સ્વર્ગસ્થ સાંકળચંદ દાદા તથા સ્વ.ભોળાભાઇ પટેલની પુણ્યતિથિ નિમિત્તે
નૂતન હોસ્પિટલમાં તા.૧-૧૧ થી ૩૦-૧૧-૨૧ સુધી વિનામૂલ્યે સારવાર
(પ્ર. ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ઉત્તર ગુજરાતના પ્રેરણાસ્ત્રોત નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના સ્થાપક ખુબજ લોકચાહના મેળવનાર સામાજિક કાર્યકર જેમના કાર્યોથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ પ્રભાવિત થઈ જેમની લોકસેવા બીરદાવી ચુક્યા છે એવા શેઠ શ્રી સ્વ.સાકળચંદદાદાની તથા સ્વ.ભોળાભાઈ ચતુરભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલ ખાતે નવેમ્બર મહિના દરમિયાન કોઈ પણ રોગના દર્દીને વિનામૂલ્યે સારવાર આપવાનું આયોજન સંસ્થાના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટી ગણ દ્વારા કરવામાં આવેલ છે.નૂતન હોસ્પિટલ વિસનગર ખાતે દરેક પ્રકારના રોગ નિષ્ણાત ડોક્ટર સહિત દરેક પ્રકારની અત્યાધુનિક લાઇફ સેવિંગ ઉપકરણો, ડાયાલીસીસ, આઈ.સી.યુ., બ્લડ બેંક, સીટીસ્કેન વગેરેથી હોસ્પિટલ સુસજ્જ છે. સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા ન્યુરો, ગેસ્ટ્રો યુરોલોજી,નેફ્રો, કેન્સર, પ્લાસ્ટિક સર્જરી વગેરેની સેવા પણ ઉપલબ્ધ છે. સિમેન્સ કંપનીના ૩૨ સ્લાઈસ આધુનિક મશીન દ્વારા તમામ પ્રકારના સીટીસ્કેન ખૂબ જ રાહત દરે કરવામાં આવી રહ્યા છે. ૨ ડી ઇકો, ડિજિટલ એક્સ-રે, ૩ડી ૪ડી ખોડ ખાપણ સોનોગ્રાફી, પેટની સોનોગ્રાફી, એન્ડોસ્કોપી, લેપ્રોસ્કોપી એમ્બ્યુલન્સ, આઈ.સી.યુ. ઓન વ્હીલ વગેરેની સારવાર ખૂબ જ રાહતદરે આપવામાં આવે છે. તમામ પ્રકારની જટીલ તથા મોટી સર્જરી ફ્રી માં કરી આપવામાં આવે છે. ફક્ત દવા અને રિપોર્ટનો ચાર્જ લેવામાં આવે છે. સુપરસ્પેશિયાલિટી સર્જરી અડધી કિંમતે કરી આપવામાં આવે છે. આ સિવાય હેલ્થ ચેકઅપના જુદા જુદા પેકેજ ખૂબ જ નજીવા દરે રાખવામાં આવે છે. મોતિયાનું ઓપરેશન દવા અને નિયત કરેલ લેન્સ નેત્રમણી સાથે ફક્ત એક હજાર રૂપિયામાં કરી આપવામાં આવશે. ગુજરાત સરકાર ભારત સરકારની માઁ અમૃતમ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ પણ દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવી રહ્યો છે. હોસ્પિટલમાં ગાયનેક, સર્જન, ફીઝીશિયન, ઓર્થોપેડિક, સ્કીન સ્પેશિયાલિસ્ટ, આંખના સર્જન, બાળરોગ નિષ્ણાત, નાક કાન ગળાના નિષ્ણાત માનસિક રોગ નિષ્ણાત વગેરે ડૉક્ટર દ્વારા દરેક રોગની સારવાર ફુલટાઈમ એક જ સ્થળે મળી રહેતી હોવાથી દર્દીને સગવડ સચવાય છે, સમય તથા ખર્ચ પણ બચે છે અને સારવાર ઝડપી મળે છે.આ સિવાય નવેમ્બર મહિનાના કેમ્પમાં દર્દીને વિનામૂલ્યે દરેક રોગ ના ડોક્ટર દ્વારા તપાસ નિદાન, મર્યાદિત બ્લડ રિપોર્ટ કાર્ડિયોગ્રામ નિયત કરેલ જેનરીક દવા તથા દરેક પ્રકારના જૂના અને જટીલ રોગો માટે ઉતમ દરજ્જાની હોંમિયોપેથિક સારવાર સેવાઓ ફ્રી માં આપવામાં આવશે તો જાહેર જનતાએ આ લાભ લેવા સંસ્થાના ચેરમેન પ્રકાશભાઈ પટેલ દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવે છે.
↧
સ્વર્ગસ્થ સાંકળચંદ દાદા તથા સ્વ.ભોળાભાઇ પટેલની પુણ્યતિથિ નિમિત્તે નૂતન હોસ્પિટલમાં તા.૧-૧૧ થી ૩૦-૧૧-૨૧ સુધી વિનામૂલ્યે સારવાર
↧