Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

ફલેટ-બ્લોકમાં વાસ્તુશાસ્ત્ર -વાંચો,સમજો,અપનાવો અને સુખી બનો

$
0
0

ફલેટ-બ્લોકમાં વાસ્તુશાસ્ત્ર

-વાંચો,સમજો,અપનાવો અને સુખી બનો

– રાજેશકુમાર એ.જોષી
(રાજુભાઈ મહારાજ)

– જ્યોતિષ અલંકાર, છય્છજી મેમ્બર
૨૧-એ,લક્ષ્મી સોસાયટી,વિસનગર.
મો.૯૮૨૫૯૨૨૨૨૧

વાસ્તુશાસ્ત્ર અનુસાર બંગલો, મકાન બાંધવુ સુગમ છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર મુજબ ફલેટસ બાંધવા કઠિન, મુશ્કેલ છે.ચાર-છ-આઠ બ્લોકોમાં પ૦ ટકા વાસ્તુશાસ્ત્ર મુજબ મકાન બનાવી શકાશે. બાકીના ફ્લેટ સિધ્ધાંતોથી વિરૂધ્ધ હશે. પાણીનો નિકાલ બાથરૂમ, જાજરૂની પાઈપલાઈન, કોમનદીવાલને લીધે ૪૦ થી ૬૦ ટકા વાસ્તુશાસ્ત્રની જાળવણી થઈ શકશે.
નૈઋત્યનો પ્રવેશ કોઈપણ બ્લોકનો રાખશો નહિ. અગ્નિ ખુણામાં રસોડુ થાય તે જોશો. વાયવ્યમાં રસોડુ રાખો તો ત્યાં અરીસાની ગોઠવણ કરશો, જેથી અગ્નિ ખુણામાં અગ્નિ પ્રગટે છે તેવું લાગે.
એપાર્ટમેન્ટની ઉત્તર-પૂર્વ બાજુ વધુ ખુલ્લી રાખવી. તેમજ બાલ્કની, અગાસી, ઉત્તર, પૂર્વ ઈશાન બાજુ વધુ આવે તે જોશો. પશ્વિમ-દક્ષિણ દિશામાં જગ્યા ઓછી છોડવી.
બે મોટી ઈમારતો વચ્ચે આપની નાની ઈમારત (સેન્ડવીચ) તો થતી નથી ને ? ઈશાન ખુણામાં મ્યુનિસિપાલીટીનો નળ, કુવો, જમીન અંદરની પાણીની ટાંકી,હોજ, ફુવારો, જલવાસ્તુ રાખશો. પાણીની ટાંકી છત પર ઓવરહેડ કરવી હોય તો પશ્વિમમાં વાયવ્યમાં કે નૈઋત્યમાં દક્ષિણ બાજુ રાખી વજન વધારશો.
બિલ્ડીંગનો મુખ્ય પ્રવેશદ્વાર ઉત્તર, ઈશાન પુર્વબાજુના રસ્તામાંથી થાય તે ઈચ્છનીય છે.
ઈશાન ખુણામાં ચોકીદારની ઓરડી બનાવશો નહિ. પરંતુ વાયવ્ય કે અગ્નિખુણા બાજુ રાખશો. ઉત્તર-પૂર્વમાં જગ્યા ખાલી રાખેલ હોય તો વાહનો પાર્ક કરવા. ગ્રીનરી ઉત્તર-પુર્વ બાજુ રાખવી. મોટા વૃક્ષો, પશ્વિમ-દક્ષિણ દિશામાં રાખવા. ફલેટમાં રસોડું અગ્નિખુણામાં, પુર્વ દિશાની બારીમાંથી સુર્યના કિરણો પ્રવેશ તેવી વ્યવસ્થા કરશો. પૂર્વ અથવા ઉત્તર દિશામાં મોઢું રાખી રસોઈ કરી શકાય તે ઈચ્છનીય છે.
ઈશાન ખુણો ૯૦ અંશ કે તેથી ઓછો ચાલશે. પરંતુ ઈશાન ખુણો ૯૦ અંશથી વધુ હોવો ન જોઈએ. અગ્નિ-વાયવ્ય ખુણો ૯૦ અંશ કે તેથી વધુ ચાલે, પરંતુ નૈઋત્ય ખૂણો ૯૦ અંશનો જ રાખશો.
ફલેટમાં પશ્વિમ-અગ્નિ ખુણામાં જાજરૂ, એટેચ્ડબાથ રાખી શકો છો.
ડ્રોઈગ રૂમમાં ઈશાન ખુણામાં કે પૂર્વ બાજુના રૂમમાં ઈશાન બાજુ ભગવાન માટેનાનું મંદિર, અભરાઈ બનાવશો. રસોડાની સામે જાજરૂ બનાવશો નહિ.આરોગ્ય માટે હાનિકારક છે.
બારી-બારણાંઓ, ગેલેરી, અગાસી, પૂર્વ, ઉત્તર, ઈશાન બાજુ રખાય, તે બાજુની બાઉન્ડ્રી વોલ નીચી તથા તે બાજુ જમીનનો ઢાળ-વરસાદનું પાણી વહે તે માટે પશ્વિમ-દક્ષિણ નીચે હોય તો તે બાજુ ભરણી કરશો.
પશ્વિમ-દક્ષિણ બાજુ બાલ્કની બનાવો તો નાની બનાવશો.ઉત્તર-પુર્વ બાજુની બાલ્કની, મોટી ખુલ્લી બનાવશો. પશ્વિમ- દક્ષિણની બાલ્કની ગ્રીલ કે સ્લાઈડીગથી બંધ કરશો કે પડદા રાખશો. બ્લોકના ઈશાન ખુણામાં રસોડુ, જાજરૂ કદાપિ રાખશો નહિ.
ઈશાન ખુણાનુું વાસ્તુ મહત્વનું છે. ત્યાં આઉટ હાઉસ, વોચમેન કેબિન, મોટા વૃક્ષો, ઉચી ઝાડી કે વધુ વજનવાળી વસ્તુ રાખશો નહિ. આ જલવાસ્તુની જગ્યા માટે કુવો, ખુલ્લી સ્વચ્છ જગ્યા, લીલોતરી, તુલસીનો કયારો, ફુવારો, પાણી ભરવાના વાસણો મુકવા, અગ્નિ ખુણામાં પાણીનો સંગ્રહ કરશો નહી. પાણી અને અગ્નિને વેર છે. ઈશાન ખુણા માટે પુજાની ઓરડી ન થાય તો ઈશાન બાજુ અભરાઈ બનાવી ઈષ્ટદેવની મુર્તિ-ફોટો રાખશો. ઈશાન ખુણામાં દેવસ્થાન અવશ્ય જોઈએ.
એપાર્ટમેન્ટ-ફલેટ માટે દાદરો નૈઋત્ય, દક્ષિણ, પશ્વિમ બાજુ પૃથ્વી વાસ્તુની જગ્યામાં વજન વધારવાથી લાભદાયક થાય છે. દાદરો કયારેય ઈશાન ખુણામા રાખી વજન વધારશો નહિ. બ્રહ્માંડના કિરણો મેળવવામાં અડચણ થવાથી દુઃખ-આપત્તિઓ આવશે.પુર્વ-ઉત્તર દિશામાં પણ દાદરો-સીડી રાખશો નહિ. પશ્વિમ (શનિની દિશા), દક્ષિણ (મંગળ ગ્રહની દિશા),માં નૈઋત્ય (રાહુની દિશા) માં દાદરો સીડી-જમણી બાજુ ચડે તેમ રાખવો.
બહુમાળી મકાનનો મુખ્ય પ્રવેશદ્વાર કે ફલેટનો પ્રવેશદ્વાર નૈઋત્યનો કદાપિ રાખશો નહિ.
પેન્ટ હાઉસ નૈઋત્યમાં રાખવા, બારી-બારણાની બેકી સંખ્યા રાખવી, એકી સંખ્યામાં બારી-બારણાં બ્લોકમાં રાખશો નહિ.
નૈઋત્ય બાજુ કોઈપણ કારણસર દરવાજો રાખવો પડે તો પશ્વિમ બાજુ બારણુ ખુલે તેમ મજાગરા રાખવા. પ્રવેશદ્વારાનો વિચાર કરતી વેળા ઓરડાની દિશાનો જ ખ્યાલ કરવો. ઉત્તર-પુર્વ ઈશાન, અગ્નિ (દક્ષિણ), પશ્વિમમાં વાયવ્ય ખુણો પ્રવેશદ્વાર સારા. ખુણાથી એકાદ ફુટ છોડી પ્રવેશ દ્વારા રાખવો. ઓરડાને દરેક ખુણા મળવા જોઈએ.મુખ્ય દરવાજાને ઉંબરો જરૂર રાખશો. અંદરના ઓરડામાં ઉંબરાની જરૂર નથી. અંદરનો દરવાજો એક હોય તો ચાલે . બહારનો દરવાજો વિશાળ, ભવ્ય અને બે-બે બારણા-શટર હોય તો ચાલે. દક્ષિણ દિશામાં એક જ બારણું સારુ.બે શટર રાખતા નહિ.
ફલેટમાં હવાની અવર જવર માટે ક્રોસ વેન્ટીલેશન માટે બારણાની સામે બારી રાખશોે. પુર્વનાં બારણાં હોય તો પશ્વિમ દિશામાં વિશાળ બારી રાખશો. ઉત્તરે બારણું હોય તો દક્ષિણ દિશામાં બારી નાની રાખશો. પૂર્વ-ઈશાનમાં બારણુ હોય તો વાયવ્યમાં વાયુની દિશામાં બારી રાખવી.
હોલ-લીવીંગ રૂમમાં ઉત્તર-પૂર્વમાં અરીસો રાખશો. રસોડામાં પુર્વ દિશામાંથી સુર્યના કિરણો પ્રવેશી શકે માટે વિશાળ બારી-સ્લાઈડીંગ રાખશો. પુર્વ કે દક્ષિણમાં એકઝોસ્ટ ફેન રાખશો તો ધુમાડાનો નિકાલ થશે અને રાહુની અસર ઓછી થશે. શયનખંડને પશ્વિમકે વાયવ્યમાં બારી હોય તે રીતે રાખવાથી પવન સારો આવશે. લાભદાયક બની રહેશે. દક્ષિણ દિશામાં બારીઓ બને તેટલી ઓછી અને નાની રાખવી.
ફલેટનું ફલોરીંગ પુર્વ-ઉત્તર બાજુ ઢાળવાળુ રાખશો. તે બાજુ ફલોરીંગનું લેવલ નીચું હશે તો ચાલશે. પશ્વિમ-દક્ષિણ બાજુ લેવલીંગ ઉંચુ અને નૈઋત્ય ખુણામાં લેવલ સૌથી ઉચુ હોવુ જોઈએ.
મારબલ બેઠક, પુજાની ઓરડીમાં શુભ ફળ આપે છે. બેઠકરૂમ- રસોડુ, ડાયનિંગરૂમ નીચા કરવાની પધ્ધતિ છે. અગ્નિ, વાયવ્ય કે નૈઋત્ય ખુણો નીચો કરશો નહી. ઈશાન ખુણો નીચો હશે તો ફાયદો થશે. બાકી બધી રૂમો એકસરખી સપાટીની રાખશો.
સ્ટોરરૂમ, પ્લેરૂમ, કોમ્પ્યુટર માટે મેગેઝીન ફલોર પશ્વિમ કે દક્ષિણ બાજુ કરી શકાય. મેઝેનીન ફલોર ઉત્તર-પુર્વ બાજુ લઈ વજન વધારશો નહિ.કોમ્પ્યુટરને માટે અગ્નિ-વાયવ્ય માટે મેઝેનીન ફલોર લાભદાયક બનશે. બાથરૂમ-જાજરૂની ઉપર માળિયુ બનાવાય, પરંતુ ફલેટની વચ્ચે કદાચ જાજરૂ કે માળીયુ બ્રહ્મસ્થાનમાં કરશો નહિ. વચ્ચે બ્રહ્મસ્થાનમા વજન રાખશો નહિ. સ્વચ્છ રાખશો.ઈશાન ખુણામાં કે મુખ્ય પ્રવેશદ્વાર ઉપર માળીયું રાખશો નહિ.
રસોડામાં ઈશાન ખુણાનો ભાગ થોડો છોડી પુર્વ બાજુ સ્ટેન્ડિંગ બનાવવું. એલ-આકાર દક્ષિણ બાજુ કરવો. રસોડામાં ઈશાન તથા નૈઋત્ય ખુણો છોડી દેવો. અગ્નિદિશામાં રસોડુ થાય તે શ્રેષ્ઠ છે.પરંતુ શક્ય ન હોય તો પશ્વિમ દિશામાં વાયવ્ય ખુણામાં રસોડુ કરી શકાય. દક્ષિણ દિશામાં રસોડુ મધ્યમ ફળ આપે છે. ઈશાન ખુણામાં કે વચ્ચે બ્રહ્મસ્થાનમાં રસોડું સ્ટેન્ડિંગ માટેનો ઓટલો કરશો નહિ.
ડાયનિંગ રૂમ પશ્વિમમાં રાખશો. પુર્વ કે ઉત્તરમાં પણચાલી શકે જમતી વખતે દક્ષિણ દિશા તરફ મોઢું રાખવુ જોઈએ નહિ. રસોડામાં વાસણો તથા ડબ્બા ડુબી માટેનો ઘોડો-રેક પશ્વિમ દક્ષિણ દિશામાં રાખી વજન વધારશો. ફ્રીઝ ઈશાન કે નૈઋત્ય ખુણામાં રાખશો નહિ. રાખવુ પડેતો બે ફુટ જગ્યા છોડી રાખશો. બાથરૂમ અગ્નિ અને નૈઋત્ય ખુણા સિવાય ગમે ત્યાં રાખવુ. બાથરૂમમાં પાણી પુર્વ, ઈશાન ઉત્તર બાજુ વહે તેમ ઢાળ રાખશો. બાથરૂમ પુર્વમાં, પશ્વિમમા કે ઉત્તર દિશામાં રાખવું. દક્ષિણ દિશામાં રાખશો નહિ.
જાજરૂ-શૌચાલય પશ્વિમ, વાયવ્ય દિશા કે દક્ષિણમાં રાખશો. નૈઋત્યમાં જાજરૂ થોડી વધુ ઉંચાઈએ કરવુ. પાણીનો નળ નૈઋત્ય કે અગ્નિ ખુણામાં રાખશો નહિ. ઈગ્લિંશ પ્રકારનુ જાજરૂ ઈશાન ખુણા સિવાય ગમે ત્યાં કરી શકાય.
બેઠકરૂમ-હોલ-દીવાનખાનામાં સોફા પશ્ચિમ-દક્ષિણ બાજુ રાખવા. ઈશાન ખુણો સ્વચ્છ, ખાલી રાખવો. ત્યાં મનીપ્લાન્ટ, એકવેરીયમ, તુલસી, ડેકોરેટીવ પોટ પાણી ભરેલ ફલાવર વાઝ રાખી શકાય. અગ્નિ ખુણામાં વાયવ્યમાં ટી.વી રાખી શકાય. નૈઋત્ય-ઈશાન ખુણામાં રાખશો નહિ. પશ્વિમ દક્ષિણ દિશામાં શોર્કેસમાં ધાતુના શૉ પીસ તથા ક્રોકરી સુશોભનની વસ્તુઓ રાખવી.
માસ્ટરબેડરૂમ નૈઋત્ય, દક્ષિણ, પશ્વિમ,વાયવ્ય દિશામાં રાખી શકાય. અગ્નિ કે ઈશાન ખુણામાં રાખશો નહિ. સુતી વખતે બીમ ઉપર ન હોય તે જોશોે. ટેલીફોન અગ્નિ, વાયવ્ય દક્ષિણ,પશ્વિમ, પુર્વમાં રાખવો. ઈશાન-નૈઋત્યમા રાખશો નહિ.
ઈશાન ખુણામાં પીવાના પાણીનુ માટલું તથા અભ્યાસ ખંડ માટે જગ્યા ન હોય તો ઈશાન ખુણામાં મંદિર અથવા ભગવાનની છબી રાખી શકાય. સ્ટોરરૂમ ઈશાનમાં રાખશો નહિ અને સ્ટોરરૂમમાં મંદિર કરશો નહિ.
વાહન પશ્વિમ પુર્વ કે ઉત્તર દિશામાં મોઢું કરી પાર્ક કરવા. વાહન દક્ષિણ તરફ મોં કરી પાર્ક કરશો નહી. ઈશાન નૈઋત્ય ખુણા કપાતા હોય તેવા ફલેટ બનાવશો નહી.ખરીદશો નહિ. ફલેટમાં બધુ વજન દક્ષિણ, નૈઋત્યમાં રાખવું , મંદિર અગ્નિ નૈઋત્યમાં રાખવુ નહિ. નૈઋત્ય-દક્ષિણનો પ્રવેશદ્વાર અને દક્ષિણની બાલ્કની કે બારીઓવાળો કે ઈશાનમાં જાજરૂ હોય તેવો ફલેટ લવાનું ટાળશો. અગ્નિ કે નૈઋત્યમાં બાથરૂમ હોય તે પણ સારું ગણાતુ નથી.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles