Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

લાઈટવેરો વધાર્યો પરંતુ સુવિધા આપવામાં ઝીરો-પૂર્વ પ્રમુખ ભરતભાઈ ત્રણ ફરીયાદ છતાં સ્ટ્રીટ લાઈટ રીપેર થતી નથી

$
0
0

લાઈટવેરો વધાર્યો પરંતુ સુવિધા આપવામાં ઝીરો-પૂર્વ પ્રમુખ ભરતભાઈ
ત્રણ ફરીયાદ છતાં સ્ટ્રીટ લાઈટ રીપેર થતી નથી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકા સરકારના વિવિધ પરિપત્રના બહાને વેરા ઉઘરાવવામાં પાવરધુ છે. પરંતુ સુવિધા આપવામાં ઝીરો છે તેમ જણાવી ભાજપના પૂર્વ પ્રમુખ ભરતભાઈ પટેલે રોષ ઠાલવ્યો છેકે પાવરહાઉસમાં ત્રણ ત્રણ કમ્પલેન કરવા છતાં સ્ટ્રીટલાઈટો રીપેર થતી નથી. ગઠબંધનના શાસનમાં પાલિકાનો વહિવટ ખાડે ગયો છે. ગેરવહિવટ અને ભ્રષ્ટાચાર કરવાનો સમય છે પરંતુ લોકોની ફરિયાદો તથા મુશ્કેલીઓ સાંભળવાનો તથા તેનો નિકાલ કરવાનો સમય નથી.
વિસનગરમાં છબીલા હનુમાનજી મંદિરની પાછળ આવેલ રસ્તા ઉપર પાલિકાના પૂર્વ પ્રમુખ ભરતભાઈ પટેલના ખેતરના જાપા આગળ આવેલ સ્ટ્રીટલાઈટ છેલ્લા ઘણા સમયથી બંધ છે. જે સ્ટ્રીટલાઈટ રીપેર કરી ચાલુ કરવા ભરતભાઈ પટેલે તા.૫-૭-૨૦૧૮ ના રોજ પાવરહાઉસમાં કમ્પલેન નોંધાવી કમ્પલેન નંબર માગતા કમ્પલેન નંબર ૧૩૪ આપવામાં આવ્યો હતો. જે સ્ટ્રીટ લાઈટ રીપેર નહી થતા ફરીથી તા.૧૦-૭ ના રોજ કમ્પલેન લખાવી નંબર માગતા કમ્પલેન નંબર ૨૧૬ આપવામાં આવ્યો હતો.
બબ્બે કમ્પલેન લખાવવા છતા અને કમ્પલેન નંબર આપવા છતા સ્ટ્રીટલાઈટ રીપેર નહી થતા ભરતભાઈ પટેલે તા.૧૨-૭ ના રોજ પાવરહાઉસમાં ફોન કરતા ફરજ પરના કર્મચારીએ જણાવેલ કે તમારી કમ્પલેન સામે તો ટીક મારી છે. સ્ટ્રીટલાઈટ રીપેર કરી ચાલુ થઈ ગઈ છે. જ્યારે હકીકતમાં સ્ટ્રીટ લાઈટ ચાલુ થઈ નથી. જે બાબતે પૂર્વ પ્રમુખ ભરતભાઈ પટેલે રોષ ઠાલવ્યો છેકે પાલિકાનો આવો તો વહિવટ ક્યારેય જોયો નથી. ત્રણ ત્રણ કમ્પલેન કરવા છતા અને કમ્પલેન નંબર મેળવવા છતાં સ્ટ્રીટલાઈટો ચાલુ થતી નથી. પાલિકાએ આ વર્ષથીજ નવો સ્ટ્રીટલાઈટ વેરાનો અમલ કરી રહેણાંકમાં રૂા.૧૫૦ અને કોમર્શીયલમાં રૂા.૩૦૦ ઉઘરાવે છે. પરંતુ સુવિધા તો મળતી નથી. પાલિકા તંત્ર વેરા ઉઘરાવવામાં પાવરધુ છે પરંતુ સુવિધાઓ પુરી પાડવામાં ઝીરો છે. સ્ટ્રીટલાઈટ રીપેરીંગ નહી થવા છતાં કમ્પલેન બુકમાં કમ્પલેન સામે ટીક મારવામાં આવતા આ બાબતે પૂર્વ પ્રમુખે શંકા વ્યક્ત કરી છેકે કમ્પલેન સોલ્વ નહી થવા છતા તેની સામે ટીક માર્ક કરી ખોટા ખર્ચા ઉધારવાનુ કૌભાંડ તો નથી થતુ ને? પાલિકાના વહિવટમાં પૂર્વ પ્રમુખની આવી અવદશા છેતો વિચારો સામાન્ય વ્યક્તિઓનું તો શુ સંભળાતુ હશે?


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles