હિન્દુ તીથીઓની આંટીઘુંટીમાં
ખેરાલુમાં રાવણ દહન એક દિવસ પછી થયુ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
હિન્દુ શાસ્ત્રના નિયમ પ્રમાણે સવારે વહેલા સુર્યોદય થાય ત્યારે જે તિથી હોય તે તિથી આખો દિવસ ગણવાની થાય છે. નોમના દિવસે બપોરે દશેરા હોવાથી લોકોએ ફાફડા જલેબી ખાઈ લીધા પરંતુ રાવણ દહન દશેરાના દિવસેજ થાય છે જેથી બિજા દિવસે સવારે દશમ હોવાથી સાંજે ખેરાલુમાં રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો.
ખેરાલુ મ્યુનિસિપલ હાઈસ્કુલના ગ્રાઉન્ડમાં બત્રીસ ફુટ ઊચાઈ ધરાવતા રાવણનુ પુતળુ બનાવ્યુ હતુ. ખેરાલુ વિજ્યા દશમી ઊત્સવ કમિટિના વિવેકભાઈ બારોટ સહિત અગ્રણીઓ એ ભારે જહેમત ઊઠાવી રાવણ દહન કાર્યક્રમ યોજાયો હતો. ચબુતરાવાસના રામજીમંદિરથી રામ-લક્ષ્મણ અને હનુમાનની વેશભુષા સાથે ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. હજારો લોકો રાવણ દહનના કાર્યક્રમને નિહાળવા ઉમટી પડ્યા હતા. સથવારા સમાજના અગ્રણી હસમુખભાઈ સથવારા દરવર્ષે રામ-લક્ષ્મણ-જાનકીને તૈયાર કરે છે. હસમુખભાઈ સથવારા જુદા જુદા ચિત્રો તથા પશુઓના સ્ટેચ્યુ બનાવવામાં પારંગત છે.
↧
હિન્દુ તીથીઓની આંટીઘુંટીમાં ખેરાલુમાં રાવણ દહન એક દિવસ પછી થયુ
↧