Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

ખેરાલુ એપીએમસીના ચેરમેને સી.આર.પાટીલની જાહેરાત આવકારી ભાજપનો સહકારી ક્ષેત્રમાં મેન્ડેટથી ચુંટણી લડવા નિર્ણય

$
0
0

ખેરાલુ એપીએમસીના ચેરમેને સી.આર.પાટીલની જાહેરાત આવકારી
ભાજપનો સહકારી ક્ષેત્રમાં મેન્ડેટથી ચુંટણી લડવા નિર્ણય

(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ગુજરાતના સહકારી ક્ષેત્રની ચુંટણીઓમાં ભાજપ મેન્ડેટ આપશે તેવી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની જાહેરાતથી ગુજરાતના રાજકારણમાં ભુકંપ જેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. હાલ વિસનગર, ઉનાવા અને સતલાસણા માર્કેટયાર્ડની ચુંટણી જાહેર થઈ છે. ખેરાલુ માર્કેટયાર્ડની ચુંટણી જાહેર થવામાં ગણત્રીના દિવસો બાકી છે ત્યારે સમગ્ર મહેસાણા જિલ્લામાં ચર્ચા છેકે હાલની જાહેર થયેલી ચુંટણીઓમાં મેન્ડેટનો અમલ થશે ખરો? આ બાબતે ખેરાલુ સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટયાર્ડના ચેરમેન ભીખાલાલ ચાચરીયાએ ગુજરાત પ્રદેશ અધ્યક્ષના નિર્ણયને આવકાર્યો છે.
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જાહેરાત કરી કે સહકારી ક્ષેત્રમાં મેન્ડેટથી ચુંટણી લડશે પરંતુ તેનો અમલ ક્યારે થશે તેની ચર્ચા મુખ્યત્વે થઈ રહી છે. આ બાબતે ખરેખર નિર્ણયનો અમલ ત્યારેજ થઈ શકે કે જ્યારે કેન્દ્ર કે રાજ્ય સરકાર સંસદ કે વિધાનસભામાં કાયદો પસાર કરે તેના ઉપર ચર્ચા થાય. જેમાં સહકારી ક્ષેત્રમાં આવતી કઈ સંસ્થાઓમાં મેન્ડેટથી ચુંટણી થશે તેનો મુસદ્દો તૈયાર થાય તે પછી સહકારી બેંકો, સહકારી સંથાઓ જેમાં માર્કેટયાર્ડ, સહકારી મંડળીઓ, સહકારી સેવા મંડળીઓ, સહકારી દુધ ઉત્પાદક સંઘો અને તેની અંડરમાં આવતી સહકારી દુધ મંડળીઓ જેવી અસંખ્ય સંસ્થાઓ પૈકી કઈ સંસ્થાઓમાં મેન્ડેટથી ચુંટણી લડાશે તેના નિયમો સંસદમાં કે વિધાનસભામાં કાયદો પસાર થાય તે પછી સહકારી ક્ષેત્રે મેન્ડેટનો અમલ થશે. હાલ જિલ્લા/તાલુકા પંચાયતો, નગરપાલિકાઓમાં મેન્ડેટથી ચુંટણી થાય છે પરંતુ ગ્રામ પંચાયતના સરપંચો અને સભ્યોમાં મેન્ડેટથી ચુંટણી થતી નથી આવીજ રીતે સહકારી ક્ષેત્રે પણ કાયદો બનાવી જાહેરાત થશે. હાલમાં જાહેર થયેલી કે જાહેર થવાની બાકી છે તેવી માર્કેટયાર્ડની ચુંટણીઓ ઉપર સીધેસીધો મેન્ડેટથી ચુંટણી લડવાનો નિયમ લાગુ પડી શકે તેવુ લાગતુ નથી. સરકારના નિયમ પ્રમાણે એક વખત ચુંટણી પ્રક્રિયા જાહેર થઈ જાય તે પછી તેને અટકાવી શકાતી નથી. સરકાર યુધ્ધના ધોરણે કોઈ કાયદો બનાવે તેવી જરૂરીયાત સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ માટે અમલ થાય તેવુ લાગતુ નથી. પરંતુ એક વાત ચોક્કસ છેકે કેન્દ્ર સરકારના સહકારી મંત્રી અમિત શાહ બન્યા ત્યારથી દેશમાં સહકારી ક્ષેત્રના નિયમોમાં ઘરમુળથી ફેરફાર આવશે અને સહકારી ક્ષેત્રમાં વ્યાયેલો ભ્રષ્ટાચાર દૂર થશે તે ચોક્કસ દેખાઈ રહ્યુ છે.
ખેરાલુ એપીએમસીના ચેરમેન ભીખાલાલ ચાચરીયાએ જણાવ્યુ હતુ કે, સ્થાનિક સ્વરાજમાં પણ ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ આપશે તો પારદર્શક વહીવટ થશે. પક્ષના અંકુશના કારણે ભ્રષ્ટાચાર અટકશે. ભૂતકાળમાં જિલ્લા કક્ષાની મોટી સહકારી સંસ્થાઓમાં જે ભ્રષ્ટાચાર થયા અને તપાસો કરાવવાની ફરજ પડી જેનાથી પોલીસ ફરીયાદો થઈ તેવા બનાવો ઉપર અંકુશ આવે. સહકારી ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ આપી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને આવકારતા ભીખાલાલ ચાચરીયા વધુમાં જણાવે છેકે જેનાથી વહીવટમાં પારદર્શકતા આવશે. ભ્રષ્ટાચારમાં અંકુશ આવશે. ભ્રષ્ટાચારમાં લગામ આવશે અને ભૂતકાળમાં જિલ્લાની મોટી સહકારી સંસ્થામાં અબજો રૂપિયાના કૌભાંડ થયાને સરકારને વહીવટદારો વિરુધ્ધ જે ફોજદારી અને કાનુની કાર્યવાહી કરવી પડી તેવી ઘટનાઓ અટકી જશે તેમ જણાવ્યુ હતુ.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles