Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

પોલીસે બ્રીથ એનેલાઈઝરથી નશાખોર વાહન ચાલકો ઝડપ્યા

$
0
0

વિસનગર પી.આઈ.વી.પી.પટેલના માર્ગદર્શનમાં
પોલીસે બ્રીથ એનેલાઈઝરથી નશાખોર વાહન ચાલકો ઝડપ્યા

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ભાદરવી પુનમે યાત્રાધામ અંબાજી ખાતે દર્શનાર્થે જતા પદયાત્રીઓ દારૂના નશામાં ધૂત બનીને બેફામ વાહન હંકારતા વાહન ચાલકોના ભોગ બને છે ત્યારે આવા અકસ્માતો અટકાવવા માટે મહેસાણા જીલ્લા પોલીસવડાની સુચનાથી વિસનગર શહેર પી.આઈના માર્ગદર્શન હેઠળ પોલીસે શહેરના કડા ત્રણ રસ્તાથી પાલડી ત્રણ રસ્તા સુધી બ્રીથ એનેલાઈઝરથી વાહનચાલકોની તપાસ કરી દારૂના નશામાં વાહન હંકારતા વાહન ચાલકોને પકડી તેમની વિરૂધ્ધ કાર્યવાહી કરી હતી.
ભાદરવી પુનમે અંબાજી ખાતે દર્શનાર્થે જતા પદયાત્રીઓનો ભારે ઘસારો રહે છે. આ દરમિયાન રોડ ઉપર બેફામ બનીને વાહન હંકારતા વાહનચાલકોની નિર્દોષ પદયાત્રીઓ મોતના મુખમાં ઘકેલાય છે. જેમા કેટલાક વાહન ચાલકો દારૂના નશામાં ધુત બનીને બેફામ વાહન હંકારતા હોય છે. ત્યારે દારૂના નશામાં ધુત બનીને બેફામ વાહનો હંકારતા વાહન ચાલકોને સબક શિખવાડવા માટે જીલ્લા પોલીસ વડા નિલેશ જાંજરીયાએ તમામ પોલીસ સ્ટેશનોના પી.આઈ.તથા, પી.એસ.આઈને બ્રીથ એનેલાઈઝરથી વાહન ચાલકની તપાસ કરવા સુચના આપી હતી. જેમાં વિસનગર શહેર પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.પી. પટેલના માર્ગદર્શન હેઠળ ગત બુધવારે રાત્રે ૮ થી ૧૧ કલાક સુધી કડા ત્રણ રસ્તાથી પાલડી ત્રણ રસ્તા સુધીના હાઈવે ઉપર પોલીસે બ્રીથ એનેલાઈઝરથી વાહન ચાલકની તપાસ કરી પ્રોહીબિશનની કામગીરી હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન પોલીસે અંબાજી તથા આબુ રોડ તરફથી આવતી સરકારી બસો, ડમ્પરો, ટ્રકો સહિતના અન્ય વાહનોના ચાલકને બ્રીથ એનેલાઈઝરથી તપાસવામાં આવ્યા હતા. વાહન ચાલકની તપાસ બાદ બ્રીથ એનેલાઈઝરની માઉથ કેપ બદલી નાખવામાં આવતી હતી. બસના મુસાફરો તથા નિર્વ્યસની વાહનચાલકો પોલીસની આવી પ્રજાલક્ષી કામગીરી બિરદાવી રહ્યા હતા. બ્રીથ એનેલાઈઝરની તપાસમાં કેટલાક વાહન ચાલકો દારૂના નશામાં ઝડપાયા હતા. જેમના વાહનો ડીટેઈન કરી પોલીસે વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેમાં પી.આઈ. વી.પી.પટેલ, તાલુકા પી.આઈ. ડી.એસ. પુનડીયા, પી.એસ.આઈ. એસ.એચ.ભુવા, પી.એેસ. આઈ.બોરેચા તથા પી.એસ.આઈ. બી.એન. ભુંગોળ, હેડ કોન્સ્ટેબલ વી.ડી. વણઝારા, પો.કો.ધરમસિંહ દેસાઈ, પો.કો.વિષ્ણજી તથા ભુપતજી સહિતના પોલીસ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. જોકે બ્રીથ એનેલાઈઝરથી વાહન ચાલકોને તપાસવાની કામગીરી અવાર-નવાર ચાલુ રહેશે તેવુ પી.આઈ.વી.પી.પટેલે જણાવ્યુ હતુ.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles