નોકરિયાત માટે માસિક માત્ર ૬૦૦૦ પગાર ઉપર વ્યવસાય વેરો વ્યાજબી ના કહેવાય
એક દેશ એક ટેક્સ પ્રમાણે વ્યવસાય વેરો નાબૂદ કરવો જોઈએ-કિર્તીભાઈ પટેલ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોપર સિટી ની સુવાસ સમગ્ર ગુજરાતમાં પહોચી છે.કોપર સિટી વેપારી મંડળના અગ્રણી કિર્તીભાઇ પટેલ કલાનીકેતનની GCCIની કારોબારી માં નિમણુંક થતાં જીસીસીઆઈ દ્વારા સરકારમાં કોપર સિટી ને રજૂઆત કરવાની તક મળી. તારીખ ૨૨/૧૧/૨૧ ના રોજ અમદાવાદ ખાતે GCCIની બેઠક માં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હાજર રહ્યા હતા. આ દરમિયાન કિર્તીભાઈ પટેલને પ્રાસંગિક પ્રવચન કરવાનો લાભ મળ્યો હતો. આ ઉપરાંત મુખ્યમંત્રીને મોમેન્ટથી કિર્તીભાઈ સાથે અજીતભાઈ ચૌધરી, પ્રતિકભાઇ મણિયાર અને અજયભાઈ પટેલે સન્માન કર્યુ હતુ. આ મિટિંગ બાદ ફરી બીજી મીટીંગ તારીખ પછી ૨૫/૧૧/૨૦૨૧ ના રોજ ગાંધીધામ ખાતે GCCIની રીજીઓનલ મિટિંગ હતી.જેમાં કચ્છ અને ભુજ ગાંધીધામ ના પ્રશ્નો ના નિકાલ માટે ની મીટીંગ હતી.સાથે સાથે ગુજરાતના આમ વેપારી ઓ અને ઇન્ડસ્ટ્રીજ ના પ્રશ્નોની પણ ચર્ચાઓ હતી.જેમાં વિવિધ હોદ્દેદાર અને અધિકારી મિત્રો હાજર હતા. જેમાં કિર્તીભાઈ જે.પટેલ કલાનિકેતન વાળા એ પણ ભાગ લીધો હતો. આ મીટિંગ દરમિયાન પ્રશ્નો રજૂ કરવાની તક મળતા કિર્તીભાઈ પટેલ સમગ્ર વિસનગરના નહીં પણ સમગ્ર ગુજરાત લેવલે આવેલા નાના વેપારીઓ માટે પ્રશ્નો ના નિકાલ ની માંગ કરી હતી.જેમાં વ્યવસાય વેરો નાબૂદ કરવાની રજૂઆત કરી હતી. વ્યવસાય વેરો દુકાનદારો ઉપર પણ લાગુ પડે છે અને દુકાનમાં નોકરી કરતા વ્યક્તિ ઉપર પણ લાગુ પડે છે. તે અંગે રજૂઆત કરી હતી કે ભારતમાં એક દેશ એક ટેક્સ પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ GST લાગુ કરેલ છે .જેથી હવે દુકાનદારો ઉપર વ્યવસાય વેરો નાબૂદ કરી દેવો જોઈએ. આ ઉપરાંત નોકરિયાત માટે માત્ર ૬ હજારના પગારદારી ને વ્યવસાય વેરો ભરવાનો થાય છે. જે ખરેખર ખોટું છે કારણકે ૬૦૦૦ પ્રમાણે વાર્ષિક આવક ૭૨૦૦૦/- રૂપિયા થાય. તો આવા નાના પગારદાર વ્યક્તિને વ્યવસાય વેરો લાગુ થવો ન જોઈએ. વ્યવસાય વેરો માસિક ૧૫ હજારથી નીચે ના પગારદાર વ્યક્તિ ને લાગવો જોઈએ નહીં. તેવી રજૂઆત કરી હતી. જેમાં હાજર રહેલા વિવિધ ગુજરાતના તમામ ચેમ્બરોના પ્રમુખોએ ટેકો જાહેર કર્યો હતો અને હાજર રહેલા હોદ્દેદાર અને અધિકારીઓએ આ અંગે આગળ રજૂઆત કરી ઘટતું કરવાની ખાતરી આપી હતી. અને આગામી બજેટ માં અમલ કરવા પ્રયત્ન કરવામાં આવશે તેમ જણાવ્યુ હતુ. આમ કોઈ વ્યક્તિગત પ્રશ્ન નહીં પણ આમ વેપારી આલમનો પ્રશ્ન ઉઠાવીને અને પ્રવચન માં પણ સ્થાન મેળવી ને GCCIના સ્ટેજ ઉપર પણ કિર્તીભાઈ પટેલે પોતાની આગવી સૂઝ રજૂ કરી હતી.અને કોપર સિટી ની સુવાસ નો વધારો કર્યો હતો.હવે આગામી દિવસો માં વિસનગર માં તાલુકા કક્ષા એ પણ સમગ્ર ગુજરાત ના વિવિધ શહેર ના ચેમ્બરો ને એકત્ર કરવા પણ કોપર સિટી આગળ વધી રહ્યું છે. જેનાથી વિસનગર ની મુલાકાત મોટા ઉત્પાદકો અને મોટા વેપારી આલમ લેશે. જેનાથી વિસનગરના બજારનો અને ભૌગોલિક પરિસ્થિતિ નો ગુજરાત લેવલે પ્રકાશ પડશે.જે વ્યવસાયિક લાભો અપાવવા માટે આ સંમેલન ફળદાયી નીવડશે તેવું કોપર સિટી સૂત્રો દ્વારા જણાવેલ હતું.