Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

કોરોનાની ત્રીજી લહેર આવી રહી છે-ચેતજો

$
0
0

કોરોનાની ત્રીજી લહેર આવી રહી છે-ચેતજો
દેશમાં ઓમીક્રોન વેરીયેન્ટના કેસો વધી રહ્યા છે. ત્યારે કોરોના વાયરસના નવા વેરીયન્ટની હાજરી વચ્ચે નેશનલ સુપર મોડલ કમિટિએ આશંકા વ્યક્ત કરી છેકે ઓમીક્રોન વેરીયન્ટના કારણે ૨૦૨૨ ના વર્ષની શરૂઆતમાં દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. પ્રવર્તમાન સંજોગોમાં દેશમાં દરરોજ અંદાજીત આશરે ૭૫૦૦ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. પણ ઘાતક ડેલ્ટા વેરીયન્ટની જગ્યા ઓમીક્રોન વેરીયન્ટ લઈ રહ્યો છે. ત્યારે કોરોનાના કેસોનો ફેલાવો વધી શકે છે તેવો કમિટિનો અંદાજ છે. કમિટિના અધ્યક્ષ વિદ્યાસગરે કહ્યું છે કે, કોરોનાની ત્રીજી લહેર ભારતમાં આવશે પરંતુ તે બીજી લહેર કરતાં ઓછી ઘાતક હશે તેમણે જણાવ્યું હતું કે, ૨૦૨૨ ની ફેબ્રુઆરીની શરૂઆતમાં ત્રીજી લહેર આવવાની શક્યતા છે. તે બીજી લહેર કરતાં હળવી હશે પરંતુ ચોક્કસપણે આવશે. આઈ.આઈ.ટી.કાનપૂરના સંશોધકોની આગાહી અનુસાર કોરોનાની ત્રીજી લહેર ફેબ્રુઆરીમાં શરૂ થઈ શકે છે. શક્ય છે કે નવો ઓમીક્રોન વેરીયન્ટ આ લહેર માટેનું કારણ બને. ઓનલાઈન પ્રકાશિત થયેલ એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે જો કોરોનાની ત્રીજી લહેર ડીસેમ્બરથી શરૂ થઈ શકે છે અને ફેબ્રુઆરીમાં તે ચરમસીમા ઉપર હશે. ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની આગાહી કરવા માટે સંશોધકોએ રીસર્ચ રીપોર્ટ તૈયાર કરવા માટે ભારતમાં આવેલી કોરોનાની પહેલી અને બીજી લહેરના ડેટાનો ઉપયોગ કર્યો હતો. આ સાથે વિશ્વના દેશોમાં ઓમીક્રોન વાયરસના વધતા કેસોની સંખ્યાને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે. સંશોધકોના જણાવ્યા અનુસાર કોરોના ઉપર કરાયેલા અભ્યાસ મુજબ કોરોના કેસ ૭૩૫ દિવસ પછી ચરમસીમાએ પહોંચે છે. ૩૦ મી જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ પ્રાથમિક અવલોકન કર્યુ હતુ કે, જ્યારે ભારતમાં પ્રથમ કેસ કોરોનાનો નોંધાયો હતો. તેના ૭૩૫ દિવસ પછી કોરોનાની પ્રથમ લહેર આવી હતી. આ આંકડા અનુસાર જોવા જઈએ તો ૧૫ મી ડીસેમ્બર ૨૦૨૧ થી કેસ વધવાની શરૂઆત થઈ ગઈ છે. જેના કારણે ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડીયામાં ત્રીજી લહેર ચરમસીમાએ આવી શકે છે. પ્રવર્તમાન સંજોગોમાં લોકો બિન્દાસ્ત બની જે રીતે વર્તન કરી રહ્યા છે તે જોતાં કોરોના ફરીથી આવી શકે છે. ઉજવાતા લગ્ન પ્રસંગોમાં અને મેળાવડામાં સોસીયલ ડીસ્ટન્સ જળવાતું નથી. માસ્કને લોકો ભૂલી ગયા છે. આ બધી ભૂલો ત્રીજી લહેરને આવકારી શકે છે. આપણેજ ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા છીએ. જો ત્રીજી લહેરથી બચવુ હોય તો જલદીમાં જલદી વેક્સીનેશન કરાવી લેવું જોઈએ. મેળાવડા ટાળવા જોઈએ. માસ્ક વગર ઘરની બહાર ન નીકળવું જોઈએ. ભારત દેશમાં પોલ્યુશનનું પ્રમાણ બહુજ છે. જેથી ઘરમાં પણ જો માસ્ક પહેરી રાખવામાં આવે તો તે આરોગ્ય માટે હિતકારી છે. વખતોવખત હાથ ધોવા, કોઈની સાથે હાથ ન મિલાવવા, સોસીયલ ડીસ્ટન્ટ જાળવવું, ખોરાકમાં બહારના ખોરાકો ટાળવામાં આવે, સાત્વિક ખોરાકો લેવામાં આવે તે જરૂરી છે.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles