ખેરાલુ હાઈસ્કુલમાં ચાર ભામાશા બેલડીઓના સન્માન સાથે ઐતિહાસિક લોકાર્પણ કરાયુ
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ નગરના આંગણે ન ભુતો ન ભવિષ્યાતિ જેવો અભુતપુર્વ ઐતિહાસિક નામાભિકરણ અને લોકાર્પણનો પ્રસંગ ઉજવાઈ ગયો. નગરપાલિકા સંચાલિત શાળાઓના ત્રણે મકાનોના ૫૪ વર્ગખંડો તેમજ અદ્યતન નવિન વિજ્ઞાન ભવનનું નિર્માણ કાર્ય બે કરોડ ઉપરાંતનુ દાન મેળવીને થતાં ખેરાલુ નગર શિક્ષણ વિકાસ સમિતિ દ્વારા તા.ર૮-૧૦-ર૦ર૧ ને ગુરુવારના રોજ કાર્યક્રમ યોજાયો હતો.
• ખેરાલુ નગર શિક્ષણ વિકાસ સમિતિના અધ્યક્ષ પોપટભાઈ બ્રહ્મભટ્ટ ઉપર શુભેચ્છાઓની પુષ્પવર્ષા
• લોકાર્પણ પ્રસંગમાં ર૮,ર૭,૪૪૪/-રૂપિયાનુ દાન જાહેર થયુ
• ધારાસભ્યએ ગ્રાન્ટ ન ફાળવતા ચર્ચાનો વિષય બન્યો
લોકાર્પણ પર્વમાં કેબિનેટ, મિનિસ્ટર ઋષિકેશભાઈ પટેલ, સાંસદ ભરતસિંહ જુગલજી ઠાકોર, ધારાસભ્ય અજમલજી ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભામાશા બેલડીઓમાં મુખ્ય દાતા રમેશભાઈ મોદી અને ભરતભાઈ મોદી પુનાથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમના નામે વિદ્યા સંકુલ બન્યુ છે. તે માતૃશ્રી સ્વ.શાંતાબા શાંતિલાલ મોદીની આરસની પ્રતિમાનું અનાવરણ શાસ્ત્રોક્ત વિધી સાથે કરાયુ હતુ. તેમજ માધ્યમિક વિભાગને માતૃશ્રીના નામે જોડી માતૃઋણ સાથે શાળા ઋણ અને વતનનું ઋણ અદા કર્યુ હતુ. અગાઉ ૩૧ લાખનું દાન જાહેર કરાયુ હતુ. પરંતુ વધુ પ,૧૧,૧૧૧/- રૂપિયા સાથે કુલ ૩૬,૧૧,૧૧૧/- ના દાતા બન્યા હતા. ઉચ્ચત્તર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહના દાતા તથા ભામાશા ડૉ.હર્ષદભાઈ વૈદ્ય દ્વારા તેમના પિતા ડાહ્યાભાઈ વૈદ્યના નામે ૧પ લાખનું દાન જાહેર કર્યુ હતુ. તેમણે બીજા પ,૧૧,૧૧૧/- રૂપિયાનું દાન જાહેર કરી કુલ ર૧ લાખનું દાતા બન્યા હતા. તેવી જ રીતે ઉચ્ચતર માધ્યમિક સામાન્ય પ્રવાહના નામાભિકરણના દાતા તથા ભામાશા બેલડી ભોળાભાઈ જોષી તથા ડૉ.ગુણવંતભાઈ જોષીએ અગીયાર લાખનું દાન આપ્યુ હતુ પરંતુ બીજા વધારાના પ,૧૧,૧૧૧/- રૂપિયા નું દાન જાહેર કરી ૧૬ લાખના દાતા બન્યા હતા. ઉચ્ચત્તર પ્રાથમિક શાળાના નામાભિકરણના દાતાશ્રી મર્હુમ ડૉ.એ.વી. મેમણ સાહેબના નામે ૭.પ૦ લાખનું દાન જાહેર કરનાર ભામાશા પુત્રો ડૉ.સલીમભાઈ મેમણ અને ડૉ. સરફરાજભાઈ મેમણે ૧,૧૧,૧૧૧/- રૂપિયાનું વધારાનું દાન જાહેર કરી કુલ ૮.૬૧ લાખના દાતા બન્યા હતા.
આ પ્રસંગે વિદ્યા સંકુલમાં ઓડિટોરીયમ હોલ બનાવવા માટે સાંસદ ભરતસિંહ ડાભી દ્વારા પ.પ૦ લાખ તથા રાજ્ય સભાના સાંસદ જુગલજી ઠાકોર દ્વારા પ.પ૦ લાખ એમ કુલ ૧૧ લાખની ગ્રાન્ટ ફાળવી ત્યારે ખેરાલુ ધારાસભ્ય સરળ સ્વભાવના છે તેઓ શરતચુકથી ગ્રાન્ટ ફાળવવાનું ભુલી જતા કેટલાંક આગેવાનો ધારાસભ્ય અજમલજી ઠાકોરના વિરોધ કરતા હતા તે બાબતે ધારાસભ્યને પુછતા તેમણે જણાવ્યુ હતુ કે કોલેજ સંકુલ ખાતે ર૦ લાખની ગ્રાન્ટ રોડ બનાવવા ફાળવી છે. મુક્તિધામમાં પણ ગ્રાન્ટ ફાળવી છે. જો ખેરાલુ નગર શિક્ષણ વિકાસ સમિતિના અગ્રણીઓની જરૂરીયાત પ્રમાણે તેઓ માંગણી મુકશે તો તેઓ ગ્રાન્ટ ફાળવશે.
ખેરાલુના વતની અને પુર્વ મામલતદાર રમેશભાઈ બલસારા તરફથી ઓડીટોરીયમ હોલ માટે પ૧૦૦૦/- રૂપિયા દાન જાહેર કરાયુ હતુ. હાઈસ્કુલના પુર્વ પ્રિન્સીપાલ અસ્મિતાબેન ઠક્કર તરફથી ર૧,૦૦૦/- રૂપિયા દાન જાહેર કરાયુ હતુ. સ્વ.ભાઈલાલભાઈ જીભાઈ બારોટના નામે તેમના પુત્ર અને અગ્રણી એડવોકેટ પંકજભાઈ બી. બારોટ દ્વારા ૧૧,૦૦૦/-રૂપિયા દાન જાહેર કરાયુ હતુ. આમ કુલ ર૮,ર૭,૪૪૪/- રૂપિયાનું દાન જાહેર થયુ હતુ. ઓડિટોરીયમ હોલનો ખર્ચ બાબતે સમારંભમાં ચર્ચાતુ હતુ કે સંપુર્ણ આર.સી.સી.બાંધકામ કરવામાં આવે તો પ૦થી ૭પ લાખ જેવો ખર્ચ થાય તેમ છે. હજુ પ્લાન એસ્ટીમેટ આવ્યો નથી પરંતુ ઓડિરીયમ હોલનું નામાભિકરણના દાતાની શોધખોળ પણ શરૂ થઈ છે. આ પ્રસંગના આયોજન માટે ડૉ.હર્ષદભાઈ વૈદ્ય, પાલિકા પ્રમુખ હેમન્તભાઈ શુકલ, પુર્વ પાલિકા પ્રમુખ પ્રેમજીભાઈ દેસાઈ તથા જસ્મીનભાઈ દેવીએ ભારે જહેમત ઉઠાવી હતી. પચાસ હજારથી વધુ દાન આપનાર દાતાઓને સન્માનપત્ર, મોમેન્ટો, બુકે અને શાલથી સ્વાગત કરાયુ હતુ.
આ પ્રસંગમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, આમંત્રિત, મહેમાનો, વેપારીઓ, શાળાના કર્મચારીગણ, પાલિકા સભ્યો, કેળવણી મંડળની કારોબારી, ખેરાલુ નગર શિક્ષણ વિકાસ સમિતિ સભ્યો, નાગરિકો બેંકના ડીરેક્ટરો દ્વારા રાજકીય અગ્રણીઓ અને દાતાઓનો સન્માન કાર્યક્રમ દિવાળીના શુભ આગમન સમયે નગરનો માહોલ મહોત્સવમય બની ગયો હતો. રાજકીય અગ્રણીઓનુું વિશિષ્ટ સન્માન ઉત્તર વિભાગ કેળવણી મંડળના મંત્રી વાલજીભાઈ ચૌધરી, ઘેમરભાઈ ચૌધરી અને અશોકભાઈ દેસાઈ દ્વારા કારાયુ હતુ.
મુખ્ય મહેમાન કેબિનેટ મિનિસ્ટર ઋષિકેશભાઈ પટેલ આવ્યા પછી પાલિકા પ્રમુખ હેમન્તભાઈ શુકલ દ્વારા તમામ દાતાઓ, રાજકીય આગેવાનોનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમ શરૂ કર્યો હતો. ઋષિભાઈ પટેલ સાથે માર્કેટયાર્ડના ચેરમેન ભીખાલાલ ચાચરીયા, પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી સરદારભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન અવચળભાઈ ચૌધરી, તાલુકા ભાજપ પ્રમુખ પરથીભાઈ ચૌધરી, શહેર ભાજપ પ્રમુખ વી.ડી.દેસાઈ, વિધાનસભા પ્રભારી જે.એમ.ચૌહાણ, હાજર રહ્યા હતા. પાલિકા ચિફ ઓફીસર ઉમાબેન રામીણા દ્વારા ઋષિકેશભાઈ પટેલનુું તેમજ નાયબ શિક્ષણાધિકારી વિપુલભાઈ પટેલનું સ્વાગત કરાયુ હતુ. ખેરાલુ કેળવણી મંડળના પ્રમુખ માનસિંહભાઈ દેસાઈ મોટા (ેંજીછ) નો શુભેચ્છા સંદેશ કોલેજના પ્રિન્સીપાલ બાબુભાઈ ચૌધરીએ વાંચી સંભાળ્યો હતો. ખેરાલુ નાગરિક બેંકના પૂર્વ ડીરેક્ટર જયેશભાઈ બારોટ દ્વારા ખેરાલુ નગર શિક્ષણ વિકાસ સમિતિના પ્રમુખ પોપટભાઈ બ્રહ્મભટ્ટે કરેલી ચાર વર્ષની અભુતપુર્વે કામગીરીનો ચિતાર રજુ કર્યો હતો. ડૉ.હર્ષદભાઈ વૈદ્ય દ્વારા પોપટભાઈ બ્રહ્મભટ્ટે કરેલા કાર્યોની કદર કરતુ વકતવ્ય ટુંકમાં વર્ણવ્યુ હતુ. ધારાસભ્ય અજમલજી ઠાકોર દ્વારા ખેરાલુ-સતલાસણા તાલુકામાં સિંચાઈના પાણીથી વંચિત ગામોનો ચિતાર રજુ કરી મંત્રી ઋષિકેશભાઈ પટેલને સિંચાઈના પાણીનો પ્રશ્ન હલ કરવા વિનંતી કરી હતી. રાજ્ય સભાના સાંસદ જુગલજી ઠાકોર દ્વારા ભરતસિંહ ડાભી સાથે મળી કુલ ૧૧ લાખની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી.
કેબિનેટ મિનિસ્ટર ઋષિકેશભાઈ પટેલે જણાવ્યુ હતુ કે પાલિકા સંચાલિત શાળાઓમાં રાજ્યમાં કયાંય દાન આવતુ નથી ત્યારે અભુતપુર્વે દાન લાવવામાં સફળ થનાર પોપટભાઈ બ્રહ્મભટ્ટને અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી. પાણીનો પ્રશ્ને ઋષિકેશભાઈ પટેલે જણાવ્યુ હતુ કે મહેસાણા જિલ્લાની તમામ વિધાનસભાઓમાં ક્યાં શુ તકલીફ છે તે હું જાણુ છું. ખેરાલુ વિધાનસભાના સિંચાઈનો પ્રશ્ન હલ કરવા માટે મદદ કરવા બાંહેઘરી આપી હતી. ડૉ.ગુણવંતભાઈ જોષીએ ટુંક પણ જોરદાર વક્તવ્ય આપ્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે પહેલ વંદન માતા-પિતાને બિજુ વંદન માતૃભૂમિને ત્રીજુ વંદન ગાયકવાડ સરકારને કરી તેમનો આભાર માન્યો હતો અને છેલ્લે પોપટભાઈ બ્રહ્મભટ્ટને વંદન કરી ગાયકવાડ સરકારની શિક્ષણ પ્રત્યેના લગાવને લોકો સમક્ષ રજુ કર્યો હતો. આભાર વિધિ જસ્મીનભાઈ દેવીએ કરી હતી.
↧
ખેરાલુ હાઈસ્કુલમાં ચાર ભામાશા બેલડીઓના સન્માન સાથે ઐતિહાસિક લોકાર્પણ કરાયુ
↧