Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

દબાણો થતા આવરા પુરાઈ ગયા છે, વર્ષોથી પાઈપલાઈન નંખાતી નથી સિંચાઈ મંત્રી ઋષિભાઈ પ્રયત્નો કરે તોજ દેળીયા તળાવનો ઉધ્ધાર થાય

$
0
0

દબાણો થતા આવરા પુરાઈ ગયા છે, વર્ષોથી પાઈપલાઈન નંખાતી નથી
સિંચાઈ મંત્રી ઋષિભાઈ પ્રયત્નો કરે તોજ દેળીયા તળાવનો ઉધ્ધાર થાય
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં ઐતિહાસિક દેળીયુ તળાવમાં પાઈપલાઈન માટે કોઈ પ્રયત્નો થતા નથી. પાલિકાના ગત બોર્ડની દિર્ઘદ્રષ્ટીથી તળાવ સુધી પાઈપલાઈનની દરખાસ્ત કરાઈ હતી. પરંતુ મોટી રકમની ગ્રાન્ટના અભાવે પાઈપલાઈનનુ કામ આગળ વધ્યુ નથી. હવે તો સીંચાઈ તેમજ આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલ પ્રયત્નો કરે તોજ દેળીયા તળાવનો ઉધ્ધાર થાય તેમ છે.
વિસનગરમાં સુંશી રોડ ઉપરના હુહુ તળાવમાં પાઈપલાઈનથી નર્મદાનુ પાણી નાખવામાં આવતા તળાવ ભરાઈ ગયુ છે. જેના અહેવાલ બાદ શહેરીજનોમાં એકજ પ્રશ્ન થયો છેકે હુહુ તળાવમાં પાઈપલાઈન નાખવામાં આવે તો ઐતિહાસિક દેળીયુ તળાવ ભરવા કેમ પાઈપલાઈન નાખવામાં આવતી નથી. દેળીયા તળાવ પ્રત્યે આટલો અણગમો કેમ છે. કોંગ્રેસ અને વિકાસમંચના ગઠબંધનના બોર્ડમાં તત્કાલીન પ્રમુખ શકુન્તલાબેન પટેલે પાલડી રોડ ઉપરની ધરોઈની કેનાલથી પાલડી ત્રણ રસ્તા સુધી પાઈપલાઈન નાખવા માટે પ્રયત્નો કર્યા હતા. પરંતુ ફોરેસ્ટ વિભાગ ખોદકામ નહી કરવા દેતા આ યોજના પડતી મુકાઈ હતી. ત્યારબાદ ગઠબંધનના બોર્ડમાંજ વડનગર રોડ ઉપર જોગણીયો માતાના મંદિર સામે માનવ નર્સિંગ સ્કુલ એન્ડ કોલેજની પાછળ પસાર થતી ધરોઈની કેનાલથી દેળીયા તળાવ સુધી પાઈપલાઈન નાખવા એસ્ટીમેટ તૈયાર કરવામાં આવ્યો હતો. જેની દરખાસ્ત કરી તાંત્રીક મંજુરી પણ મેળવી છે. પરંતુ રૂા.૧.૯૦ કરોડનો ખર્ચ હોઈ પાલિકા પાસે ગ્રાન્ટના અભાવે ટેન્ડરીંગ થઈ શક્યુ નહોતુ.
ધારાસભ્ય ઋષિભાઈ પટેલે કેબીનેટ મંત્રી તરીકે શપથ લીધા એ પહેલા જીલ્લા સંકલનની મીટીંગ મળી હતી. જેમાં ધરોઈ નહેર પેટા વિભાગ દ્વારા કેનાલથી વડનગર હાઈવે ક્રોશ કરી ખેતરોમાં થઈ વરસાદી પાણી જે નેળીયામાંથી તળાવમાં જાય છે તે નેળીયા સુધી પાઈપલાઈન નાખવા માટે ચર્ચા થઈ હતી. કેનાલથી તળાવ સુધીની આશરે ૩૮૦૦ મીટર પાઈપલાઈન નાખવાની થાય છે. જેમાં કેનાલથી નેળીયા સુધીની પાઈપલાઈન ધરોઈ નહેર પેટા વિભાગ દ્વારા નાખવામાં આવે તો બાકીની ૫૦ ટકા પાઈપલાઈન પાલિકાને નાખવાની થાય તો પાલિકાને મોટા ખર્ચનુ ભારણ રહે નહી. બાકીની રૂા.૭૦ થી ૮૦ લાખના ખર્ચે પાઈપલાઈન નાખવાની થાય તો પાલિકા પણ ગમે તે ગ્રાન્ટમાંથી ખર્ચની ફાળવણી કરી શકે.
દેળીયા તળાવના આવરામાં મોટા પ્રમાણમાં દબાણ થયા છે. જેથી વરસાદી પાણીના કુદરતી આવરામાંથી તળાવ સુધી પાણી આવે તે હવે શક્ય નથી. સરકારના સીંચાઈ વિભાગ દ્વારા તળાવો ભરવા માટે પાઈપલાઈન નાખવામાં આવે છે. ત્યારે હવે ઋષિભાઈ પટેલ સીંચાઈ મંત્રી બનતા દેળીયા તળાવનો ઉધ્ધાર કરવો તેમના હાથની વાત છે. દેળીયુ તળાવ ભરાય તો તળાવ આસપાસના પાલિકાના ટ્યુબવેલ રીચાર્જ થાય. વળી તળાવ ખાલી રહેવાથી પુષ્કળ પ્રમાણમાં દબાણ થાય છે તે પણ બંધ થાય. સીંચાઈ મંત્રી ઋષિભાઈ પટેલ પ્રયત્નો કરે અને પાઈપલાઈન નંખાય તો તળાવ ભરવાની સમસ્યાનો કાયમી અંત આવે તેમ છે.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles