેન પટેલ, સ્વેતાબેન પટેલ, મિતલબેન ચૌધરી, જુ.ઈજનેર એ.આર. પટેલ, એન.એ.દેવડા સહીત વીજ કંપનીના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles