અંધેરી નગરી અને ગંડુરાજા જેવો વેરો વધારો
ખેરાલુ પાલિકામાં ગટરવેરાના જાહેરનામાનો વિવાદ
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ, રવિવાર
ખેરાલુ પાલિકા દ્વારા ૩૦-૮-ર૦૧૮ના રોજ ગટરવેરાનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યુ છે. આ જાહેરનામા બાબતે પાલિકાના સભ્યોમાંજ એક સુત્રતા હોય તેવુ જણાતુ નહોતું. ખેરાલુ શહેરના લોકો પણ ગટરવેરા બાબતે હોબાળા કરતા જોવા મળ્યા હતા. કેટલાંક લોકોએ ગટરવેરા બાબતે વાંધા અરજીઓ આપતા પણ જોવા મળ્યા હતા. ખેરાલુ પાલિકાએ ઠરાવનં-૪ર તા.ર૦-૭-ર૦૧૮થી ઠરાવ કરી ર૦૧૮/૧૯ના વર્ષ માટે ગટરવેરાના નિયમો દાખલ કરવા જાહેરાનામું પ્રસિધ્ધ કરવામા આવ્યુ હતુ. જાહેરનામુ પ્રસિધ્ધ થયા પછી ૩૦ દિવસમાં એટલે કે ર૯-૯-ર૦૧૮ પહેલા વાંધા અરજી પાલિકામાં પહોચાડવા જણાવ્યુ છે. તે પછી મુદત વિત્યા બાદ આવેલ જાહેરનામા ગ્રાહ્ય રાખવામાં આવશે નહી જેની તમામ મિલ્કત ધારકોએ નોંધ લેવા જણાવ્યુ છે.
નવિન ગટરવેરાના સુચિતદર જોઈએ તો ખુબ જ વધારે છે. બીજી પાલિકાઓમાં કેટલા ગટરવેરા છે તે બાબતે પાલિકાએ તપાસ કરી હોય તેમ લાગતુ નથી. ખેરાલુ ‘જી’ વર્ગની નગરપાલિકાછ ે જેથી બીજી ‘જી’ વર્ગની નગરપાલિકાઓએ કેટલા વેરા રાખ્યા છે તે બાબતે પાલિકા તંત્રકે પાલિકા સભ્યોમાં કોઈ જાણતુ નથી. સ્વચ્છતાના ચેરમેન ગાયત્રીબેન જગદીશભાઈ ઠક્કરની આ જવાબદારી છે પણ તેમણે પણ કોઈ ધ્યાન રાખ્યુ હોય તેમ લાગતુ નથી (૧) નવિન ગટર રહેણાંક કનેકશનનો વાર્ષિક વેરો-૩૦૦/- રૂપિયા લાગશે.(ર) નવિન ગટર કનેકશનો કોમર્શિયલ વપરાશ માટે વાર્ષિકવેરો ૧ર૦૦/-રૂા. લાગશે. (૩) ગટરલાઈનના કનેકશન માટે કનેકશન ફી રહેણાંક માટે પ૦૦/- રૂા. થશે. (૪) ગટરલાઈનના કનેકશન માટે કનેકશન ફી કોમર્શિયલ માટે પ૦૦૦/- રૂા. લાગશે. કોઈએ ગેરકાયદેસર ડ્રેનેજ કનેકશન લીધુ હોય તો તે કનેકશન રેગ્યુલર કરવા માટે થતી ફી ડબલ વસુલવાની રહેશે.
ઉપરોક્ત નિયમોમાં કનેકશન જોઈન્ટ કરવા માટેનો રહેણાંકનો ૧ર૦૦/- રૂા. અને કોમર્શિયલનો પ૦૦૦/- રૂપિયાએ ખુબજ વધુ કહેવાય કારણ કે પાલિકાએ કોઈ મટીરીયલ્સ આપવાનું હોતુ નથી. માત્ર લોકોના ઘર કે દુકાનમાં કનેકશન આપવા માટે આટલા બધા રૂપિયા કનેક્શન ચાર્જ વ્યાજબી ન કહેવાય. ગટરલાઈનના કનેકશનના નિયમો બની ગયા પછી મંજુરી અર્થે રાજ્ય સરકારમાં મોકલવાના હોય છે. એક વખત ગટરલાઈનનો વેરો અને કનેકશન ફી રાજ્ય સરકાર મંજુર કરી દેશે તે પછી ઘટાડી શકાતો નથી. અગાઉ એરીયાબેઝ આકારણીમાં વડનગર પાલિકાએ ઓછામાં આછો વેરો સ્વીકાર્યો હતો જયારે ખેરાલુ પાલિકાના તઘલખી સભ્યોએ મહત્તમ એટલે કે વધુમાં વધુ વેરો સ્વીકારતા ભારે હોબાળો થયો હતો. દર બે વર્ષે પાલિકા ૧૦%વેરો વધારો કરે છે ત્યારે મહત્તમ વેરો પ૦ વર્ષે લોકો ભરી ન શકે તેટલો થશે જેથી ગટરવેરામાં ઓછામાં ઓછો વેરો રાખવામાં આવે અને કનેકશન ચાર્જ નજીવો રાખવામાં પાલિકા ભુલ કરશે તો લોકોના માથે વેરાનું ભારણ વધી જશે.
પાલિકાતંત્ર દ્વારા આ બાબતે પુછતા જણાવ્યુ હતુ કે જે લોકો ગટર લાઈનમાં કનેકશન લેશે તેની મિલ્કત ઉપર વેરો લાગશે તેવુ મૌખિક જણાવે છે પરંતુ જાહેરનામાં આ બાબતનો કોઈ ઉલ્લેખ નથી જેથી પાલિકા તંત્ર અને પાલિકા સભ્યો લોકોને ઉલ્લુ બનાવતા હોય તેવુ લાગે છે. જાહેરનામામા આ બાબતની સ્પષ્ટ વિગત લખવી જોઈએ જે પાલિકા તંત્રએ ઈરાદાપુર્વક લખી નથી. કોઈ મિલ્કત ધારકે ગટરલાઈનનુ કનેકશન લીધુ હોય કે નહોય તો પણ હાલ ગટર વેરો ભરવા મજબુર કરાય છે. તે રીતે હવે પછી થશે તો તેની જવાબદારી કોની? વાંધા અરજી આપવી તે સારી બાબત છે પણ જાગૃત નાગરિક તરીકે પાલિકાના અસહ્ય ગટરવેરાના વધારા બાબતે લડત ચલાવવા એક કમિટી બનાવવી જોઈએ નગર વિકાસ સંગઠનનો આ બાબતે સાથ આપવો જોઈએ નહી તો લોકોને ફરજીયાત વેરા ભરવા મજબુર થવુ પડશે. એરીયાબેઝ આકારણીમાં પાલિકાના તઘલખી સભ્યો દ્વારા જે નિર્ણય લેવાયો તેનો ભોગ આખુ શહેર બન્યુ છે. ત્યારે ગટરવેરા બાબતે હાલના સભ્યો તઘલખ સાબિત થાય છે કે પછી શહેરના સભ્યો મદદરૂપ સાબિત થાય છે તેતો સમય જ બતાવશે અને છેલ્લે પાલિકાના ઈત્તરકોમના લોકો વધુમાં વધુ વેરા ભરે છે. ચૌધરી સમાજના લોકો ઓછામાં ઓછા વેરા ભરે છે કારણ કે તે લોકો સિમ વિસ્તારમાં રહે છે જેમને વેરો લાગુ પડતો નથી જેથી ગટરવેરા બાબતે ભોગવવાનું તો ઈત્તરકોમના લોકોને વધુ આવશે પણ..?