Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

સુલતાનપુરામાં દિપડાનો ખેડૂત ઉપર અને ટોળાનો પોલીસ ઉપર હુમલો

$
0
0

સુલતાનપુરામાં દિપડાનો ખેડૂત ઉપર અને ટોળાનો પોલીસ ઉપર હુમલો

(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,          રવિવાર વડનગર તાલુકાના સુલતાનપુરા ગામે સીમમાં દિપડાએ એક વ્યકિત ઉપર હુમલો કરતાં ગામના રહીશોએ વનવિભાગને જાણ કરતાં વનવિભાગ તથા પોલીસ સ્ટાફ સુલતાનપુરા સીમમાં રેસ્કયુ ઓપરેશન માટે સંપૂર્ણ તૈયારીઓ કરી રહ્યા હતા. ત્યારે ગામના ટોળાએ પોલીસ અને ફોરેસ્ટખાતાના જવાનો ઉપર હુમલો કરતાં એક પી.એસ.આઈ સહીત ચાર જવાનો ઘવાયા હતા.    મળતી માહિતી પ્રમાણે વડનગર તાલુકાના સુલતાનપુરા ગામે સીમમાં ઠાકોર સાંકાજી શંકરજી ખેતરમાં પોણત કરી રહ્યા હતા. ત્યારે અચાનક પાછળથી દિપડાએ હુમલો કર્યો હતો. સાંકાજી ને જમણા ખભે દિપડાએ નહોર માર્યા હતા. અને સાંકાજીને તુરતજ દવાખાને ખસેડવામાં આવ્યા હતા. વનવિભાગના રેન્જ ફોરેસ્ટર ઓફિસર વી.બી.વાઘેલાએ પોલીસને જાણ કરી હતી અને તુરતજ સુલતાનપુરા ગામે પોલીસ, વનવિભાગ તથા ખેરાલુ વનવિભાગના આર.એફ.ઓ સુનીલભાઈ પ્રજાપતિ પણ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. દિપડાએ દેખા દીધી હોવાની જગ્યાના ખેતરોમાં રેસ્કયુ ઓપરેશન હાથ ધરાયુ હતુ. ત્યારે બીજી તરફ સુલતાનપુરા ગામના લોકોના ટોળે ટોળા આવી જવાથી દિપડો કોઈને ઘાયલ ન કરે માટે પોલીસ દ્વારા ટોળાના લોકોને દુર રાખવા નો પ્રયત્ન કરતા હતા. ત્યારે વડનગર પી.એસ.આઈ સંજયભાઈ બી.રાજગોર ને ટોળા માંથી કોઈકે અચાનક કપાળના ભાગે ધોકો માર્યો હતો. અને જોત જોતામાં ટોળાએ પોલીસ ઉપર અને વનવિભાગના માણસો ઉપર હુમલો કરી દિધો હતો. જેમાં પી.એસ.આઈ સંજયભાઈ બી. રાજગોર (વડનગર પો.સ્ટેશન), હે.કોન્સ્ટેબલ નિરંજનકુમાર કાન્તીલાલ (વડનગર પો.સ્ટેશન), પો.કોન્સ્ટેબલ ભગુભાઈ ચૌધરી, ખેરાલુ વનવિભાગના વન રક્ષક પી.જી.પટેલ ચારેયને લાકડીઓ અને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો. આમ અચાનક પોલીસ અને વનવિભાગના માણસો ઉપર હુમલો થતાં તેવો રેસ્કયુ પડતુ મુકી અને ઘાયલ અધિકારીઓને તુરતજ વડનગર જનરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. વનવિભાગ વડનગરના આર.એફ.ઓ વી.બી .વાઘેલાએ પ્રચારને જણાવ્યું હતુકે દીપડો પકડવા ગયા હતા વનવિભાગના અને પોલીસ વિભાગના જવાનો ઉપર લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. રેસ્ક્યુ ઓપરેશન માટે મહેસાણા વનવિભાગના સબ.ડી.એફ.ઓ આઈ.એમ.રબારી તથા ખેરાલુ વનવિભાગના આર.એફ.ઓ તથા સ્ટાફ પણ બોલાવી લેવાયો હતો.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles