Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

દુકાનો આગળ ૪ ફૂટનો ફૂટપાથ રાખી રોડ પહોળો કરવામાં આવશે-ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ ગૌરવપથ રૂા.૨.૨૭ કરોડના ખર્ચે સુવિધાયુક્ત બનશે

$
0
0

દુકાનો આગળ ૪ ફૂટનો ફૂટપાથ રાખી રોડ પહોળો કરવામાં આવશે-ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ
ગૌરવપથ રૂા.૨.૨૭ કરોડના ખર્ચે સુવિધાયુક્ત બનશે
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં ગૌરવપથ રોડ ઉપર ટ્રાફીક સમસ્યા વકરી છે. શાકભાજીની લારીઓના દબાણ દુર થતા કરોડના ખર્ચે સુવિધાયુક્ત ગૌરવપથ બનાવવામાં આવશે તેવુ પાલિકા ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલે જણાવ્યુ હતુ. આવનાર વર્ષોમાં ટ્રાફીક સમસ્યા રહે નહી તેવી રીતે ગૌરવપથની ડિઝાઈન તૈયાર કરી પ્લાન એસ્ટીમેટ તૈયાર કરવામાં આવ્યો છે. જેનુ દિવાળી બાદ ટેન્ડરીંગ કરવામાં આવશે.
વિસનગર શહેરનો ૨૦ વર્ષ પહેલાનો વિકાસ અને વાહનોની સંખ્યાને લક્ષમાં રાખીને ગૌરવપથ બનાવવામાં આવ્યો હતો. ૨૦ વર્ષ પહેલાની દ્રષ્ટીએ શહેરનો અત્યારે ગણો વિકાસ થયો છે. રહેણાંક મકાનોની સ્કીમો નવી બની છે. સાથે સાથે વાહનોની સંખ્યામાં પણ નોધપાત્ર વધારો થયો છે. જેના કારણે શહેરના નાક સમાન ગૌરવપથ રોડ ઉપર ટ્રાફીક સમસ્યા વિકરાળ બની છે. પાલિકા અને પોલીસ તંત્ર ગમે તેટલી કડકાઈ અને મહેનત કરે છતાં પણ શાકભાજીની લારીઓ તથા અન્ય લારીઓના દબાણ દુર કરી શકાતા નથી. લારીઓમાં ખરીદી કરવા આવનાર ગ્રાહકો રોડ ઉપર વાહનો પાર્ક કરતા હોવાના કારણે ટ્રાફીક વધારે થાય છે. ગૌરવપથની આ સમસ્યાનો કાયમી નિકાલ લાવવા માટે ભાજપ શાસીત પાલિકા દ્વારા ગૌરવપથનો ધરમુળથી ફેરફાર કરવા માટેનો પ્લાન તૈયાર કર્યો છે. જે માટે રૂા.૨.૨૭ કરોડનો એસ્ટીમેટ તૈયાર કરી તાંત્રીક મંજુરી માટેની દરખાસ્ત કરવામાં આવી છે. સુવિધાયુક્ત સાથે હરિયાળો ગૌરવપથ બને તેની પણ વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.
ગૌરવપથમાં શુ મોટા ફેરફાર કરવામાં આવશે તે બાબતે પાલિકા ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલે માહિતી આપી છેકે, ગૌરવપથ શહેરનુ નાક છે. રોજના અસંખ્ય વાહનોની અવરજવર છે. ત્યારે આવનાર વર્ષમાં શહેરનો વિકાસ તથા વધતી જતી વાહનોની સંખ્યાની નોધ લઈ તે મુજબ ગૌરવપથની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. ડીવાઈડરની બન્ને સાઈડ વેપારીઓની દુકાન આગળ ચાર ફૂટનો ફુટપાથ રાખીને બાકીના પ્લેવર બ્લોક ઉખાડી ડામર રોડ પહોળો કરવામાં આવશે. સી.એન.કોલેજ, તિરૂપતી માર્કેટ, ઓનેસ્ટ એજન્સીવાળુ માર્કેટ, સ્પાન ચંદન મૉલ, ડોસાભાઈ બાગ, કૃષ્ણ થીયેટર, ગોલ્ડકોઈન માર્કેટ, તાલુકા પંચાયત માર્કેટ કે જ્યાં બ્લોક લગાવવામાં આવ્યા છે અને જુની ડિઝાઈનમાં અંદરની સાઈડ પાર્કિંગ કરવામાં આવ્યુ છે તે દરેક જગ્યાએ બ્લોક દુર કરી રોડ પહોળો કરવામાં આવશે. જરૂર પડે ત્યાં ડિઝાઈન પ્રમાણે પેવર બ્લોક લગાવવામાં આવશે. ગૌરવપથ રોડ ઉપરના સર્કલ નાના કરવામાં આવશે. સ્ટ્રીટલાઈટના થાંભલા જૈસે થે રાખી અંડર ગ્રાઉન્ડ કેબલીંગ નવુ કરવામાં આવશે. રોડ પહોળો કરતા જ્યા વરસાદી પાણીના નિકાલની કુંડી રસ્તા વચ્ચે આવતી હશે તે કુંડીથી બે મીટર અંદરની સાઈડ નવી કુંડી બનાવી એક્સટેન્શન આપવામાં આવશે.
રૂપલભાઈ પટેલે વધુમાં જણાવ્યુ હતું કે, ગૌરવપથ હરિયાળો ગૌરવપથ બને તેનો પણ ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. ગૌરવપથમાં ડીવાઈડરની જગ્યામાં અમુક અંતરે વૃક્ષારોપણ માટે ક્યારા બનાવવામાં આવશે. જમીનમાં પાંચ ફૂટ ઉંડુ ખોદાણ કરી નવી માટી પુરી ક્યારા બનાવવામાં આવશે. જેમાં વૃક્ષારોપણ કરવામાં આવશે. શહેરના લોકો ગૌરવ લઈ શકે તેવો ગૌરવપથ બનાવવામાં આવશે.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles