Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

GPBO પ્રમોશનલ અને AVPP દ્વિતીય સંમેલન યોજાયુ

$
0
0

વિશ્વ પાટીદાર ચેરીટેબલ ટ્રસ્ટ અને GPBO ટીમ, વિસનગરના સંયુક્ત પણે

GPBO પ્રમોશનલ અને AVPP દ્વિતીય સંમેલન યોજાયુ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર શહેરમાં તા.૧૫-૬-૧૯ ને શનિવારે સાંજે ૫-૩૦ કલાકે આર.કે. પાર્ટીપ્લોટમાં વિશ્વ પાટીદાર ચેરીટેબલ ટ્રસ્ટ, વિસનગર અને GPBO ટીમ, વિસનગરના સંયુક્ત પણે ગ્લોબલ પાટીદાર બીઝનેસ સમિટ પ્રમોસનલ કાર્યક્રમ-૮ અને AVPP – અખિલ વિસનગર પાટીદાર પરીષદનું દ્વિતીય સ્નેહ સંમેલન યોજાયુ હતુ. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ GPBS-સમિટ ગાંધીનગર ખાતે તા.૩ જાન્યુઆરી-૨૦૨૦ ના રોજ સરદાર ધામ અમદાવાદ તરફથી યોજાનાર છે. જેના પ્રચાર-પ્રસાર અર્થે અને એકતાથી સમૃધ્ધી કી ઓર તથા સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ કાર્યક્રમને વેગ આપવાનો હતો. આ કાર્યક્રમમાં સરદાર ધામના પ્રમુખ ગગજીભાઈ અને ઉપપ્રમુખ નટુભાઈ પટેલ ઉપસ્થિત હતા. ગગજીભાઈ સુતરીયાએ પ્રમોશનલ પ્રવચન કર્યુ હતુ અને સરદાર ધામ અમદાવાદની વિવિધ માહિતી આપી હતી. GPBO વિસનગર ટીમ વતિથી કૃણાલ પટેલે સ્વાગત પ્રવચન કર્યુ હતુ. નટુભાઈ પટેલ, રાજુભાઈ આર.કે. અને ટ્રસ્ટના પ્રમુખ કીર્તિભાઈ પટેલે પ્રાસંગીક પ્રવચન કર્યા હતા. લલિતભાઈ પટેલે GPBO બીઝનેશ પ્રેજટેશન કર્યુ હતુ. સમીરભાઈ પટેલે આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમનું સંચાલન ર્ડા.જાગૃતીબેન અને કામીનીબેન દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમના સૌજન્ય અને ભોજનદાતા નટુભાઈ તીરૂપતી, રાજુભાઈ આર.કે., ગોવિંદભાઈ સમર્થ ડાયમંડ અને એસ.કે.યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ હતા. ગોવિંદભાઈ પટેલે પોતાના પ્રવચનમાં સમાજ જાગૃતી અને એકતા ઉપર ભાર મુક્યો હતો. જ્યારે નટુભાઈ અને રાજુભાઈએ વિસનગરના ધંધા-રોજગારના વિકાસને મહત્વ આપ્યુ હતુ. આ કાર્યક્રમ દરમ્યાન ૧૦૦૦ જેટલા રોપાઓનુ વિતરણ કરી વૃક્ષારોપણ કાર્યક્રમને પ્રોત્સાહન આપી સમાજ સેવાનુ કાર્ય કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમ યુ ટ્યુબ ઉપર લાઈવ પ્રસારણ હતુ જેને ૧૧૦૦૦ લોકો જોઈ રહ્યા હતા. હાલમાં પણ યુ ટ્યુબ ઉપર નિહાળી શકાય છે. આ કાર્યક્રમ મહેશભાઈ પટેલે ૫૧૦૦૦/- આપી દિકરી દત્તક યોજનામાં જોડાયા હતા. જ્યારે જશુભાઈ પટેલે કાંસાવાળાએ બે ઓક્સીજન મશીન અને અશ્વીનભાઈ પટેલ અંબિકા એલોયે બે ઓક્સીજન મશીન વિશ્વ પાટીદાર ટ્રસ્ટને સમાજ સેવા અર્થે આપવાની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાં સમીટ-૨૦૨૦ માટે પાંચ જેટલા સ્ટોલ વિસનગરથી નોધાયા હતા. આ કાર્યક્રમમાં કુલ ૧૮૦૦ જેટલા પાટીદાર બીઝનેશમેન અને વિવિધ પાટીદાર સમાજના પ્રમુખ, મંત્રીઓ અને કારોબારી સભ્યોએ હાજરી આપી હતી. વિસનગર ધારાસભ્યશ્રી ઋષિકેશભાઈ આમંત્રીત હતા. પરંતુ અનિવાર્ય સંજોગોમાં હાજર રહી શક્યા નહતા. અને અંતમાં સૌએ સાથે ભોજન લીધુ હતુ. આમ GPBO પ્રમોશનલ કાર્યક્રમની સાથે અખીલ વિસનગર પાટીદાર પરીષદ (AVPP) નુ બીજુ સ્નેહસંમેલનનુ પણ સાથે સાથે આયોજન થઈ ગયુ હતુ. GPBO અને GPBS નો ભેદ અને GPBO નો વિસ્તૃત ખ્યાલ ભાવિનભાઈ પટેલે આપ્યો હતો. વિશ્વ ચેરીટેબલ ટ્રસ્ટ, વિસનગરના પ્રમુખ કીર્તિભાઈ પટેલે ટ્રસ્ટની વિસનગરમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે GPSC, VPSC તાલીમ કેન્દ્ર, ઓક્સીજન સેન્ટર, GPBO વિસનગર કાર્યક્રમ, દિકરી દત્તક યોજના, અને તાજેતરમાં રક્તદાન કેમ્પ દ્વારા સમાજને ૧૬૦ બોટલ રક્તદાન કર્યું તેની માહિતી આપી હતી. સાથે સાથે વિસનગરના તમામ યુવા બીઝનેશમેનોને દર બુધવારે રાત્રે ૯-૦૦ કલાકે સાતસો સમાજ હૉલ, સોના કોમ્પલેક્ષ વિસનગર સ્થળે યોજાતા બીઝનેશ સેમીનારમાં જોડાઈ ‘એકતા સે સમૃધ્ધી કી ઓર’ ના સુત્રને પકડી લેવા અનુરોધ કર્યો હતો. આમ સમગ્ર કાર્યક્રમ વરસાદની રમઝટ વચ્ચે પણ કુદરતના સહકારથી સંપૂર્ણ સફળ રહ્યો હતો.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles