ચિકણાના બાળકનું અપહરણ અને હત્યાનુ રહસ્ય ખુલ્યુ – પતંગ પકડવાના ઝઘડામાં
નવ વર્ષના બાળકની હત્યા સગીર મિત્રએજ કરી
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
બાળકના અપહરણથી અંતિમ સંસ્કાર સુધીનો ઘટનાક્રમ
– ર૩-૧ર-ર૦૧૭ના દિવસે બપોરે ૧૧-૩૦ કલાકે હિરણ્ય બાબુજી ઠાકોર શાળામાંથી ઘેર આવી રમવા ગયો. સાંજ સુધી પરત ન આવતા ભારે શોધખોળ
– ર૪-૧ર-ર૦૧૭ બપોરે સતલાસણા પોલીસ સ્ટેશને ફરીયાદ કરાઈ. પોલીસે અપહરણની ફરીયાદ દાખલ કરી
– રપથી ર૯ તારીખ સુધી પોલીસે સઘન તપાસ શરુ કરી ૩૧ તારીખે મોડી સાંજે શાળા પાછળથી લાશ મળી
– ૧-૧-ર૦૧૮ના દિવસે બાળકની લાશ મહેસાણા લઈ જવાઈ. મહેસાણા કહોવાયેલી લાશ માટે ફોરેન્સીક મેડીસીન એક્સપર્ટ ડૉકટર ન હોવાથી બે ડૉકટરો સાથે લાશ અમદાવાદ મોકલાઈ
– ૧-૧-ર૦૧૮ રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પરિવારને મળવા આવ્યા. પોલીસની કામગીરી નિષ્ફળ હોવાનુ જણાવ્યુ.
– લોકોનો આક્રોશ જોઈ એલ.સી.બી.ને તપાસ સોંપાઈ- ર-૧-ર૦૧૮ના દિવસે લાશનુ પી.એમ.થઈ પરત આવી. લોકોએ હત્યારાને પકડો પછી લાશના અંતિમ સંસ્કાર કરીશુ તેવી જીદ પકડી.
– ર-૧-ર૦૧૮ના દિવસે સાંજે જિલ્લા પોલીસવડાની હત્યારાને પકડી લેવાની ખાત્રી પછી લાશના અંતિમસંસ્કાર કરાયા
સતલાસણા તાલુકાના સરદારપુર ચિકણા ગામના ગુમ થયેલા ૯ વર્ષના બાળકની લાશ રવિવાર ૩૧-૧૨-ર૦૧૭ના રોજ મોડી સાંજે પ્રાથમિક શાળા પાછળથી મળતા પોલીસ સાથે ગામના આગેવાનો અને ઠાકોર સેનાના કાર્યકરો ઘટના સ્થળે પહોચ્યા ત્યારે ફરીયાદ નોંધો પછી જ લાશને બહાર કાઢો તેવી જીદ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સતલાસણા તાલુકાના ચિકણા ગામના ઠાકોર બાબુજી બઘાજીનો ૯ વર્ષનો દિકરો હિરણ્ય ર૩-૧ર-ર૦૧૭ ના દિવસે ગુમ થયો હતો. બપોરે ૧૧-૩૦ કલાકે શાળા છુટયા પછી ઘરે આવી રમવા ગયો તે પછી સાંજ સુધી પરત ન આવતા પરિવારના લોકોએ ભારે શોધખોળ કરી હતી. બીજા દિવસે સતલાસણા પોલીસ સ્ટેશને જાણવાજોગ નોંધ કરી હતી. પોલીસ ત્રીજા દિવસે અપહરણનો ગુનો નોંધ્યો હતો. પોલીસે તપાસ શરુ કરી રવિવારે ૩૧-૧ર-ર૦૧૭ના રોજ પ્રાથમિક શાળા પાછળથી દાટેલી લાશ મળી હતી. પી.એસ.આઈ. હડીયોલને સમાચાર મળ્યા કે શાળા કમ્પાઉન્ડમાં બાળકો રમતા હતા ત્યારે લાશનો હાથ જોયો હતો. તપાસ કરતા પત્થર નીચે દાટેલી ગુમ વિદ્યાર્થી હિરણ્ય ઠાકોરની લાશ મળતા. હત્યારાને શોધી કાઢવા જન આક્રોશ ફેલાયો હતો. પોલીસે ડોગ સ્કવોર્ડ અને એફ.એસ.એલની ટીમ બોલાવી તપાસ શરુ કરી હતી કુતરો જયાં જયાં ફર્યો તે લોકોને આરોપી બનાવી ફરીયાદ નોંધવા ઠાકોર સેનાએ માંગ કરી હતી. બીજા દિવસે અલ્પેશ ઠાકોરની હાજરીમાં લાશનુ પંચનામુ કરી લાશને મહેસાણા પી.એમ.અર્થે મોકલી હતી. મહેસાણા સિવિલમાં મોકલાયેલી લાશ કહોવાઈ ગઈ હતી મહેસાણા ફોરેન્સીક મેડીસીન એક્સપર્ટ ડૉકટર ન હોવાથી લાશ અમદાવાદ સિવિલમાં મોકલાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે માસુમ હિરણ્યનો મૃતદેહ મળ્યો તેના ત્રણ દિવસ પહેલા ડોગ સ્કવોર્ડની મદદથી ગામ આસપાસ તપાસ કરી હતી છતા કોઈ સફળતા મળી નહોતી. લાશ શાળા પાછળ પત્થર રોડ-કોન્ક્રેટ નીચેથી મળી હતી શનિ-રવિની રજા હોવાથી હત્યારાએ માસુમ બાળકની લાશ શાળાના સ્ટાફરૂમની પાછળ દિવાલને અડીને સુવાડી દઈ તેની ઉપર કોથળો ઢાંકી તેની ઉપર રોડા-કોન્ક્રેટનો ઢગલો કરી દીધો હતો. માસુમ બાળકનો હાથ શાળામાં રમતા બાળકો જોઈ જતા બાળકનો મૃતદેહ મળ્યો હતો. ર-૧-ર૦૧૮ના દીવસે લાશ પી.એમ.થઈ પરત આવતા પોલીસે બાળકનું મોત ગળુ દબાવી કર્યા હોવાનું પ્રાથમિક અનુમાન કર્યુ હતુ. ડૉકટરએ ચાર-પાંચ દિવસ પહેલા મોત થયાનુ અનુમાન કર્યુ હતુ. મૃતદેહ પી.એમ.થઈ પરત આવતા ગામમાં ભારેલા અગ્ની જેવી સ્થિતિ હતી. હજારોની સંખ્યામાં આવેલા લોકોએ એક જ વાત કરી હતી કે આરોપીને ઝડપી પાડો તે પછી લાશના અંતિમ સંસ્કાર કરીશું મૃત્યુ પામનાર હિરણ્ય ઉર્ફે હિરેન પરિવારનો એક જ દિકરો હતો તેની મોટી બહેન ધોરણ-૬મા અભ્યાસ કરે છે. જિલ્લા પોલીસવડાએ બાળક હિરણ્ય ક્રુર હત્યાના પગલે એલ.સી.બી. પોલીસને તપાસ સોંપી છે. પોલીસે ચાર અલગ અલગ ટીમો બનાવી તપાસ શરુ કરી છે. ડી.વાય.એસ.પી. વિસનગર,ચાર પોલીસ ઈન્સપેક્ટરો, એસ.ઓ.જી. એલ.સી.બી સહીત જિલ્લાની પોલીસ ઘટના સ્થળે ઉતારી દીધી હતી. તમામ પોલીસ ટીમો પોતાની રીતે તપાસ કરી રહી છે. છતા પણ મૃત્યુ પામનાર હિરણ્યના મામા જવાનજી ઠાકોરે જણાવ્યુ હતુ કે અમને જેમની તરફ શંકા છે તેની તરફ પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી અલ્પેશ ઠાકોરે ન્યાય અપાવવાની વાત કરી છે છતા કાર્યવાહી થતી નથી પોલીસ કોલ ડીટેઈલ આધારે તપાસ કરી રહી છે. હત્યારો ગામનો જ હોવાનું પોલીસમાની રહી હતી. પોલીસ તપાસમાં ૧૪ વર્ષના કિશોરની પુછપરછ કરી હતી. વારંવાર આ કિશોર નિવેદન બદલતો હતો. ત્યારે સઘન પુછપરછ કરતા તેણે જણાવ્યુ કે હિરણ્ય સાથે ધાબા ઉપર પતંગ પકડવાના ઝંડુને મુદ્દે ઝગડો થયો હતો. ગુસ્સામાં ગળુ પકડી દબાવતા જમીન ઉપર પટકાયો હતો. હિરણ્યને નાકમાંથી લોહી આવતુ હતુ. જેથી મોઢુ ને નાક દબાવી દેતા તેનું મૃત્યુ થયુ હતુ. બાદમાં તેણે લાશ ઢસડી સીડીથી નીચે ઉતારી હતી. ખેતરમાં ફેંકવાનો વિચાર કરતો હતો. પરંતુ એક છોકરી કપડા ધોતી હતી. તે જોઈ જવાના ડરથી મધ્યાહન ભોજન કેન્દ્રની દિવાલ પાછળ લાશ મુકી તેના ઉપર કંતાન અને રેતી અને સિમેન્ટનો પથ્થર મુકી નાસી ગયો હતો. પોલીસે ટુંક સમયમાં આરોપીને પકડી લઈ સરાહનીય કામગીરી કરી હતી.