Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

જી.યુ.ડી.સી.ગટરલાઈન માટે પાલિકા ટીમના ગાંધીનગર ધામા

$
0
0

સુચના મુજબ તમામ ફેરફાર કર્યા બાદ યોજના હેન્ડ ઓવર કરાશે

જી.યુ.ડી.સી.ગટરલાઈન માટે પાલિકા ટીમના ગાંધીનગર ધામા

(પ્ર.ન્યુ. સ.)વિસનગર,રવિવાર
વિસનગરમાં જી.યુ.ડી.સી. દ્વારા નાખવામાં આવેલી ગટર યોજના કાર્યરત થાય તે માટે પાલિકાની ટીમે ગાંધીનગર ધામા નાખ્યા છે. ગટર યોજના ચાલુ થાય તે માટે દશ સભ્યોનુ ડેલીગેશન કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલને મળીને મ્યુનિસિપલ કમિશ્નર તથા જી.યુ.ડી.સી.ના એમ.ડી.રાજકુમાર બેનીવાલને મળ્યુ હતુ. જેમાં સુધારા પ્રોજેક્ટ તૈયાર કરી ગટરલાઈન કાર્યરત થયા બાદ યોજના હેન્ડ ઓવર કરવા માટેની ચર્ચા કરવામાં આવી હતી.
વિસનગરમાં રૂા.૨૫ કરોડના ખર્ચે નાખવામાં આવેલી જી.યુ.ડી.સી.ની ગટરલાઈન છેલ્લા ૧૦ વર્ષથી ધુળ ખાઈ રહી છે. ગટરની પાઈપલાઈનો નાખવામાં આવ્યા બાદ કનેક્શનો જોઈન્ટ કરવામાં આવતા ગટરો ઉભરાવાની સમસ્યા ઘણા સમયથી વકરી છે. જેમાં વોર્ડ નં.૬ ની હાલત બદ્દતર બની છે. વર્ષ-૨૦૨૧ માં પાલિકામાં નવુ બોર્ડ બન્યુ ત્યારથી વોર્ડ નં.૬ ના સભ્ય મનીષભાઈ બારોટ દ્વારા ગટરલાઈન બાબતે ધારાસભ્ય ઋષિભાઈ પટેલને અનેક વખત રજુઆત કરી હતી. કેનીબેટ મંત્રી બન્યા બાદ પણ જી.યુ.ડી.સી.ની યોજના શરૂ કરવા વારંવાર માગણી કરવામાં આવી હતી. પ્રમુખ વર્ષાબેન પટેલ દ્વારા પણ જી.યુ.ડી.સી. ગટરલાઈન બાબતે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ તથા શહેરી વિકાસ કમિશ્નર રાજકુમાર બેનીવાલની અનેક વખત મુલાકાત લીધી હતી. જેનુ કોઈ પરિણામ મળ્યુ નથી. પરંતુ સંગઠન હોય ત્યા શક્તિ મળતી હોય છે. તા.૨૮-૧-૨૦૨૨ ના રોજ પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ, ચીફ ઓફીસર અશ્વીનભાઈ પાઠક, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન આશાબેન પટેલ, પક્ષના નેતા અમાજી ઠાકોર, દંડક મેહુલભાઈ પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ બારોટ, ભુગર્ભ ગટર યોજનાના ચેરમેન કિરીટભાઈ પરમાર, સ્વચ્છતાના ચેરમેન રંજનબેન પરમાર તથા શહેર ભાજપ સંગઠનના મહામંત્રી રણછોડભાઈ દેસાઈ આર.ડી. એમ ૧૨ સભ્યોનુ પ્રતિનિધિ મંડળે જી.યુ.ડી.સી. ગટરલાઈન યોજનાનો કાયમી નિકાલ લાવવા ગાંધીનગર ધામા નાખ્યા હતા. જેઓ પ્રથમ ગાંધીનગરમાં કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલને મળ્યા હતા. જ્યાં ચર્ચા વિચારણાના અંતે મ્યુનિસિપલ કમિશ્નર તેમજ જી.યુ.ડી.સી.ના એમ.ડી.રાજકુમાર બેનીવાલને આ પ્રતિનિધિ મંડળ મળીને અસરકારક રજુઆત કરી હતી.
રાજકુમાર બેનીવાલ પ્રોબેશન પીરીયડમાં વિસનગર પ્રાન્ત ઓફીસર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. જેઓ વિસનગરથી સારી રીતે પરિચીત છે. ત્યારે ગટરલાઈન માટે આવેલ વિસનગર પાલિકાના પ્રતિનિધિ મંડળ સાથે વિગતે ચર્ચા કરી હતી. પાલિકાના આ પ્રતિનિધિ મંડળ દ્વારા ગટરલાઈન નાખવામાં આવી ત્યારથી હજુ સુધી ચાલુ થઈ નથી. ખોટી રીતે આપેલા કનેક્શનો, ગટરલાઈનનુ અધુરૂ કામ, કનેક્શનો જોઈન્ટ કરવાથી ઉભરાતી ગટરો, કચરાથી ભરાયેલી કુંડીઓ વિગેરે બાબતથી વાકેફ કરવામાં આવ્યા હતા. ગટરલાઈન શરૂ કરાઈ નથી ત્યારે પાલિકા હેન્ડ ઓવર કરે તે માટે અધિકારીઓ દ્વારા ખોટુ પ્રેશર કરાતુ હોવાની પણ ચર્ચા થઈ હતી.
પાલિકાના પ્રતિનિધિ મંડળ સાથેની મ્યુનિસિપલ કમિશ્નરની વિગતે ચર્ચા બાદ સુધારા પ્રોજેક્ટ તૈયાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં જી.યુ.ડી.સી.ના એન્જીનીયર, કન્સલ્ટન્ટ સાથે રાખી ગટરલાઈન શરૂ કરવા કઈ કામગીરી કરવાની છે અને કયા ફેરફાર કરવાના થાય છે તેનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવશે. આ સુધારા પ્રોજેક્ટ માટે જી.યુ.ડી.સી. દ્વારા બજેટ પણ ફળવાશે. જી.યુ.ડી.સી.ગટરલાઈન કાર્યરત કરી આપે ત્યારબાદ ગટરલાઈનની આ યોજના પાલિકા હેન્ડ ઓવર કરશે.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles