મહામારીમાં લોકોને મદદરૂપ બની શકાય તે માટે સરાહનીય સેવા
નૂતન હોસ્પિટલમાં પ્રાઈવેટ કોવીડ-૧૯ રસીકરણ કેન્દ્રનો પ્રારંભ
(પ્ર. ન્યુ.સ.) વિસનગર,રવિવાર
નૂતન મેડિકલ કોલેજ એન્ડ રીસર્ચ સેન્ટર સંચાલીત નૂતન જનરલ હોસ્પિટલ પંથકના લોકોને મહામારીમાં મદદરૂપ બની શકે તે માટે ચેરમેન પ્રકારભાઈ પટેલના પ્રયત્નો ખરેખર સરાહનીય છે. કોરોના મહામારીમાં આ હોસ્પિટલ સારવાર માટે તથા ટેસ્ટ માટે આશિર્વાદરૂપ બની હતી. હવે લોકોને કોરોના સંક્રમણ સામે રક્ષા કવચ પ્રાપ્ત થાય તે માટે પ્રાઈવેટ કોવીડ-૧૯ રસીકરણ કેન્દ્રનો હોસ્પિટલમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા નિયત કરેલા ચાર્જ પ્રમાણે નૂતન જનરલ હોસ્પિટલમાં વેક્સીન મળી રહેશે.
નૂતન મેડિકલ કોલેજ એન્ડ રીસર્ચ સેન્ટર સંચાલીત નૂતન જનરલ હોસ્પિટલ કોરોના મહામારીમાં લોકોને કઈ રીતે મદદરૂપ બની શકે તે માટે ચેરમેન પ્રકાશભાઈ પટેલ તથા ટ્રસ્ટી મંડળ સતત ચીંતીત અને પ્રયત્નશીલ છે. ઓક્સીજનની કટોકટી હતી ત્યારે નૂતન હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દિઓ ઓક્સીજન વગર જીવ ન ગુમાવે અને સારવાર માટે સતત ઓક્સીજન મળી રહે તે માટે પ્રકાશભાઈ પટેલ અને તેમની તબીબી ટીમે જે પ્રયત્નો કર્યા હતા તે માટે પંથકના લોકો કાયમ માટે આભારી રહેશે. મહામારીમાં બેડ મળતા નહોતા ત્યારે નૂતન હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા કરી. આરટીપીસીઆર ટેસ્ટ માટે લાઈનો લાગતી હતી. લોકો ટેસ્ટ કરાવી શકતા નહોતા ત્યારે નૂતન હોસ્પિટલમાં ટેસ્ટની વ્યવસ્થા શરૂ કરી. નૂતન હોસ્પિટલની સારવારથી કોરોના મહામારીમાં અનેક લોકોના જીવ બચ્યા છે.
કોરોના મહામારીની બીજી લહેરની ભયાનકતા જોઈ લોકો હવે વેક્સીન લેવા જાગૃત બન્યા છે. ત્રીજી લહેરની શક્યતાઓના અહેવાલથી કોરોના સામે રક્ષણ મેળવવા વેક્સીનેશન સેન્ટરો ઉપર લાઈનો લાગે છે. પરંતુ સેન્ટરો ઉપર રોજના ૧૦૦ ડોઝ ફળવાતા હોવાથી વેક્સીન મળતી નથી. કોરોના સંક્રમણ સામે રક્ષણ મેળવવા વેક્સીન એકમાત્ર ઈલાજ છે. ત્યારે વિસનગર પંથકના લોકોને વેક્સીન મળી રહે તેવા સેવાના આશયથી નૂતન જનરલ હોસ્પિટલમાં મહામારી સામે રક્ષણ મેળવવા વધુ એક સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ચેરમેન પ્રકાશભાઈ પટેલે જણાવ્યુ છેકે, કોવીડ-૧૯ ની વૈશ્વિક મહામારીમાં ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સીધા માર્ગદર્શનમાં ચાલી રહેલ કોવીડ રસીકરણ અભિયાનમાં ઉત્તર ગુજરાતની નૂતન મેડિકલ કોલેજ સંચાલીત નૂતન જનરલ હોસ્પિટલમાં સરકાર માન્ય પ્રાઈવેટ કોવીડ રસીકરણ સેન્ટર શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં સીરમ ઈન્સ્ટીટ્યુટ એસ્ટ્રીઝેનિક દ્વારા વિકસીત કોવિશીલ્ડ વેક્સીન તા.૧૧-૮-૨૦૧૧ થી સરકાર દ્વારા નિયત કરેલ દર મુજબ રૂા.૭૮૦/- ના ભાવથી વેક્સીન આપવામાં શરૂ કરવામાં આવી છે. ૧૮ થી ૪૫ વર્ષ, ૪૫ થી ૬૦ વર્ષ અને ૬૦ થી ઉપરની ઉંમરના તમામને પ્રથમ અથવા બીજો ડોઝ આપવામાં આવશે. સંભવીત ત્રીજી લહેર ટાળવા માટે વધુમાં વધુ રસીકરણ કરવા અપીલ કરવાની સાથે ચેરમેન પ્રકાશભાઈ પટેલ તથા તમામ ટ્રસ્ટીગણે જેમને ડોઝ લેવાના બાકી છે તેવા લાભાર્થીઓને ઉત્સાહભેર ભાગ લેવા અનુરોધ કર્યા છે. વેક્સીનની સેવા સોમવારથી શનિવાર સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ દરમ્યાન નૂતન જનરલ હોસ્પિટલમાં મળશે. રજીસ્ટ્રેશન માટે મો.નં.૯૦૮૧૨ ૨૩૧૦૦, તથા ૯૦૮૧૩૨૩૧૦૦ ઉપર સંપર્ક કરવાનો રહેશે. વધુ માહિતી માટે મો.નં.૭૦૧૬૩૩૩૬૨૩ તથા ૮૩૨૦૪૪૭૩૮૧ ઉપર સંપર્ક કરી શકાશે. આ સાથે જણાવેલ લીંક ઉપરથી ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ કરાવી શકાશે. https://docs.google.com/forms/d/e/1FAIpQLSeGq5NW3RVem W8RQ2_QlD-Y0LCVd7V93yvq5zYY-WcHcRFb1Q/viewform