Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

વિસનગર કરિયાણા એસો.ના ૧૩૨ સભ્યો કુલુ-મનાલીથી સુરક્ષિત પરત ફર્યા વડાપ્રધાન આપણા હોવાનો ફાયદો થયો છે-ઋષિભાઈ પટેલ

$
0
0

વિસનગર કરિયાણા એસો.ના ૧૩૨ સભ્યો કુલુ-મનાલીથી સુરક્ષિત પરત ફર્યા
વડાપ્રધાન આપણા હોવાનો ફાયદો થયો છે-ઋષિભાઈ પટેલ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરના કરિયાણા એસોસીએશનના વેપારીઓ પોતાના પરિવાર સાથે કુલુ-મનાલીના પ્રવાસે ફરવા ગયા હતા. જ્યાં મનાલીમાં આવેલા ભારે વરસાદના લીધે બિયાસ નદીમાં પુર આવતા રસ્તો બંધ થઈ જતા ૧૩૨ પ્રવાસીઓ મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા. આ દરમિયાન વેપારી આગેવાનોએ વિસનગર ધારાસભ્ય ઋષિભાઈ પટેલ તથા વડનગરના સોમાભાઈ મોદીનો સંપર્ક કરી મદદ માગતા તેમના પ્રયત્નોથી હિમાચલ સરકારે તમામ પ્રવાસીઓને મોતના મુખમાંથી બહાર કાઢ્યા હતા. ત્યારે પરત ફરેલા એસોસીએશનના વેપારી આગેવાનોએ ધારાસભ્ય ઋષિભાઈ તથા વડનગરના સોમાભાઈ મોદી તથા ઉમતાના પૂર્વ સરપંચ અંકિતભાઈ પટેલની મુલાકાત લઈ તમામ પરિવારોનો જીવ બચાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
વિસનગરના કરિયાણા એસોસીએશનના વેપારીઓ તા.૨૦-૯ ના રોજ બે લક્ઝરી લઈને હિમાચલ પ્રદેશના કુલુ-મનાલીના પ્રવાસે ફરવા ગયા હતા. જ્યા મનાલીમાં તા.૨૨-૯ ના રોજ પહોચ્યા બાદ ભારે વરસાદના લીધે બિયાસ નદીમાં પુર આવતા મનાલીમાંથી નિકળવાના તમામ રસ્તા બંધ થઈ ગયા હતા. ભારે વરસાદના લીધે રસ્તા ઉપર બરફની ભેખડો પડતી હતી. વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો. પ્રવાસીઓને હોટલના પેકેજ પ્રમાણે રહેવાની કે જમવાની કોઈ સુવિધા નહી મળતા ૧૩૨ પ્રવાસી પરિવારો ભગવાન ભરોસે થઈ ગયા હતા. તમામ પરિવારો મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા. આ દરમિયાન વેપારી આગેવાનોએ સરકારી મદદ મેળવવા માટે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ તથા વડનગરના સામાજીક કાર્યકર સોમાભાઈ મોદીનો સંપર્ક કરતા તેમને પ્રવાસીઓને મોતના મુખમાંથી બચાવવા માટે કેન્દ્ર સરકાર અને હિમાચલ સરકારને રજુઆત કરી હતી. જેમાં ધારાસભ્યશ્રીના વિશ્વાસુ જાણીતા ઉમતાના પૂર્વ સરપંચ અંકિતભાઈ પટેલ વેપારી આગેવાનોના સતત સંપર્કમાં રહી તેમની માહિતી જીલ્લા કલેક્ટર તથા ધારાસભ્યશ્રીઓ પુરી પાડતા હતા. ધારાસભ્ય ઋષિભાઈ પટેલ, વડનગરના સોમાભાઈ મોદી તથા ઉમતાના પૂર્વ સરપંચ અંકિતભાઈ પટેલના અથાગ પ્રયત્નોથી તમામ પ્રવાસીઓ મોતના મુખમાંથી બચી ગત રવિવારે સાંજે વિસનગર સુરક્ષિત પરત ફર્યા હતા. પરત ફરેલા પ્રવાસી વેપારીઓએ ધારાસભ્ય ઋષિભાઈ પટેલ તથા વડનગરના સોમાભાઈ મોદીની મુલાકાત લઈ પોતાની આપવિતી જણાવી સરકારી અને રાજકીય મદદ અપાવી તમામ પરિવારોનો જીવ બચાવવા બદલ આભાર માન્યો હતો. જેમાં ધારાસભ્યશ્રીએ જણાવ્યુ હતું કે આભાર મારો નહી પણ દિલ્હીમાં બેઠેલા આપણા પનોતાપુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો માનવો જોઈએ. વડાપ્રધાન આપણા હોવાથી આપણને બધાને ફાયદો થયો છે. જો વડાપ્રધાન આપણા ન હોત તો આપણને ઝડપી મદદ મળી ન હોત. આ મુલાકાતમાં વેપારીઓએ દિલ્હી અને મનાલીમાં ગુજરાતી લોકોને માન-સન્માન આપતા હોવાનુ જણાવી આગામી સમયમાં કેન્દ્રમાં ફરીથી નરેન્દ્રભાઈ મોદીની સરકાર બને તેવી આશા વ્યક્ત કરી હતી.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles