Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

વિસનગર પાલિકાના ૧૭ સભ્યો સંકટમાં-કલેક્ટરનો હુકમ માન્ય

$
0
0

હિરો હોન્ડા શો રૂમ પાસેના પાઈપલાઈન વિવાદમાં વળતર ચુકવવુ પડે અને સભ્યો ગેરલાયક ઠરે તેવા સંજોગ

વિસનગર પાલિકાના ૧૭ સભ્યો સંકટમાં-કલેક્ટરનો હુકમ માન્ય

(પ્ર.ન્યુ.સ.)      વિસનગર,રવિવાર

વિસનગર પાલિકા દ્વારા હિરો હોન્ડા શો રૂમ પાસેના સીસી રોડના ટેન્ડરમાં ફેરફાર કરી પૂર્વ મંજુરી કે ટેન્ડર વગર પાઈપલાઈનનુ કામ કરવામાં આવ્યુ છે. જે કામની મંજુરીનો ઠરાવ કરવામાં આવતા વિરોધપક્ષના સભ્ય દ્વારા આ ઠરાવ કલેક્ટરમાં પડકારવામાં આવ્યો હતો. જેમાં કલેક્ટરે કામગીરી ગેરલાયક ઠરાવનો હુકમ કરવામાં આવ્યો હતો. જે હુકમને મ્યુનિસિપલ કમિશ્નરમાં પડકારવામાં આવતા કમિશ્નરે કલેક્ટરના હુકમને માન્ય રાખતો હુકમ કરતા પાલિકાના ૧૭ સભ્યોને વળતર ચુકવવુ પડે તેમજ ગેરલાયક ઠરે તેવા સંજોગો ઉભા થયા છે.

વિસનગર પાલિકામાં ભાજપના તત્કાલીન બોર્ડના વર્ષ ૨૦૧૫ માં ખેરાલુ રોડ ઉપરના હિરોહોન્ડા શો રૂમ પાસેના નાળાથી નેળીયામાં થઈ ટેલીફોન એક્ષચેન્જના નાળા સુધી સીસી રોડ બનાવવા ઠરાવ કરી રૂા.૬૧,૫૪,૨૦૦ ના ખર્ચ અંદાજી ટેન્ડરીંગ કરવામાં આવ્યુ હતુ. જેમાં ક્રિષા કન્સ્ટ્રક્શનનું ૩૨.૮૫ ટકા નીચા ભાવનુ ટેન્ડર મંજુર કરી વર્કઓર્ડર આપવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટર કામ શરૂ કરે તે દરમ્યાન પાલિકામાં સત્તા પરિવર્તન આવ્યુ હતુ. ગઠબંધનના શાસનમાં આ કામગીરી શરૂ થાય તે પહેલા આ નેળીયામાં વરસાદી પાણીના નિકાલ માટે પાઈપલાઈન નાંખવાની એક સભ્યની રજુઆત સંદર્ભે આ ટેન્ડરની કામગીરી અટકાવવામાં આવી હતી. ત્યારબાદ પાઈપલાઈન નાખવાનુ અને માટી પુરાણ કરવાનુ કામ કોઈ પણ પ્રકારના પ્લાન એસ્ટીમેટ બનાવ્યા વગર, તાંત્રીક મંજુરી કે વહિવટી મંજુરી લીધા સીવાય તેમજ ટેન્ડરની પ્રક્રિયા અનુસર્યા વગર કોન્ટ્રાક્ટર પાસે કામ કરાવી તેનુ નાણાંકીય ચુકવણુ કર્યુ હતુ. સીસી રોડની જગ્યાએ પાઈપલાઈનની કામગીરી કરવામાં ઉતાવળ કરી હોવાની પાછળથી ભુલ સમજાતા આ સમગ્ર કામગીરીને કાયદેસર ઠેરવવા માટે પાછળથી ઠરાવ કરવામાં આવ્યો હતો. જેમાં પાલિકાના પ્રમુખ સહીતના ૧૭ સભ્યોએ સમજણ વગર આ વિવાદીત ઠરાવ મંજુર કર્યો હતો.

પહેલા કામ, ત્યારબાદ ચુકવણુ અને પછી કામગીરીને મંજુરી આપતો ઠરાવ કરવાની વિસનગર પાલિકાની આ અવળી ગંગા જેવી કામગીરીના ઠરાવને પાલિકાના વિરોધ પક્ષના સભ્ય રસીલાબેન કાન્તીલાલ પટેલે ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૨૫૮(૧) મુજબ કલેક્ટરમાં પડકાર્યો હતો. જેમાં કલેક્ટરે આ કામગીરીને ગેરકાયદેસર ઠરાવી પ્રતિષેદ કરવા અને ઠરાવ હેઠળ થયેલા કામ સબંધે કરેલા ખર્ચને કામની શરૂઆત પૂર્વેની સ્થિતિમાં મુકવા હુકમ કર્યો હતો. કરેલા ખર્ચને કામની શરૂઆત પૂર્વેની સ્થિતિમાં મુકવાના હુકમનો અર્થ એ થતો હતો કે, પાઈપલાઈનની કામગીરી માટે રૂા.૮૪,૦૩,૩૭૨/- ની રકમ મંજુર કરવામાં આવી હતી. જેમાંથી રૂા.૭૩,૦૯,૭૫૨/- નું ચુકવણું કરી ગંભીર પ્રકારની નાણાંકીય ગેરશીસ્ત આચરી હોવાથી આ ખર્ચને કામની શરૂઆત પૂર્વેની સ્થિતિમા મુકવો. અર્થાત કોન્ટ્રાક્ટર પાસેથી ચુકવણુ કરેલ રકમ પરત મેળવવી અથવા સભ્યો પાસેથી વરાળે પડતી રકમની વસુલાત કરવી.

કલેક્ટરના હુકમ બાદ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા તા.૨૭-૭-૨૦૧૭ ની સાધારણ સભામાં ૧૨૭ નંબરનો ઠરાવ પસાર કરનાર ૧૭ સભ્યોને કારણદર્શક નોટીસ આપવામાં આવી હતી. જેમાં તત્કાલીન પાલિકા પ્રમુખ શકુન્તલાબેન પટેલ દ્વારા કલેક્ટરના હુકમ સામે મ્યુનિસિપલ કમિશ્નરમાં અપીલ દાખલ કરી હતી. જેમાં તા.૬-૬-૧૮, ૨૬-૬-૧૮,૧૦-૭-૧૮,૨૪-૭-૧૮ અને ૨૧-૮-૧૮ ની મુદતમાં અરજદાર પ્રમુખ શકુન્તલાબેન પટેલ તેમજ સામાવાળા પાલિકા સભ્ય રસીલાબેન પટેલ દ્વારા રજુઆતો કરવામાં આવી હતી. જે રજુઆતો સાંભળ્યા બાદ મ્યુનિસિપલ કમિશ્નરે કલેક્ટરનો હુકમ માન્ય રાખી આ હુકમ કાયમ રાખતો હુકમ કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશ્નરના આ હુકમથી ૧૭ સભ્યોને વળતર ચુકવવુ પડે અને સભ્યો ગેરલાયક ઠરે તેવા સંજોગો ઉભા થયા છે.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles