બ્રહ્મભટ્ટ યુવા નવનિર્માણ સેના આયોજીત
વિસનગર બ્રહ્મભટ્ટ એક્તા યાત્રાનુ સ્વાગત કરાયુ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
જુદી જુદી પેટા જ્ઞાતિમા વહેચાયેલા બ્રહ્મભટ્ટ, બારોટ સમાજ નિકટ આવે અને એક્તા સધાય તે માટે બ્રહ્મભટ્ટ યુવા નવનિર્માણ એક્તા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. વિસનગરમાં આ એક્તા યાત્રાનું આગમન થતાં વિસનગરના બ્રહ્મભટ્ટ ભાઈઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. યુવા નવનિર્માણ સેનાના વિસનગર તાલુકા અને શહેરના કન્વીનરો દ્વારા વિસનગરમાં રહેતા સમાજના ભાઈઓ વચ્ચે એક્તા વધે તેવું સરાહનીય આયોજન કરવામાં આવ્યુ હતું.
ગુજરાત , રાજસ્થાન, બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર જેવા દેશના વિવિધ રાજ્યોમાં બ્રહ્મભટ્ટ -બારોટ સમાજના લોકો વિવિધ જ્ઞાતિના નામે સ્થાઈ થયા છે. દેશમાં બ્રહ્મભટ્ટ -બારોટ સમાજનો બહુ મોટો સમુદાય છે. પરંતુ અત્યાર સુધી જુદી જુદી જ્ઞાતિમા વહેચાયેલા આ સમુદાયને એક કરવાનું કાર્ય થયુ નથી દેશ ઉપરાંત વિદેશોમાં પણ આ સમાજના લોકોની મોટી સંખ્યા છે. ત્યારે દેશના વિવિધ રાજ્યો અને વિદેશોમાં વસ્તો આ સમાજ એક તાતણે બંધાય તે માટે સમાજના અમેરીકામાં રહેતા એન.આર.આઈ.મિહિર બ્રહ્મભટ્ટે સમાજને એક કરવાનુ બીડુ ઝડપ્યું છે. જેઓ બ્રહ્મભટ્ટ યુવા નવનિર્માણ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. સમાજ એક્તા માટે જાગૃતિ આવે તે માટે યુવા નવનિર્માણ સેવા દ્વારા બ્રહ્મભટ્ટ- બારોટ સમુદાયની શહેર અને ગામડાઓમાં એક્તા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે એક્તા યાત્રાને અભુતપુર્વ આવકાર મળી રહ્યો છે.
નવનિર્માણ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મિહિરભાઈ બ્રહ્મભટ્ટ સાથે ગુજરાત અધ્યક્ષ નિતલ બારોટ, એક્તા યાત્રાના અધ્યક્ષ- જશવંતસિંહ એ. બ્રહ્મભટ્ટ, રાજ્ય સંગઠન મંત્રી મહેન્દ્રભાઈ બી.બારોટ એડવોકેટ એન્ડ નોટરી મહેસાણા યાત્રા સંકલન સમિતિના અધ્યક્ષ ભરતભાઈ એચ.બારોટ, યાત્રા કન્વીનર ભરતભાઈ બી.બારોટ, મહેસાણા જીલ્લા કન્વીનર જગદીશભાઈ બારોટ, ગુજરાત કો-ઓર્ડીનેટર અજયભાઈ હર્ષદભાઈ બ્રહ્મભટ્ટ ખેરાલુ વિગેરે આગેવાનો અને યુવાનો તા.૧૯-૯-૨૦૧૮ના રોજ એક્તા યાત્રા સાથે વિસનગરમાં આવ્યા હતા.કડા દરવાજા રામાપીર મંદિરમાં એક્તા યાત્રાનું સ્વાગત અને મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા ઉગમણા બારોટવાસના ભોગીલાલ શીવલાલ બારોટ , કાળકા હોટલ ચીનુભાઈ જીવણલાલ બારોટ, રાજ સાઉન્ડ કનૈયાલાલ પુંજીરામ બારોટ, નિવૃત નાજર ચંદુભાઈ લક્ષ્મણલાલ બારોટ સ્ટેમ્પ વેન્ડર વસંતકુમાર શંકરલાલ બારોટ જમીન દલાલ સતીષકુમાર વિષ્ણુભાઈ બારોટ હોટલવાળા જનકકુમાર ચીનુભાઈ બારોટ ભાજપ અગ્રણી વિગેરે વડીલો, યુવાનો ગુંદીખાડ આથમણા બારોટવાસના બાલમુકુન્દ જી. બ્રહ્મભટ્ટ તંત્રી-પ્રચાર, વિષ્ણુભાઈ પ્રવિણચંદ્ર બારોટ ગુરુકૃપા ટ્રાન્સપોર્ટ, જ્યોતિન્દ્રભાઈ નવીનભાઈ બારોટ રાધીકા સેલ્સ, અક્ષયકુમાર ધીરજલાલ બારોટ ગેટોન-ગાંધીનગર, નેહલકુમાર વિષ્ણુભાઈ બારોટ એડવોકેટ, ભરતકુમાર મફતલાલ બારોટ, રાહુલભાઈ વાસુદેવભાઈ બારોટ વિગેરે વડીલો અને યુવાનો વિસનગરને કર્મભુમી બનાવનાર બાબુભાઈ બારોટ ચાંગોદ સદા હોટલ, મનોજભાઈ રાવજી વેડા સુઝુકી શો-રૂમ, ભોગીલાલ બારોટ ભાટવાસ, પ્રકાશકુમાર બારોટ ખેરાલુ એડવોકેટ, દયારામભાઈ બારોટ જાસ્કા, પુનિતભાઈ જે. બારોટ એડવોકેટ વિગેરે મોટી સંખ્યામાં હાજરી આપી હતી. એક્તા યાત્રામાં પધારેલા યુવાનો અને વડીલોનું સ્વાગત તથા સન્માન કરાયું હતું. ચા-પાણીની અને બટાકા પૌઆના હળવા નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
તા. ૨૬-૯-૨૦૧૮ના રોજ ખેરાલુમાં એક્તા યાત્રા રાત્રી રોકાણ કરશે
બ્રહ્મભટ્ટ યુવા નવનિર્માણ સેનાના વિસનગર તાલુકા કન્વીનર હાર્દિકકુમાર એ.બારોટ એડવોકેટ, શ્યામકુમાર વિષ્ણુભાઈ બારોટ ગુરૂકૃપા ટ્રાન્સપોર્ટ તથા શહેર કન્વીનર પ્રતિકકુમાર ભોગીલાલ બારોટ એડવોકેટ દ્વારા સમાજની એક્તા જળવાય તેવું સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિષ્ણુભાઈ બારોટ ગુરુકૃપા ટ્રાન્સપોર્ટનું માર્ગદર્શન મળી રહ્યુ હતું. જ્યારે કાર્યક્રમનું સંચાલન ભોગીલાલ બારોટ ભાટવાસ દ્વારા કરવામાં આવ્યું હતું.
↧
બ્રહ્મભટ્ટ યુવા નવનિર્માણ સેના આયોજીત વિસનગર બ્રહ્મભટ્ટ એક્તા યાત્રાનુ સ્વાગત કરાયુ
↧