Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

કડા સીટના જીલ્લા સદસ્ય મહેશભાઈ પાલડી દ્વારા વિસનગરમાં કોંગ્રેસના લોકસંપર્ક કાર્યાલયનો શુભારંભ કરાયો

$
0
0

કડા સીટના જીલ્લા સદસ્ય મહેશભાઈ પાલડી દ્વારા
વિસનગરમાં કોંગ્રેસના લોકસંપર્ક કાર્યાલયનો શુભારંભ કરાયો

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર આઈ.ટી.આઈ.કોલેજ સામે ગત સોમવારે સાંજે કડા સીટના જીલ્લા સદસ્ય મહેશભાઈ પટેલ(પાલડી)એ વિધાનસભાની ચુંટણી હાર્યા પછી પણ તાલુકાની પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે લોકસંપર્ક કાર્યાલયનું ઉદ્‌ઘાટન કર્યુ હતુ. જેમાં શહેર-તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તમામ કાર્યકરોને વિધાનસભાની ચુંટણીના પરાજયને ભૂલી જઈ આવનારી લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસને વિજયી બનાવવા માટે તાલુકાના તમામ ગામોનો વિકાસ કરવા કામે લાગી જવા આહ્‌વાન કર્યુ હતુ. તાજેતરમાં યોજાયેલ વિસનગર વિધાનસભાની ચુંટણીમાં કડા સીટના કોંગ્રેસના જીલ્લા સદસ્ય મહેન્દ્રભાઈ શંકરભાઈ પટેલ(મહેશભાઈ પાલડી) અને ભાજપના દિગ્ગજ ઉમેદવાર ઋષિકેશભાઈ પટેલ વચ્ચે ચુંટણી જંગ ખેલાયો હતો. જેમાં કોંગ્રેસના ઉમેદવાર મહેશભાઈ પટેલનો ભારે રસાકસી બાદ સામાન્ય મતોની સરસાઈથી પરાજય થયો હતો. આમ તો કોઈપણ ચુંટણી હાર્યા પછી ઉમેદવારો હતાશ થઈ હારનું કારણ જાણી વિવાદો ઉભા કરતા હોય છે અને પ્રજાના સંપર્કમાં રહેતા નથી. ત્યારે મહેશભાઈ પટેલે વિધાનસભાની ચુંટણીમાં પરાજય થયા પછી પણ કોઈના ઉપર પરાજયનો દોષનો ટોપલો કે દ્વેષભાવ રાખ્યા વગર ચુંટણી જીત્યા હોય તેવા ઉત્સાહથી તાલુકાના તમામ ગામોના દરેક જ્ઞાતિના લોકોની રજુઆત અને વિકાસના કામો કરવા માટે ગત સોમવારે સાંજે ૪-૦૦ કલાકે લોકસંપર્ક કાર્યાલયનુ ઉદ્‌ઘાટન કર્યુ હતુ. આ પ્રસંગે તાલુકા કોંગ્રેસ પ્રમુખ પશાભાઈ પટેલ, જીલ્લા સદસ્ય શીલાબેન પટેલના પતિ અને પ્રદેશ કોંગ્રેસ અગ્રણી સુધીરભાઈ પટેલ, જીલ્લા સદસ્ય હસમુખભાઈ ચૌધરી, ગાયત્રીબેન પટેલ, પૂર્વ પાલિકા પ્રમુખ ગણપતભાઈ પરમાર, પૂર્વ વિરોધપક્ષના નેતા વિસનગર નગરપાલિકાના શામળભાઈ રબારી, કોંગ્રેસ અગ્રણી બાબુભાઈ વાસણવાળા, અમૃતભાઈ પટેલ(વડુ), તાલુકા પંચાયત સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ગોવિંદભાઈ પટેલ, જીલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ રીટાબેન પટેલ, ભરતભાઈ નાયક, પાલિકા સભ્ય મુસ્તાકભાઈ બહેલીમ, ઈકબાલભાઈ ચોકસી સહિત શહેર-તાલુકા કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લોકસંપર્ક કાર્યાલયના ઉદ્‌ઘાટન બાદ કોંગ્રેસની સભા યોજાઈ હતી. જેમાં પ્રદેશ કોંગ્રેસ અગ્રણી સુધીરભાઈ પટેલે જણાવ્યુ હતું કે રાજકારણમાં હાર અને જીત સિક્કાની બે બાજુઓ છે. જેમાં દરેક કાર્યકરે જાતે હારનું કારણ શોધી પોતાની ભૂલો સુધારવી જોઈએ. કોઈના ઉપર દોષારોપણ કરવુંં ના જોઈએ. અને શહેર-તાલુકાના કાર્યકરોને નવા જોમ અને ઉત્સાહ સાથે આવનારી લોકસભા-૨૦૧૯ માં મહેસાણાની સીટ જીતવા માટે તાલુકાની પ્રજાના કામો કરવા હાકલ કરી હતી. જ્યારે શામળભાઈ રબારીએ જણાવ્યુ હતું કે વિશ્વના બીજા દેશોએ પોતાની ચુંટણીઓમાં ઈ.વી.એમ.પધ્ધતિ દૂર કરી છે, ત્યારે લોકશાહી બચાવવા માટે આપણે બધાએ ભેગા મળી ઈ.વી.એમ. પધ્ધતિ દુર કરાવવા ઝુંબેશ ચલાવવી પડશે. અને ચુંટણીનો બહિષ્કાર કરવા પ્રદેશના નેતાઓને રજુઆતો કરવી પડશે. જ્યારે જીલ્લા સદસ્ય હસમુખભાઈ ચૌધરીએ જણાવ્યુ હતું કે, આ વિધાનસભાની ચુંટણીમાં આપણા બધાની ભૂલોના લીધે નજીવા મતોથી વિસનગરની સીટ ગુમાવવી પડી છે. ત્યારે આવનારી લોકસભાની ચુંટણીમાં તમામ જ્ઞાતિના લોકોને સાથે રાખીને વિસનગરમાંથી વધુ લીડ મળે તેવા વિકાસ કામો કરવા કાર્યકરોને અપીલ કરી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ મનુજી ઠાકોરે વિધાનસભાની હારને ભૂલી જઈ શહેર-તાલુકાના મતદારોને રિઝવવા પ્રજાલક્ષી કામો કરવા હાકલ કરી હતી. કોંગ્રેસ અગ્રણી બાબુભાઈ વાસણવાળાએ જણાવ્યુ હતું કે, આ વિધાનસભાની ચુંટણીમાં બુથ મેનેજમેન્ટની ખામી રહેતા વિસનગરમાં આપણી સત્તા આવતા રહી ગઈ છે. જોકે આ ચુંટણીમાં કોંગ્રેસનુ શાસન નહી આવતા ગુજરાતની પ્રજાએ ઘરનુ ઘર, રોજગારી ભથ્થુ જેવા અન્ય લાભો ગુમાવ્યા છે. છતાં કોંગ્રેસના દરેક હોદ્દેદાર અને કાર્યકરે પોતાના વિસ્તારમાં કોને મત આપ્યા કે નહી તેનો વિવાદ કે ચર્ચા કર્યા વગર પ્રજાના કામો કરવા અનુરોધ કર્યો હતો. દેણપના તાલુકા સદસ્ય રૂપસંગજી ઠાકોરે પોતાનો રોષ વ્યક્ત કરતા કોંગ્રેસની હારનું કારણ જણાવ્યુ હતું કે, આપણા આગેવાનોએ માત્ર ભાષણો જ કર્યા છે પણ પોતાની જવાબદારી નહી ઉપાડતા કોંગ્રેસની સીટ ગુમાવવી પડી છે. આ ચુંટણીમાં મહેશભાઈને જીતાડવા શહેર-તાલુકાના કાર્યકરોએ રાત-દિવસ મહેનત કરી છે. હોદ્દેદારોની ભૂલોના લીધે વિસનગરમાં કોંગ્રેસની હાર થઈ છે. તાલુકા કોંગ્રેસ પ્રમુખ પશાભાઈ પટેલે જણાવ્યુ હતું કે વિસનગર વિધાનસભાની આજદીન સુધીની ચુંટણીઓમાં સૌથી વધુ મતો મહેશભાઈ પટેલને મળ્યા છે. આ ચુંટણી હારવામાં તાલુકાની જનતાનો નહી પણ હોદ્દેદારોનો દોષ છે. છતાં આપણે દોષારોપણ કર્યા વગર પ્રજાની મુશ્કેલીઓ દુર કરવા કામે લાગી જવાનુ છે. જ્યારે કડા સીટના જીલ્લા સદસ્ય અને કોંગ્રેસના વિધાનસભાના ઉમેદવાર મહેશભાઈ પટેલ(પાલડી)એ જણાવ્યુ હતું કે ગુજરાત વિધાનસભાની ૧૮૨ સીટોમાં વિસનગરની સીટ જીતવી અઘરી હોવાની મને ખબર હોવા છતાં હું લડ્યો હતો. ભાજપના ઉમેદવારે ગંજબજારની ચુંટણીની જેમ આ ચુંટણીમાં મતદારો ખરીદવાનુ કામ કર્યુ હતુ. જેને ગામમાં કોઈ મહેશના નામથી નથી ઓળખતા તેવા મહેશ પટેલ નામના બે ઉમેદવારોને મારા માટે ઉભા રાખ્યા હતા. છતાં આ ચુંટણીમાં તાલુકાના મતદારોએ ભાજપના ઉમેદવાર ઋષિભાઈ પટેલને જીતવા માટે નાકે દમ લાવી દીધો હતો. મતગણતરી દરમિયાન ૧૧ રાઉન્ડ સુધી ઋષિભાઈ પાણી પણ પીતા નહતા તેટલા આપણે આગળ હતા. જોકે આ ચુંટણીમાં મારા પ્રત્યે લોકોને ખોટી દોરવણી કરતા આપણને નુકશાન થયું છે. ત્યારે તાલુકાના કાર્યકરોનો જુસ્સો કાયમ રાખવા માટે લોકસંપર્ક કાર્યાલય શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં તાલુકાના સરપંચો, કાર્યકરો અને કર્મચારીઓને પોતાના પ્રશ્નોની રજુઆત કરી ન્યાય મેળવવા હાકલ કરી હતી. આ સાથે તેમને આવનારી લોકસભાની ચુંટણીમાં મહેસાણા જીલ્લામાં કોંગ્રેસના ઉમેદવારને વિસનગરમાંથી વધુમાં વધુ લીડ આપવાની ખાત્રી આપી હતી. વધુમાં તેમને જ્ઞાતિવાદ કે દ્વેષભાવ રાખ્યા વગર કોંગ્રેસના તમામ કાર્યકરોને પ્રજાના કામો કરવા અપીલ કરી હતી. જ્યારે જીલ્લા સદસ્ય ગાયત્રીબેન પટેલે તમામ કાર્યકરોને વિધાનસભાની ચુંટણી જેવો જુસ્સો લોકસભા-૨૦૧૯ સુધી જાળવી રાખી મહેસાણા જીલ્લામાં કોંગ્રેસની સીટ જીતાડવા અનુરોધ કર્યો હતો.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles