પ્રમુખનો ચાર્જ સંભાળ્યો તે દિવસે બીલ રજુ થયુ અને અઠવાડીયામાં ચુકવાયુ
પાઈપલાઈનનો વિવાદ સભ્યોને ફસાવવાનુ ષડયંત્ર-પ્રમુખ શકુન્તલાબેન
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર હિરો હોન્ડા શો રૂમ પાસે સીસી રોડની જગ્યાએ વરસાદી પાણીની લાઈન નાખવાના વિવાદમાં પાલિકા પ્રમુખ અને સભ્યો ફસાતા પ્રમુખ શકુન્તલાબેન પટેલે જણાવ્યુ છેકે, કોંગ્રેસ અને વિકાસમંચના સભ્યોને ફસાવવાનુ એક ષડયંત્ર રચાયુ છે. પ્રમુખનો ચાર્જ સંભાળ્યો તે દિવસે બીલ રજુ થયુ અને પાલિકાનો વહિવટ સમજમાં આવે તે પહેલા અઠવાડીયામાં બીલનો ચેક લખાયો હતો. પાઈપલાઈનનુ કામ થયુ છે અને બીલ મંજુર થયુ છે. જેમાં કોઈ ગેરરીતી કે ભ્રષ્ટાચાર થયો નથી.
વિસનગર પાલિકા દ્વારા હિરો હોન્ડા શો રૂમ પાસે નેળીયામાં સીસી રોડ બનાવવા વર્કઓર્ડર આપવામાં આવ્યો હતો. ત્યારે એક સભ્યની રજુઆતથી વરસાદી પાણીના નિકાલની પાઈપલાઈન નાખવામાં આવી હતી. ટેન્ડરમાં ફેરફાર કરી કામ થતા આ વિવાદમાં પ્રમુખ સહિતના ૧૭ સભ્યો ફસાયા છે. જે વિવાદમાં પાલિકા પ્રમુખ શકુન્તલાબેન પટેલે જણાવ્યુ છેકે, મેં તા.૨૩-૪-૨૦૧૭ ના રોજ પ્રમુખનો ચાર્જ સંભાળ્યો હતો. પ્રમુખનો ચાર્જ સંભાળ્યો તે પહેલા પાઈપલાઈનનુ કામ થઈ ગયુ હતુ અને માટી કામ ચાલતુ હતુ. જે રનીંગ કામગીરી ચાલતી હતી. પ્રમુખનો હોદ્દો સંભાળ્યો એ પહેલા બીલ મંજુરી માટે તા.૨૦-૪-૧૭ ના રોજ એમ.બી. લખાઈ હતી. પ્રમુખનો ચાર્જ સંભાળ્યો એ દિવસે તા.૨૩-૪-૧૭ ના રોજ બીલ રજુ થયુ હતું અને પ્રમુખના હોદ્દા ઉપર બેસી પાલિકાનો વહિવટ સમજીએ ત્યાં સુધીમાં અઠવાડીયામાં તા.૩૦-૪-૧૭ ના રોજ રજુ થયેલ બીલના પેમેન્ટ માટે ચેક લખાયો હતો. મારા પ્રમુખકાળમાં ફક્ત માટીકામ થયું હતુ. તે પહેલા પાઈપલાઈન નાખવાની તમામ કામગીરી થઈ ચુકી હતી.
પાઈપલાઈન નાખવાનો વિવાદ ઉભો કરવા પાછળ પ્રમુખ શકુન્તલાબેન પટેલે જણાવ્યુ છેકે વિસનગર પાલિકામાં જ્યારથી કોંગ્રેસ અને વિકાસમંચનુ ગઠબંધન સત્તા સંભાળી રહ્યુ છે ત્યારથી ગઠબંધનના સભ્યો કોઈ વિવાદમાં ફસાય તેનુ ષડયંત્ર રચાઈ રહ્યુ હતુ. ગઠબંધનના સભ્યો વિવાદમાં ફસાયા એ એક ષડયંત્રનો ભાગ છે. સીસી રોડની જગ્યાએ પાઈપલાઈનનુ કામ શરૂ થયુ ત્યારે આ કામગીરીનો કોઈએ વિરોધ કર્યો નહોતો. કામ શરૂ થયુ તે વખતેજ વિરોધ કરવામાં આવ્યા હોત તો કામગીરી અટકાવી શકાઈ હોત. પરંતુ સીસી રોડની જગ્યાએ પાઈપલાઈનની કામગીરી થવા દીધી અને કોન્ટ્રાક્ટર ચેક અપાયો ત્યારબાદ વિવાદ ઉભો કરવામાં આવ્યો. તે ઉપરથી કહી શકાય કે આ વિવાદ સભ્યોને ફસાવવા માટે ષડયંત્ર સીવાય બીજુ કંઈક નથી. સીસી રોડની જગ્યાએ પાઈપલાઈનનુ કામ થયુ છે. તેમાં કોઈ ભ્રષ્ટાચાર કે ગેરરીતી થઈ નથી.
↧
પ્રમુખનો ચાર્જ સંભાળ્યો તે દિવસે બીલ રજુ થયુ અને અઠવાડીયામાં ચુકવાયુ પાઈપલાઈનનો વિવાદ સભ્યોને ફસાવવાનુ ષડયંત્ર-પ્રમુખ શકુન્તલાબેન
↧