Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

કચરાનુ શોર્ટીંગ-કન્વર્ટ માટે રૂા.૧.૬૫ કરોડના મશીન ખરીદાશે

$
0
0

ડમ્પીંગ સાઈડના કચરાના નિકાલ માટે પ્રમુખ વર્ષાબેન પટેલની નવા વર્ષની ભેટ

કચરાનુ શોર્ટીંગ-કન્વર્ટ માટે રૂા.૧.૬૫ કરોડના મશીન ખરીદાશે

(પ્ર.ન્યુ.સ.) વિસનગર, રવિવાર
ડમ્પીંગ સ્ટેશન ઉપર કચરાના ઢગલા ન થાય અને ઠલવાતા કચરાનો નિકાલ થાય તે માટે પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ દ્વારા મહત્વના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જે માટે પ્રી-શોર્ટીંગ પ્લાન્ટ તથા વેસ્ટ કન્વર્ટરના મશીન રૂા.૧.૬૫ કરોડના ખર્ચે ખરીદવામાં આવશે તેવુ પ્રમુખ વર્ષાબેન પટેલ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ.
વિસનગર પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલે ડમ્પીંગ સ્ટેશનના કચરાના નિકાલ માટે નગરજનોને નવા વર્ષની ભેટ આપી છે. સુંશી રોડ ઉપરના ડમ્પીંગ સ્ટેશનમાં શહેરનો સમગ્ર કચરો ઠલવાય છે. જે કચરાનો નિકાલ થતો નહી હોવાથી કચરાના ઢગ ખડકાયા છે. કચરાના કારણે પારાવાર ગંદકી તથા શિયાળાના સમયે વારંવાર આગ લાગવાથી ડમ્પીંગ સાઈડ આસપાસના સમગ્ર વિસ્તારના લોકો ત્રાસી ગયા છે. ડમ્પીંગ સાઈડના કચરાની સમસ્યા વર્ષોની છે. પરંતુ અત્યાર સુધીનુ એકપણ પાલિકા બોર્ડ ગંદકી અને રોગચાળો ફેલાવતી સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શક્યુ નથી. ત્યારે પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, ચીફ ઓફીસર અશ્વીનભાઈ પાઠક તથા સમગ્ર બોર્ડના સહીયારા પુરુષાર્થથી ડમ્પીંગ સાઈડના કચરાની સમસ્યાનો કાયમી નિકાલ આવે તેનો મહત્વનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. વર્ષો જૂના કચરાના ઢગલાનો નિકાલ થાય તેમજ રોજેરોજ આવતા કચરાના તુર્તજ નિકાલ થાય તે અંગેના આ પ્રોજેક્ટ માટે પ્રમુખ વર્ષાબેન પટેલ તથા ચીફ ઓફીસર અશ્વીનભાઈ પાઠકની મહેનત સરાહનીય છે.
આ પ્રોજેક્ટ શું છે તે અંગેનો ખ્યાલ આપતા પ્રમુખ વર્ષાબેન પટેલે જણાવ્યુ હતુ કે, ડમ્પીંગ સાઈડ ઉપર રૂા.૮૫ લાખના ખર્ચે પ્રી શોર્ટીંગ પ્લાન્ટ મુકવામાં આવશે. આ પ્લાન્ટમાં કચરો નાખતા પ્લાસ્ટીક, પથ્થર-રેતી, કાચ, ઈવેસ્ટ તથા ભીનો કચરો છુટો પડશે. જેનો નિકાલ કરવામાં આવશે. જ્યારે રૂા.૨૦ લાખનુ એક એવા ચાર ઓર્ગેનીક વેસ્ટ કન્વર્ટર મશીન ખરીદવામાં આવશે. જ્યાં શાકભાજી, પાંદડા, વધેલો ખોરાક જેવો વધારે કચરો થતો હોય ત્યા આ મશીન મુકવામાં આવશે. જે મશીનો વસાવ્યા બાદ હાલ જે કચરાના ઢગલા છે તે તેમજ રોજેરોજના કચરાનો નિકાલ થશે. શહેરને કચરા મુક્ત કરવા ભગીરથ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વધુમાં પ્રમુખ વર્ષાબેન પટેલ દ્વારા ચીફ ઓફીસર અશ્વીનભાઈ પાઠકના પારદર્શક વહીવટની સરાહના કરતા જણાવ્યુ છેકે, ચીફ ઓફીસરની સતત દેખરેખના કારણે રૂા.૪૫ લાખ ઉપરાંત્તની ભંગારની આવક થઈ છે. જેમાંથી એક જેસીબી મશીન તથા બે ટ્રેક્ટર ટ્રોલી ખરીદવામાં આવશે. જેસીબી અત્યાર સુધી ભાડેથી લાવવામાં આવતુ હતુ હવે પાલિકા દ્વારા જેસીબીની ખરીદી કરાયા બાદ પાલિકાનો કલાક ઉપર ભાડાનો ખર્ચ બચશે.
જ્યારે પ્રી શોર્ટીંગ પ્લાન્ટ તથા ઓર્ગેનીક વેસ્ટ કન્વર્ટર બાબતે ચીફ ઓફીસર અશ્વીનભાઈ પાઠકે માહિતી આપી હતી કે પ્રી શોર્ટીંગ પ્લાન્ટનો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. કોન્ટ્રાક્ટર મશીન દ્વારા કચરાનુ શોર્ટીંગ કરી તેનો નિકાલ કરશે. જ્યારે ભીના કચરામાંથી ખાતર બનાવી વેચાણ કરશે. ઓર્ગેનીક વેસ્ટ કન્વર્ટર બાબતે જણાવ્યુ હતુ કે, જ્યા ભીનો કચરો વધારે અકઠો થતો હોય ત્યાં આ મશીન મુકવામાં આવશે. ભીના કચરામાંથી ઓર્ગેનીક ખેતી લાયક ખાતર બનશે. પાલિકાને ખાતરની આવક થશે.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles