અયોધ્યામાં રામ મંદિરના વિવાદ પછી
સાગથળામાં પણ રામ મંદિરના વિવાદે ધિંગાણું કરાવ્યુ
• ઝગડાનું મુળ કારણ ચૌધરી અને ઈત્તરકોમનું વૈમનસ્ય
• સોમવારે રાત્રે સાગથળા ગામમાં ભારેલા અગ્ની જેવી સ્થિતિ હતી
• સોમવારે રાત્રે આખુ ગામ બંધ બારણામાં પુરાઈ રહ્યુ
• પોલીસે આખી રાત ગામમાં કોમ્બીંગ કર્યુંર્
• સાગથળામાં ધિંગાણામાં ઈજાગ્રસ્તોની પોલીસે ફરીયાદ ન લીધી
• પત્થરમારામાં ઈન્ચાર્જ ડી.એસ.પી. દુધાત સાથે એક કોન્સ્ટેબલને પણ ઈજા
• ચૌધરી બારોટ અને ઠાકોર સમાજના ૧૧ લોકો ઈજાગ્રસ્ત
• ટોળાને વિખેરવા ચાર ટીયરગેસ છોડાયા
• જેના ઘરે હુમલો થયો તે સરપંચને પોલીસે આરોપી બનાવી દીધો
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ તાલુકાના સાગથળા ગામમાં દોઢવર્ષ પહેલા રામજીમંદિર બાબતે વિવાદ થયો હતો.રામજીમંદિર ટ્રસ્ટ બાબતે ચૌધરી સમાજ સામે આખુ ગામ એક થયુ. ત્યારબાદ સરપંચની ચુંટણી આવી સરપંચ પતિ સિતારામ ચૌધરીએ દુધ ડેરી પાસેના રહેણાંકના પ્લોટ ચૌધરી સમાજને ફાળવી આપવાના વચનથી ચુંટાયા. જે પ્લોટ ફાળવે તે પુર્વે ભ્રષ્ટાચારની ફરીયાદમાં ફસાતા સરપંચ સસ્પેન્ડ કરાયા.ઉપસરપંચ ભીખાભાઈ પટેલને સરપંચનો ચાર્જ સોંપાયો. ફરીથી ડેરીવાળા પ્લોટના ઠરાવ બાબતે વિવાદ થયો. ભીખાભાઈ પટેલના ઘરે ચૌધરી સમાજે હોબાળો કરી હુમલો કર્યો છેવટે ચૌધરી સમાજે બારોટ સમાજ ઉપર હુમલો કરતા ઠાકોર સમાજ વ્હારે આવ્યો અને ધિંગાણું થયુ. જેમા ઈન્ચાર્જ ડી.એસ.પી.દુધાત સહીત કોન્સ્ટેબલને ઈજા થઈ.
બનાવની વિગત જોઈએ તો સાગથળામાં રામજીમંદિર આવેલુ છે જેના પ૦ વર્ષ પૂર્વે ચાર-પાંચ ટ્રસ્ટી હતા. કાળક્રમે ટ્રસ્ટીઓનુ મૃત્યુ થતા ટ્રસ્ટમાં નવા ટ્રસ્ટીઓ બન્યા જેમાં મોટાભાગના ટ્રસ્ટીઓ ચૌધરી સમાજના બનાવી દીધા. ગામમાં કોઈને ખબર ન પડે તે રીતે નિમણુંકો ટ્રસ્ટમાં થઈ ગઈ. મંદિર વિકાસ માટે ગ્રાન્ટ પણ મળી ગઈ. મંદિરના જીર્ણ રૂમો ઉતારી મંદિરનું સમારકામ શરૂ કર્યું. ગ્રામજનોએ તપાસ કરતા જાણવા મળ્યુ કે ટ્રસ્ટમાં મોટાભાગના ટ્રસ્ટીઓ ચૌધરી સમાજના જ છે. કોઈ ઈત્તરકોમના વ્યક્તિને ટ્રસ્ટી બનાવ્યો નથી.ચેરીટી કમિશ્નરમાં ટ્રસ્ટને ચેલેન્જ કરાઈ. આ બનાવથી ચૌધરી અને ઈત્તર સમાજ વચ્ચે વૈમનસ્ય વધ્યુ. ત્યારબાદ સરપંચની ચુંટણી આવી. સરપંચપદે ચૌધરી મહિલા ચુંટાઈ તેના પતિ ઉપર ભ્રષ્ટાચારની ફરીયાદ કરાઈ જેથી મહિલા સરપંચને સસ્પેન્ડ કરાયા.
