માય ન્યુ ઈન્ડિયા ટ્રસ્ટ,વિસનગર દ્રારા
હરિદ્વાર મુકામે ૨૧૫ અસ્થિઓનું વિસર્જન કરાયુ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
માય ન્યુ ઈન્ડિયા ટ્રસ્ટ વિસનગર દ્વારા તા.૨૨-૬-૨૦૧૮ના રોજ કુલ-૨૧૫ દિવંગત આત્માઓની અસ્થિઓનાં છેલ્લા દર્શન કરવા માટેની ૨૦મી શ્રધ્ધાંજલિ સહ પુષ્પાંજલિ સભા આદર્શ વિદ્યાલય વિસનગરના હોલમાં યોજાઈ ગઈ.આ સભાના મુખ્ય મહેમાન તરીકે માં અંબાજી ના પરમ ભક્ત અને દાંતા સ્ટેટના રાજવી પરિવારના મહારાજ સાહેબ પરમવિરસિંહજી હાજર રહ્યા હતાં.અન્ય મહેમાનોમાં મગરોડા ગામના ખુમજીભાઈ ચૌધરી,ઓ.એન.જી.સી.,મહેસાણાના પુર્વ ક્લાસ-૧ ઓફિસર અશોકભાઈ એ.વૈદ્ય,રામકૃષ્ણ મિશન કેન્દ્ર,વિજાપુરના સુરેશભાઈ એ.જાદવ,દિવ્યાંગ ફ્રેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ,મહેસાણાના પ્રમુખ જીતેન્દ્રભાઈ ચૌધરી વગેરેએ હાજર રહી દિવંગત આત્માઓની અસ્થિઓને દિપાંજલિ-પુષ્પાંજલિ સહ શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.સભાના પ્રારંભે માય ન્યુ ઈન્ડિયા ટ્રસ્ટના પ્રમુખ કમલેશભાઈ એ.વૈદ્યે મહેમાનોની શાબ્દિક પરિચય આપી પુષ્પગુચ્છથી આવકારી સંસ્થાનો પરિચય આપ્યો.ગાયત્રી પ્રજ્ઞાપીઠ-વિસનગરના જયેશભાઈ કંસારાએ શાસ્ત્રોકતવિધિથી પુજન-અર્ચન,ગીતાજીના પંદર અધ્યાય, ગાયત્રી મત્રોચાર, મહામૃત્યુંજ્યના મંત્રોચાર અને શાંતિ પાઠનું સામુહિક પઠન કરાવ્યું હતું. આ સભામાં દાંતા સ્ટેટના રાજવી પરિવારના માન.પરમવિરસિંહજીએ સંસ્થાના અનેકવિધ સેવા પ્રકલ્પોને બિરદાવી જણાવ્યું કે હરિદ્રાર મુકામે નિઃશુલ્ક અસ્થિ વિસર્જનનું પુનિત કાર્ય કરતી માય ન્યુ ઈન્ડિયા ટ્રસ્ટના સંચાલક અને તેમની સમગ્ર ટીમ ખરેખર પોતાનું સુંદર યોગદાન આપી રહી છે. તે પ્રસંશનીય છે. દિવંગત સભાનું સફળ સંચાલન વિશિષ્ટ શિક્ષક કાદરભાઈ મનસુરી દ્રારા કરવામાં આવ્યું
તા.૨૩-૬-૨૦૧૮ના રોજ બેન્ડબાજા સાથે ભક્તિમય વાતાવરણમાં નિકળેલી કુલ-૨૧૫ દિવંગતોના અસ્થિઓની અંતિમ નગરયાત્રા દ્રારા દિવંગતોની અસ્થિઓને વિદાય આપી હતી. તા.૨૪-૬-૨૦૧૮ના રોજ હરિદ્રાર મુકામે સંસ્થાની ટીમ દ્રારા માં ગંગાજીની ગોદમાં હરકીપોડી ખાતે દિવંગતી અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું.
↧
માય ન્યુ ઈન્ડિયા ટ્રસ્ટ,વિસનગર દ્રારા હરિદ્વાર મુકામે ૨૧૫ અસ્થિઓનું વિસર્જન કરાયુ
↧