પ્રકાશભાઈ પટેલ અમેરિકાથી તાત્કાલીક પરત ફરી પંથકને મહામારીથી ઉગારવા મહત્વનો નિર્ણય કર્યો
(પ્ર. ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોરોના મહામારીના કારણે હોસ્પિટલો ઉભરાય છે, ર્ડાક્ટરના દવાખાના ઉભરાય છે, સારવાર માટે કલાકો રાહ જોવી પડે છે. ત્યારે વિસનગરની પરિસ્થિતિ કથળતા તાત્કાલીક અમેરિકાથી પરત ફરી પ્રકાશભાઈ પટેલ દ્વારા શહેરના લોકોને ઘેર બેઠા સારવાર મળે તે માટે “નૂતન હોસ્પિટલ આપના દ્વારે”નો મહત્વનો નિર્ણય કરાયો છે. કોરોના સંક્રમીત દર્દિઓને હવે ઘેર બેઠા સામાન્ય ચાર્જમાં સારવાર મળી રહેશે.
કોરોના સંક્રમણ ભયાનક તબક્કામાંથી પસાર થઈ રહ્યુ છે. પોઝીટીવ દર્દીઓની સંખ્યા વધી છે. તમામ સભ્યો સંક્રમણનો ભોગ બન્યા હોય તેવા ઘણા પરિવાર છે. પોઝીટીવ રીપોર્ટ આવ્યા બાદ ર્ડાક્ટરના ક્લીનીક અને હોસ્પિટલો ઉભરાતા લોકો સમયસર સારવાર નહી લઈ શકતા કોરોનાની ગંભીર બીમારીનો ભોગ બની રહ્યા છે. હોસ્પિટલમાં સારવાર માટે બેડ નહી મળતા પોઝીટીવ દર્દિને હોમ ક્વોરન્ટાઈન રહેવાની ફરજ પડે છે. અશક્તી, કળતર, તાવના કારણે સારવાર માટે ઘરની બહાર નિકળી શકતા નથી. તાત્કાલીક સારવાર નહી મળતા ઓક્સીજન લેવલ ઘટી જાય ત્યાં સુધી પરિસ્થિતિ વણસે છે. આવી ભયાનક મહામારીમાં સંક્રમીત લોકોને શરૂઆતમાંજ ઘેર બેઠા સારવાર મળી રહે તે માટે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પ્રકાશભાઈ પટેલ અમેરિકા ગયા હતા. ત્યારે હોસ્પિટલમાં ઓક્સીજનની પરિસ્થિતિ ગંભીર બનતા તેમજ પોઝીટીવ કેસની સંખ્યા વધતા લોકોની વિટંબણા અને પરિસ્થિતિ પામી એકજ અઠવાડીયામાં પરત ફરી મહામારીમાં વિસનગરના લોકોને સારામાં સારી તબીબી સુવિધા મળી રહે તે માટે રાત-દિવસ એક કરી રહ્યા છે. જેમના પ્રયત્નોથી નૂતન મેડિકલ કોલેજ અને રીસર્ચ સેન્ટર સંચાલીત નૂતન જનરલ હોસ્પિટલ આપના દ્વારે અંતર્ગત હોમ આઈસોલેશન દર્દિઓ માટે હોમ ક્વોરન્ટાઈન પેકેજ તૈયાર કરવામાં આવ્યુ છે. કોરોનાના કપરા સમયે છેલ્લા ઘણા સમયથી સેવા પરમો ધર્મના ધ્યેય સાથે કાર્યરત વિસનગરની નામાંકિત અને પ્રસિધ્ધ નૂતન જનરલ હોસ્પિટલ દ્વારા કોવીડ-૧૯ સંક્રમીત દર્દિને હોસ્પિટલમાં દાખલ ન થવુ પડે અને ઘેર બેઠા સારવાર મળે તે માટે મેડિકલ ઓફીસર, નર્સ અને ફાર્માસિસ્ટની ટીમ તૈનાત કરવામાં આવી છે. જે ટીમ સવારે ૮-૦૦ થી સાંજના ૬-૦૦ કલાક સુધી સેવા આપશે. વિસનગર શહેર પુરતી મર્યાદિત આ સેવા ઘેર બેઠા મેળવવા મો.નં.૭૭૯૩૦ ૩૦૩૦૪, ૭૭૯૩૦૩૦૩૦૭, ૭૬૯૮૮૭૧૭૯૯ તથા ૭૮૬૧૮૨૦૮૧૧ ઉપર સંપર્ક કરવાનો રહેશે. દર્દી દીઠ એક વિઝીટનો રૂા.૫૦૦ તથા પાંચ દિવસની વિઝીટનો રૂા.૨૦૦૦ ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. આ હોમ ક્વોરન્ટાઈન પેકેજમાં બ્લડપ્રેશર, ઓક્સીજન લેવલ, ટેમ્પરેચર તથા અન્ય જરૂરી મોનીટરીંગની આરોગ્ય તપાસ કરવામાં આવશે. તપાસ બાદ આરોગ્યલક્ષી સલાહસુચન તથા લક્ષણોને ધ્યાનમાં રાખી સારવાર આપવામાં આવશે. જરૂર પ્રમાણે RTPCR–લોહીની તપાસ જેવા લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવશે. દર્દિના ઘરેજ જરૂરીયાત પ્રમાણે પેરાસીટામોલ, એઝીથ્રોમાઈસીન, વિટામીન-સી, મલ્ટિવિટામીન, ઝીંક, કફ શીરપ જેવી દવાઓ આપવામાં આવશે. જરૂર પડે તો સીટી સ્કેન, એક્સ-રે જેવી રેફરલ સેવાઓ પણ આપવામાં આવશે. પેકેજમાં આવશ્યક દવાઓ અને લેબોરેટરી ચાર્જ સામેલ નહી હોવાથી અલગથી આપવાનો રહેશે. પ્રકાશભાઈ પટેલે તથા હોસ્પિટલ ટીમ દ્વારા નૂતન જનરલ હોસ્પિટલ આપના દ્વારે જે અભિગમ અપનાવાયો છે ખરેખર મહામારીમાં લોકો માટે આશિર્વાદરૂપ બનશે.
મહત્વની બાબત છેકે, અત્યારે કોરોના મહામારીના કપરા સમયમાં વિસનગરની નૂતન જનરલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં સફળ તબીબી સારવાર મળતી હોવાથી ઉત્તર ગુજરાત સહિત ગુજરાતભરના કોરોના ગ્રસ્ત દર્દીઓનો સારવાર માટે ખુબજ ઘસારો રહે છે. નૂતનની કોવિડ હોસ્પિટલના નિષ્ણાત તબીબોની સારવારથી કોરોનાના દર્દિઓ ઝડપી સ્વસ્થ થઈ ઘરે ગયા છે. હોસ્પિટલમાં દર્દીઓનો મૃત્યુઆંક પણ ખુબજ ઓછો છે. જેના કારણે નૂતનની કોવિડ હોસ્પિટલમાં સારી તબીબી સારવાર લેવા માટે ગુજરાતના દરેક ખુણે રહેતા આગેવાનો અને દર્દીઓ સંસ્થાના ચેરમેન પ્રકાશભાઈ પટેલ અને કોવિડ સેન્ટરના તબીબોનો સંપર્ક કરી રહ્યા છે. અત્યારે નૂતન હોસ્પિટલમાં રાહતદરે ઝડપી રિપોર્ટ મળતો હોવાથી રોજેરોજ સીટીસ્કેન-૨૦૦, RTPCR–૧૫૦થી ૧૭૫, તથા અલગ અલગ પ્રકારના લોહીના ૫૦૦ થી ૬૦૦ સેમ્પલ લેવામાં આવે છે. કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ફાર્મસી કોલેજ, ડેન્ટલ કોલેજ, ફિજીયોથેરાપી કોલેજ તથા નર્સિંગ કોલેજના પ્રિન્સીપાલ સહિતનો સ્ટાફ કોવિડ હોસ્પિટલમાં અલગ-અલગ જવાબદારી સંભાળી રહ્યો છે. જેમાં તેઓ કોરોનાની સારવાર લેતા દર્દિના સગાને રોજેરોજ દર્દિની વિગતો આપે છે. દર્દિના સગાને મોબાઈલ વિડીયોથી વાતચીત કરાવે છે. જોકે આ કોવિડ સેન્ટરમાં સંસ્થાના ચેરમેન પ્રકાશભાઈ પટેલના પ્રયત્નોથી હોસ્પિટલમાં કોરોનાની સારવારમાં વપરાતી રેમડેસિવિર, ફેબીફ્લુ સહિતની દવાઓનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાથી દર્દિના સગાને દવા લેવા માટે રઝળપાટ કરવો પડતો નથી અને દર્દિને સારામાં સારી સારવાર મળી રહે છે.