મહિલા સરપંચ સસ્પેન્ડ થતા ઉપપ્રમુખ ભીખાભાઈ પટેલને ચાર્જ સોંપાયો. ડેરી પાસેના રહેણાંક પ્લોટ માટે ચૌધરી સમાજે ઠરાવ કરવા માંગણી કરી.ગ્રામ પંચાયતની મિટીંગમાં ભારે હોબાળો થયો. રહેણાંક પ્લોટ બાબતે સરપંચ ભીખાભાઈ પટેલે ટી.ડી.ઓ.ની સલાહ લીધી. ટી.ડી.ઓ.એ ઠરાવ ન કરવા જણાવ્યુ. ત્યારબાદ સરપંચે ડી.ડી.ઓ.ની સલાહ લીધી. ડી.ડી.ઓ.એ પણ ઠરાવ ન કરવા જણાવ્યું.
રહેઠાણના પ્લોટો બાબતે ચૌધરી સમાજ સરપંચ ને મળવા સાગથળા કંપામાં ગયા. જયાં પ્લોટ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઉશ્કેરાયેલા ચૌધરી સમાજના લોકોએ સરપંચના ઘરની બહાર ઘોડીયામાં સુતેલી બાળકીને બહાર મુકી દઈ ઘોડીયાને તોડી તેના ધોકા બનાવી હુમલો કર્યો હતો. કેટલાક ઠાકોર આગેવાનો વચ્ચે પડતા એક ઠાકોરને ઈજા થઈ. જેનુ લોહી સરપંચના ઘરમાં જોવા મળતુ હતુ. આ બાબતે સરપંચે જણાવ્યુ હતુ કે ૪ર વર્ષ પહેલા ચૌધરી સમાજે હરાજીમાં પ્લોટ લીધા હતા. હવે બાંધકામની મંજુરી માટે ૧ર પ્લોટ ધારકોએ મંજુરી માંગતા ટી.ડી.ઓ.અને ડી.ડી.ઓના કહેવાથી મંજુર અપાઈ નહોતી કારણ કે તે પ્લોટ રદ થઈ ગયા છે.
ચૌધરી સમાજના ઉશ્કેરાયેલા લોકોએ સરપંચના ઘરે હુમલો કરી સીધા બારોટ સમાજના આગેવાન દિનેશભાઈ બારોટના ઘરે બ્રાહ્મણવાસમાં પહોચ્યા. જ્યાં જમવા બેસેલા દિનેશભાઈના પરિવાર ઉપર ચૌધરી સમાજના લોકોએ હુમલો કર્યો. આ બાબતની જાણ ઠાકોર સમાજને થતા ઠાકોર સમાજ બારોટ સમાજને બચાવવા જાહેરમાં આવ્યો. આ બનાવની જાણ પોલીસને થતા ગણત્રીના સમયમાં પોલીસ સાગથળા પહોચી ગઈ. ઈન્ચાર્જ એસ.પી. પણ બનાવ પછી તુરતજ સાગથળા પહોચ્યાં. પરિસ્થિતિ બેકાબુ જણાતા. ખેરાલુ, વડનગર, વસઈ અને મહેસાણાના ર૦૦ ઉપરાંત કોન્સ્ટેબલો સાગથળા પહોચ્યાં બન્ને બાજુના ટોળાને દુર કરવા સમજાવવા ગયેલા જ્યાં તેમને માથામાં ધોકો મારતા ગંભીર ઈજાગ્રસ્ત થયા પત્થરમારામાં નિલેશસિંહ જીતુજી પરમાર પોલીસ કોન્સ્ટેબલને ઈજા થઈ. જેથી પોલીસે ટોળાને વિખેરવા ચાર ટીયરગેસના સેલ છોડયા.