Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

પાલિકા ભાજપના સભ્યોને દેળીયા તળાવ પ્રત્યે અણગમો કેમ?

$
0
0

વહીવટી મંજુરી મળી છે, ગ્રાન્ટ ફાળવવામાં આવી છે છતાં

પાલિકા ભાજપના સભ્યોને દેળીયા તળાવ પ્રત્યે અણગમો કેમ?

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
સૌનુ એ કોઈનુ નહી એ કહેવત વિસનગરના ઐતિહાસિક દેળીયા તળાવ માટે સાચી સાબીત થઈ રહી છે. તળાવના કુદરતી આવરા બંધ થઈ ગયા છે. પાઈપલાઈનથી તળાવ ભરવાનો એકમાત્ર વિકલ્પ છે. ત્યારે વહીવટી મંજુરી મળી ગઈ છે અને ગ્રાન્ટ ફાળવવામાં આવી છે ત્યારે પાલિકાના ભાજપના સભ્યોને દેળીયા તળાવ પ્રત્યે આટલો અણગમો કેમ છે. સત્તાની સાઠમારી માટે મહેનત કરવામાં આવે છે તો શહેરના પડતર પ્રશ્નોનો નિકાલ કરવા માટે કેમ મહેનત કરવામાં આવતી નથી.
વિસનગરના પીંડારીયા તળાવની આસપાસ તળ કડવા પાટીદાર સમાજની જમીન આવેલી છે. જેથી તળ સમાજના આગેવાનોની અને કોર્પોરેટરની મહેનતથી પીંડારીયા તળાવનો વિકાસ થયો અને તળાવ ભરવા માટે ધરોઈ પાઈપલાઈનની પણ વ્યવસ્થા થઈ. સુંશી રોડ ઉપર આવેલ હુહુ તળાવની આસપાસ તળ કડવા પાટીદાર સમાજ, રબારી સમાજ, ઠાકોર સમાજની જમીનો આવેલી છે. જેથી આ તળાવ ભરવા માટે પાઈપલાઈન નાખવામાં આવી. તાલુકાના અન્ય ગામોના તળાવ ભરવા માટે પણ નર્મદાની પાઈપલાઈન નાખવામાં આવી, ત્યારે દેળીયા તળાવમાં સમગ્ર વિસનગર શહેરનુ હિત હોવા છતાં આ ઐતિહાસિક તળાવ ભરવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. પાલિકાના ગત બોર્ડના ગઠબંધનના શાસનમાં વડનગર રોડ ઉપરની ધરોઈની મુખ્ય કેનાલથી દેળીયા તળાવ સુધી પાઈપલાઈન નાખવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી. તત્કાલીન પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીની મહેનતથી ટી.એસ. અને વહીવટી મંજુરી મળી હતી. પાઈપલાઈન નાખવાનો ખર્ચ કરવા માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની રૂા.૩ કરોડની ગ્રાન્ટ ફળવાતા જેમાંથી રૂા.૨ કરોડ દેળીયા તળાવની પાઈપલાઈનના ખર્ચ માટે ફાળવ્યા હતા.
ધરોઈ કેનાલથી દેળીયા તળાવ સુધી પાઈપલાઈન નાખવાનો અંદાજીત ખર્ચ રૂા.૧.૯૬ કરોડનો હતો. તેમ છતાં ગઠબંધનના શાસનમાં અન્ય નાના મોટા વિકાસ કામ પડતા મુકીને રૂા.૨ કરોડની ગ્રાન્ટ ફાળવી હતી. ત્યારબાદ ફરીથી સર્વે કરવામાં આવતા હવે પાઈપલાઈનનો ખર્ચ રૂા.૧.૩૦ કરોડ થાય તેમ છે. જેની સામે રૂા.૨ કરોડની ગ્રાન્ટ ફળવાયેલી છે. પાલિકાના ગત બોર્ડના શાસનમાં કેનાલથી તળાવ સુધીની પાઈપલાઈન માટે તમામ તૈયારીઓ કરી દીધી હતી. સમય વધારે મળ્યો હોત તો ટેન્ડરીંગ પણ કરવાનુ નક્કી હતુ. પરંતુ કોવીડના કારણે ટેન્ડરીંગ થઈ શક્યુ નહોતુ.
વિસનગર પાલિકામાં ભાજપના શાસને હવે પાઈપલાઈન માટે ફક્ત ટેન્ડરીંગ કરવાનુ બાકી છે. ત્યારે ભાજપના સભ્યો પાસે સત્તા માટે લડવાનો સમય છે, પરંતુ વિકાસ કામ કરવાનો સમય નથી. પાલિકાના ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ, બાંધકામ ચેરમેન વિજયભાઈ પટેલ જેવા સિનિયર સભ્યો કેમ આવા મહત્વના કામ હાથ ઉપર લેતા નથી તે પ્રશ્ન છે. પ્રમુખ વર્ષાબેન પટેલ નવા કામ મંજુર કરાવવા માટે ગાંધીનગરના ધક્કા ખાય છે ત્યારે મંજુર થયેલા કામનુ ટેન્ડરીંગ કરી શકતા નથી તે પણ એક સત્ય હકીકત છે. દેળીયુ તળાવ ભરાય તેમાં સમગ્ર શહેરનુ હીત છે. ત્યારે ભાજપ શાસીત પાલિકાએ ઝડપી ટેન્ડરીંગ કરી પાઈપલાઈન નાખવાની કામગીરી કરવી જોઈએ.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles