Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

તંત્રી સ્થાનેથી-ભોજન વધુ પ્રમાણમાં નુકશાનકારક

$
0
0

તંત્રી સ્થાનેથી

ભોજન વધુ પ્રમાણમાં નુકશાનકારક

આધુનિક જમાનામાં ભાગદોડની જીંદગીમાં સ્વસ્થ રહેવા માટે લોકો બનતા તમામ પ્રયાસ કરતા હોય છે. ફીટનેસ માટે જંગી ખર્ચ પણ કરવામાં આવે છે. છતાં કેટલાક લોકો આરોગ્ય મેળવી શકતા નથી. હાલમાં કરવામાં આવેલ નવા સંશોધન મુજબ કે જે સનાતન સત્ય છે તેમાં દાવો કરવામાં આવ્યો છે કે સારી હેલ્થ રાખવા માટે હંમેશા જેટલી ભૂખ હોય તેના કરતાં ઓછા પ્રમાણમાં ભોજન કરવું જોઈએ. અથવા તમારો જે ખોરાક હોય તેને દિવસના જુદા જુદા ભાગમાં વહેંચી દઈ ખોરાક લેવાય તો સ્વસ્થ રહેવાશે. આંતરડા પાચનતંત્રના મુખ્ય અંગ છે તેને આરામ મળશે. મોટુ આંતરડુ અને નાનું આંતરડુ પાચનક્રિયામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરે છે. નિષ્ણાત તબીબોના કહેવા મુજબ આપણે જે ભોજન કરીએ છીએ તેમાંથી આંતરડા સારો, સ્વચ્છ અને પૌષ્ટિક ખોરાક શોષી લે છે. જ્યારે ઝેરી પદાર્થોને બહાર ફેંકી દે છે. આંતરડા યોગ્ય રીતે કામ કરી શકે તે માટે પણ કેટલાક પગલાં લેવા જરૂરી છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે આંતરડાને સ્વસ્થ રાખવા માટે પોતાની ભૂખ કરતાં ઓછા પ્રમાણમાં ભોજન કરવું. જ્યારે ભૂખ કરતાં વધારે પ્રમાણમાં ખોરાક લેવાય તો આરોગ્યની સમસ્યાઓ ઊભી થાય છે. વધારે ખોરાક લેવાથી વજન વધતું નથી અને આંતરડા નબળા પડે છે. વધારે પ્રમાણમાં ભોજન કરવાથી આંતરડાને વધારે તકલીફ પડે છે. ભોજનમાં ફાઈબરયુક્ત ખોરાક સામેલ કરવાથી ફાયદો થાય છે. ફાયબરયુક્ત ખોરાક સારી રીતે પચી જાય છે અને આંતરડાને સક્રિય રાખે છે. આંતરડાને સ્વસ્થ રાખવાનું ઈચ્છતા હોવ તો વાસી ભોજનથી દૂર રહો. વાસી ચીજો ખાવાથી ઘણી તકલીફો ઊભી થાય છે. ખોરાકી ઝેરની પણ અસર થઈ શકે છે. વાસી ખોરાક પાચન સંબંધી તકલીફ ઊભી કરવાનું મૂળ છે. ફાયબરયુક્ત સંતુલિત ચીજો ભોજનમાં લેવામાં આવે તે જરૂરી છે. શાકભાજી, ફળફળાદી, ફણગાયેલા કઠોળમાં ફાયબર વધારે પ્રમાણમાં હોય છે. ફાયબર આપણા આંતરડાને સ્વસ્થ રાખવા ચાવીરૂપ ભૂમિકા અદા કરે છે. પાણી પણ આરોગ્ય માટે એટલુંજ જરૂરી છે. પાણીના કારણે શરીરમાં રહેલા ઝેરી પદાર્થો બહાર નીકળી જાય છે. સાથે સાથે આંતરડાને પણ સ્વસ્થ રાખે છે. જો તમે વધારે પ્રમાણમાં ફાયબરયુક્ત ભોજન લઈ રહ્યા છો અને પૂરતા પ્રમાણમાં પાણી પીતા નથી તો આંતરડાને નુકશાન થઈ શકે છે. જેથી પૂરતા પ્રમાણમાં પાણી પીવામાં આવે તે જરૂરી છે. જો તમે માંસાહારી હોવ તો લીન મીટનો ઉપયોગ કરો આના કારણે આંતરડાની ગતિવિધિ સ્વસ્થ રહેશે. હિન્દુ શાસ્ત્રોમાં લખ્યા પ્રમાણે માંસાહારી ભોજન લેવું નહિ અને સાત્વિક ભોજન જ લેવું. આપણા ઋષિમુનિઓ સાત્વિક ભોજન લઈ હજ્જારો વર્ષ જીવ્યા છે. સાત્વિક ભોજનથી વિચારોમાં સાત્વિક્તા રહે છે. આપણું ગુજરાતી ભોજન એ પૂરેપુરું સાત્વિક છે.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles