Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

સીંચાઈ મંત્રી ઋષિભાઈ પટેલની હેતવર્ષા-ખેડૂતો ખુશહાલ

$
0
0

હુહુ તળાવમાં પાઈપલાઈનથી નર્મદા નિર ઠલવાયા

સીંચાઈ મંત્રી ઋષિભાઈ પટેલની હેતવર્ષા-ખેડૂતો ખુશહાલ

પીંડારીયા તળાવની મંજુર થયેલ પાઈપલાઈન નંખાય તેવી લાગણી
સુંશી ગામના તળાવ સુધી પાઈપલાઈન મંજુર થાય તેવી ખેડૂતોમાં આશા

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
મેઘરાજાની અમી દ્રષ્ટીના અભાવે વિસનગરના તળાવો ખાલીખમ રહ્યા છે. ત્યારે સીંચાઈ તેમજ આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલની હેત વર્ષાથી તાલુકાના તળાવોમાં નર્મદા નિર ઠલવવામાં આવતા ખેડૂતોમાં ખુશહાલી જોવા મળી રહી છે. ઋષિભાઈ પટેલને મંત્રીમંડળમાં મળેલ સ્થાનનો લાભ શરૂ થતા તળાવો ભરવા પાઈપલાઈનના અટકેલા કામ સત્વરે શરૂ થાય તેવી ખેડૂતોએ આશા વ્યક્ત કરી છે.
ચોમાસામાં મેઘરાજા રૂઠ્યા હતા. પરંતુ જેઓ ખોટી રીતે અણગમાનો ભોગ બન્યા હતા તેવા સીંચાઈ તેમજ આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલ મનમાં તસુભારનો દ્વેષભાવ રાખ્યા વગર, તક મળી છે તો તાલુકાને વધુમાં વધુ લાભ આપવાની ભાવના સાથે હેત વર્ષા શરૂ કરી છે. સીંચાઈ તેમજ આરોગ્ય મંત્રીના આવા ભેદભાવ વગરના વલણથી ગેરમાર્ગે દોરાઈ એક સાચા જનપ્રતિનિધિ તેમજ લોકસેવકનો ખોટી રીતે વિરોધ કરવામાં આવ્યો હોવાનુ હવે લોકોને સમજાઈ રહ્યુ છે. સીંચાઈ મંત્રી ઋષિભાઈ પટેલની સુચનાથી વિસનગર તાલુકામાં સુંશી રોડ ઉપર આવેલ હુહુ તળાવમાં પુરા ફોર્સથી પાઈપલાઈનથી તા.૨૨-૧૦-૨૦૨૧ ના રોજ પાણીની આવક શરૂ થઈ હતી. કોઈની રજુઆતથી રાહ જોયા વગર સીંચાઈ મંત્રીની સુચનાથી તળાવ ભરવાની શરૂઆત થતા અત્યારે ખેડૂતોમાં વધારેમાં વધારે ખુશી જોવા મળી રહી છે.
વિસનગર પાલિકાના પૂર્વ કોર્પોરેટર રણછોડભાઈ દેસાઈએ હુહુ તળાવમાં પાણીની આવક શરૂ થતા સીંચાઈ તેમજ આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલનો આભાર માનતા જણાવ્યુ હતું કે વર્ષો બાદ કૃત્રીમ રીતે પાઈપલાઈનથી તળાવ ભરાશે. તળાવ ભરાશે ત્યારે આસપાસની ૧૦૦૦ વીઘા જમીનમાં ખેડૂતોને સીંચાઈનો લાભ મળશે. તળાવ ભરાતા આસપાસ જમીન ધરાવતા પટેલ, રબારી, ઠાકોર, રાજપૂત એવા તમામ સમાજને સીંચાઈનો લાભ મળશે.
હુહુ તળાવમાં પાણીની આવક થતા મોટી સંખ્યામાં લોકો જોવા માટે ઉમટ્યા હતા. પુરતા ફોર્સથી પાઈપલાઈન દ્વારા તળાવ ભરવાનો પ્રથમ વખત અનુભવ થયો હોવાની લાગણી વ્યક્ત કરી હતી. સુંશી ગામના અગ્રણી રેવાભાઈ જોઈતારામ પટેલે જણાવ્યુ હતું કે, પાઈપલાઈન દ્વારા આટલા ફોર્સથી પાણીની આવક પ્રથમ વખત જોઈ છે. આટલા ફોર્સથી પાણી આવે તો બે થી ત્રણ દિવસમાંજ તળાવ ભરાઈ જશે. પાઈપલાઈન આસપાસના ૪૯ તળાવો ભરવા તાત્કાલીક વાલ ખોલવામાં આવે તો ખેડૂતો શિયાળુ પાક માટે તળાવના પાણીથી સીંચાઈ કરી શકે. રેવાભાઈ પટેલે વધુમાં એ પણ જણાવ્યુ હતું કે, સુંશી ગામના તળાવ સુધી પાઈપલાઈન નાખવામાં આવે તો તેના ઓવરફ્લોથી બીજા ત્રણ તળાવ ભરાય તેમ છે. સીંચાઈ મંત્રી ઋષિભાઈ પટેલે હુહુ તળાવથી સુંશી ગામના તળાવ સુધી પાઈપલાઈન નાખવા સત્વરે મંજુરી આપવી જોઈએ.
હુહુ તળાવમાં પાણીની આવક જોઈ પાલિકાના પૂર્વ કોર્પોરેટર ફુલચંદભાઈ પટેલે સીંચાઈ તેમજ આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા જણાવ્યુ હતું કે હુહુ તળાવથી પીંડારીયા તળાવ સુધીની પાઈપલાઈન મંજુર થઈ ગઈ છે. ત્યારે પીંડારીયા તળાવ સુધી પાઈપલાઈન નાખવામાં આવે તો તળાવની રોનક વધશે. સાથે સાથે ખેડૂતોને સીંચાઈનો પણ લાભ મળશે.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles