Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

દર્શના એનીમલ હેલ્પલાઈનની અપીલ

$
0
0

ઉત્તરાયણના પવિત્ર તહેવાર નિમિત્તે

દર્શના એનીમલ હેલ્પલાઈનની અપીલ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ઉત્તરાયણના પવિત્ર તહેવાર નિમિત્તે દર્શના એનીમલ વેલફેર દ્વારા જીવદયાપ્રેમી અને ધર્મપ્રેમી જનતાને જણાવ્યુ છેકે, દાતાઓના સહકારથી વિસનગરની દર્શના એનીમલ વેલફેર દ્વારા ૩૬૫ દિવસ દિવસ-રાત જીવદયાનુ કાર્ય કરવામાં આવે છે. જેમાં ગાય, કૂતરા, વાંદરા, બિલાડી, સસલા, કબુતર તથા અન્ય પક્ષીઓ બીમારીથી રીબાતા હોય, વાહનની ટક્કરથી પીડાતા હોય તો આવા મુંગા પીડાતા રીબાતા પશુ પક્ષીઓની સારવાર માટે મેનેજીંગ ટ્રસ્ટીનો મો.નં.૯૯૦૯૨ ૮૪૪૪૯ ઉપર સંપર્ક કરવામાં આવશે તો ૨૪ કલાક માટે હેલ્પલાઈન સેવા મળશે. દર્શના એનિમલ વેલફેરની જગ્યા કાંસા ગામ પહેલા બસ સ્ટેશનની સામે, સ્કુલના પાછળના ભાગે કાર્યરત છે. જ્યાં ૩૬૫ દિવસ મુંગા પશુ પક્ષીઓની સારવાર કરવામાં આવે છે.
પતંગ રસીકોને આ સંસ્થા દ્વારા ખાસ વિનંતી કરવામાં આવી છેકે સવારે ૬-૦૦ થી ૯-૩૦ અને સાંજે ૫-૩૦ થી ૭-૦૦ કલાક સુધી પક્ષીઓને માળામાંથી નીકળવાનો અને પરત ફરવાનો સમય છે. ઉગતા દિવસે અને સમી સાંજના અંધારામાં પક્ષીઓ બારીક દોરી જોઈ નહી શકતા દોરીમાં ભરાય છે અને પાંખો કપાતા ઘાયલ થાય છે. આ સમય દરમ્યાન પતંગ નહી ચગાવવા વિનંતી કરવામાં આવી છે. સંસ્થા દ્વારા તા.૧૪-૧-૨૦૨૨ ઉત્તરાયણ તથા ૧૫-૧-૨૦૨૨ વાસી ઉત્તરાયણ એમ બે દિવસ માટે આઈ.ટી.આઈ. ચાર રસ્તા સોના કોમ્પલેક્ષ પાસે ઘાયલ પક્ષીઓ માટે સારવાર કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ છે. પતંગ દોરીથી કોઈ પક્ષી ઘાયલ થાય તો સારવાર કેમ્પમાં લાવવા વિનંતી કરવામાં આવી છે.
જીવદયા પ્રેમી અને ધર્મપ્રેમી દાતાઓના દાનથી મુંગા પશુ પક્ષીઓની સેવા પ્રવૃત્તિ ચાલતી હોવાથી ઉત્તરાયણના પવિત્ર તહેવાર નિમિત્તે દાન આપવા સંસ્થા દ્વારા વિનંતી કરવામાં આવી છે. સંસ્થા ૮૦ય્ નુ સર્ટીફીકેટ ધરાવતી હોવાથી સંસ્થામાં કરેલ દાનની રકમ આવક મર્યાદામાંથી મુક્ત છે. દાન આપવા માટે તેમજ બીમાર-ઘાયલ મુંગા પશુ પક્ષીઓ માટે મેનજીંગ ટ્રસ્ટી હસુમતીબેન એચ. મો.નં.૯૯૦૯૨ ૮૪૪૪૯, ટ્રસ્ટીઓ વિપુલભાઈ શાહ ૯૦૧૬૬ ૭૫૭૯૪, આકાશભાઈ ચાવડા ૭૬૨૩૮ ૦૧૫૦૦, રમેશભાઈ ધોબી ૯૮૨૫૪ ૨૪૪૩૬, મનુભાઈ પટેલ ૯૯૨૪૪ ૦૮૮૭૧, જશવંતકુમાર એસ.મોદી ૯૭૨૭ ૮૩૧૯૮૫, ભરતભાઈ દરબાર ૮૪૦૧૭ ૮૧૮૮૧, વજીરભાઈ મંડપવાળા ૯૮૨૫૦ ૫૪૪૮૩ તથા નિર્મલાબેન ૯૫૧૦૨ ૫૯૭૦૦ ઉપર સંપર્ક કરી શકાશે.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles