તંત્રી સ્થાનેથી-હિન્દુઓ, બિન કાશ્મીરી મુસ્લીમ છોડે નહી તો ખતમ કરી દઈશુ
પ્રવાસીઓ કાશ્મીર જતા બંધ થાય તો આતંકવાદ બંધ થાય
હિન્દુઓ કાશ્મીર છોડો નહિતર ખતમ કરી નાંખીશુ. આતંકી સંગઠન યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ દ્વારા તાજેતરમાં ધમકી ઉચ્ચારાઈ છેકે હિન્દુઓ અને બિન કાશ્મીરીઓ કાશ્મીરીમાં રહેતા હોય તે નિકળી જાય નહી તો ભારે પડશે. આવી ધમકી આતંકી સંગઠન દ્વારા આપવામાં આવે છે. કાશ્મીરમાં પ્રવાસે જતા ૯૦% હિન્દુઓ અને ૧૦% બિન કાશ્મીરી મુસ્લીમો જાય છે. કાશ્મીર ફક્ત પ્રવાસન ઉદ્યોગથી ટકી રહ્યુ છે. કાશ્મીરમાં નથી કોઈ ઈન્ડસ્ટ્રીઝ નથી કોઈ રોજગારનું સાધન, નથી ખેતી, થોડી ગણી જે ખેતી થાય છે તેમાંથી એક સિઝન પાક લેવાય છે. એટલે કાશ્મીરીઓની રોજીરોટી પ્રવાસીઓ ઉપર ચાલે છે. આજે આતંકવાદીઓ કાશ્મીરમાં રહેતા હિન્દુઓ અને બિન કાશ્મીરી મુસ્લીમોનો ખાતમો બોલાવવાની જાહેરાત કરી છે. આતંકવાદીઓને નથી કોઈ ધર્મ, કાલે કદાચ પ્રવાસીઓ કાશ્મીરમાં હોય અને આતંકવાદીઓનું મગજ ફરે ગોળીબાર શરૂ કરે તો પ્રવાસી હિન્દુઓ-પ્રવાસી મુસ્લીમો જાય ક્યાં, તેમને મોતજ વાહલુ કરવુ પડે તો શા માટે કાશ્મીર ફરવા જવુ પડે. કાશ્મીર એ દુનિયાનું સ્વર્ગ છે તે ચોક્કસ વાત છે. પણ સ્વર્ગ જન્નતમાં ફેરવાય તો શું? દરેક હિન્દુઓ બિન કાશ્મીરી મુસ્લીમોએ આજેજ શપથ લેવા જોઈએ કે કાશ્મીરમાં પ્રવાસે જવુ નહી. આતંકવાદીઓને પોસે છે ત્યાંના મોટા વેપારીઓ અને આતંકવાદીઓને ખંડણી આપે છે. મોટી હોટલો પ્રવાસીઓ ઉપર ચાલે છે. તે હોટલ માલિકો ખંડણી આપે છે. મોટા વેપારીઓ પાસેથી નાના રીટેઈલ વેપારીઓ ખરીદી કરી પૈસા કમાવે છે. નાના વેપારીઓને પ્રવાસીઓ ફાયદો કરાવે છે. એટલે પ્રવાસી હિન્દુ-મુસ્લીમોના પૈસા આતંકવાદીઓ સુધી પહોંચે છે. ત્યારે આતંકવાદીઓ હિન્દુઓ અને બિન કાશ્મીરી મુસ્લીમો સામે આંખો બતાવી બાયો ચડાવે છે. જો કાશ્મીરમાં પ્રવાસીઓ જતા બંધ થઈ જાય અને તે બંધ થવુ જોઈએ, મરવા માટે કાશ્મીર જવાની જરૂર નથી. જો પ્રવાસીઓ કાશ્મીરમાં બંધ થઈ જાય તો આપોઆપ વ્યાપાર પડી ભાગે, મોટા વેપારીઓ ધંધા વગરના થાય તો આતંકવાદીઓને ખંડણી આપતા બંધ થાય તો, ઓટોમેટીક આતંકવાદ ખતમ થઈ જાય, જો તમે આતંકવાદને ખતમ કરવા માંગતા હોવ તો આજે નક્કી કરો કે કોઈપણ ભોગે કાશ્મિરમાં પ્રવાસે જઈશુ નહી. અને બીજાને પણ સલાહ આપો કે આતંકવાદ ખતમ કરવો હોય તો કાશ્મીરનો પ્રવાસ ટાળો. આજે આતંકવાદીઓ કાશ્મીરી હિન્દુઓ અને બિન કાશ્મીરી મુસ્લીમોને ટાર્ગેટ બનાવે છે. કાલે તમે પ્રવાસે ગયા હોય તો તમે પણ ટાર્ગેટ બની શકો છો. ટ્રાવેલ્સ કંપનીઓ દ્વારા ૮૦% લોકો કાશ્મીરના પ્રવાસે જાય છે. ટ્રાવેલ્સ કંપનીઓ નક્કી કરે કે આપણે કાશ્મીરની ટુરો કરવાની નહી તો ઓટોમેટીક કાશ્મીરના પ્રવાસીઓ ઘટી જશે. વ્યાપાર ધંધા પડી ભાંગશે અને આતંકવાદ નેસ્તનાબુદ થઈ જશે.