કોંગ્રેસી કાર્યકરને ડીવાયએસપી વિરુધ્ધ ધરણાંની પરવાનગી મળી નહી
DYSP એ સમાધાન માટે ધમકી આપી હોવાનો આક્ષેપ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
પોલીસની કામગીરી સમાધાનકારી હોવી જોઈએ. પરંતુ કોઈ એક પક્ષની તરફેણમાં જ્યારે પોલીસ કામગીરી કરે ત્યારે પોલીસની સેવાઓ વિવાદમાં સપડાતી હોય છે. વિસનગરમાં એક નાણાંકીય વ્યવહારમાં ડી.વાય.એસ.પી.એ કોંગ્રેસના કાર્યકરને બોલાવી ગાળા ગાળી કરી ધમકી આપી હોવાનો આક્ષેપ કરતી એક અરજી થતા પોલીસ બેડામાં ભારે ચકચાર જાગી છે. ડી.વાય.એસ.પી.ના આવા ભેદભાવભર્યા વલણ સામે કોંગ્રેસના કાર્યકરે ધરણાની મંજુરી માગી હતી. જેને મંજુરી આપવામાં આવી નથી.
વિસનગર તાલુકાના ખંડોસણ ગામના અને જીલ્લા કોંગ્રેસ માલધારી સેલના પ્રમુખ તેમજ જીલ્લા ગોપાલરત્ન સમિતિના પ્રમુખ શૈલેષભાઈ સાગરભાઈ રબારી વિરુધ્ધ નાણાંકીય વ્યવહારમાં એટ્રોસીટીની ફરિયાદ થતા તેમની સામે ગુનો નોંધાયો છે. આ ગુનો નોંધાયો તેના ૧૫ દિવસ અગાઉ શૈલેષભાઈ રબારીએ ગૃહમંત્રી, રેન્જ આઈ.જી. તથા વિરોધપક્ષના નેતા પરેશ ધનાણીને વિસનગર ડી.વાય.એસ.પી. એમ.બી.વ્યાસની કામગીરી ઉપર શંકા ઉપજે તેવી આક્ષેપ કરતી અરજી કરી હતી. જે અરજીમાં જણાવ્યુ છેકે કાંસાના વિનુભાઈ રેવાભાઈ મકવાણાનુ મકાન રૂા.૭૫ લાખમાં વેચાણ રાખ્યુ હતુ. જે માટે રૂા.૫૦ લાખ ચુકવ્યા હતા. જેનુ રૂા.૫૦ ના સ્ટેમ્પ ઉપર લખાણ પણ કરવામાં આવ્યુ છે. સોદો કેન્સલ થતા વિનુભાઈ મકવાણાએ રૂા.૫૦ લાખ પરત કરવા રૂા.૨૫ લાખના બે ચેક આપ્યા હતા. મુદત પુરી થતા પૈસા માગતા આ રકમ પરત આપવાની નથી અને ઉઘરાણી કરશો તો ખોટા કેસમાં સંડોવવાની શૈલેષભાઈ રબારીને ધમકી આપી હતી. વિનુભાઈ મકવાણાના જમાઈ હાલમાં બોટાદ આર.ટી.ઓ. ઈન્સ્પેક્ટર છે. જે ડી.વાય.એસ.પી.વ્યાસના મિત્ર હોવાથી ડી.વાય.એસ.પી.એ શૈલેષભાઈ રબારીને ડી.વાય.એસ.પી. ઓફીસ બોલાવ્યા હતા. જ્યાં શૈલેષભાઈ રબારીને નાગી ભુંડી ગાળો બોલી, અપમાનજનક શબ્દો વાપરી ડી.વાય.એસ.પી.એ ઉધ્ધત વર્તન કરતા ધમકી આપી હતી કે, ચુંટણી માટેજ આવ્યો છુ, કોંગ્રેસમાંથી કોઈ છોડાવવા નહી આવે. ચુંટણીમાં પણ અહી દેખાતો નહી, પૈસા માગીશ તો ખોટા કેસમાં સંડોવી દઈશુ. શૈલેષભાઈ રબારી સાથે તેમના મિત્ર ગોવિંદસિંહ રાજપુત પણ હતા. જેઓ પણ આ નાણાંકીય વ્યવહારમાં સામેલ હોઈ શૈલેષભાઈ રબારી અને ગોવિંદસિંહ રાજપુત બન્નેને ખોટી રીતે કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. ડી.વાય.એસ.પી. વ્યાસના આવુ ભેદભાવ ભર્યુ વલણ જોઈ કોંગ્રેસી કાર્યકર આવાક થઈ ગયા હતા. ડી.વાય.એસ.પી.ના આવા વલણથી દુઃખી થઈ ન્યાય માટે અરજી કરી છે. જેમના વિરુધ્ધ અરજી કરવામાં આવી તેમાં ડી.વાય.એસ.પી. ઉપરાંત્ત આર.ટી.ઓ.ઈન્સ્પેક્ટર, ડી.વાય.એસ.પી. ઓફીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ, ભાજપના એક હોદ્દેદાર તથા વિનુભાઈ મકવાણાનુ પણ નામ સામેલ છે.
ડી.વાય.એસ.પી.વિરુધ્ધ અરજી બાદ કોઈ કાર્યવાહી નહી થતાં કોંગ્રેસ કાર્યકર શૈલેષભાઈ રબારીએ પોતાના ટેકેદારો સાથે ધરણા કરવા પણ મંજુરી માગી હતી. જેમાં મામલતદાર દ્વારા ધરણાની મંજુરી આપવામાં આવી નથી.
↧
કોંગ્રેસી કાર્યકરને ડીવાયએસપી વિરુધ્ધ ધરણાંની પરવાનગી મળી નહી ડ્ઢરૂજીઁએ સમાધાન માટે ધમકી આપી હોવાનો આક્ષેપ
↧