Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

ધારાસભ્યમાં નિર્ણય શક્તિના અભાવથી ઓક્સિજન અછતના કારણે ખેરાલુ-સતલાસણામાં કોવિડ કેર સેન્ટરો બંધ થવાની શક્યતા

$
0
0

(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ અને સતલાસણા તાલુકામાં હાલ ત્રણ પ્રાઈવેટ કોવિડ કેર સેન્ટરો ચાલે છે. જેમાં તમામ સેન્ટરોમાં ઓછામાં ઓછા રોજના ૬૦ થી ૮૦ ઓક્સિજનના બાટલા પુરા થતા નથી. જેના કારણે ત્રણે કોવિડ કેર સેન્ટરો દર્દીઓને દાખલ કરે છે પરંતુ ઓક્સિજન ખુટે તો બીજે લઈ જવાની તૈયારી રાખવાનું દર્દીના પરિવારજનોને જણાવે છે. જેથી હાલ લોકોને ક્યાંય સગવડ મળતી નથી. જેથી ના છુટકે ખેરાલુ સતલાસણાની પ્રાઈવેટ હોસ્પિટલોમાં ક્યાક ઓક્સિજન નહી મળે તો તેવુ વિચારી ડર સાથે ઊચાટ અનુભવીને દાખલ કરે છે.
ખેરાલુ-સતલાસણામાં છેલ્લા ત્રણ-ચાર અઠવાડીયાથી કોવિડ કેર સેન્ટરો ચાલુ થયા છે. પરંતુ સરકાર તરફથી ઓક્સિજનની કોઈપણ સગવડ પુરી ન પડાતા હવે ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોર સમક્ષ ફરિયાદો શરુ કરી છે. પરંતુ ધારાસભ્ય પાસે નિર્ણય શક્તિનો અભાવ હોવાથી અગાઉ પણ ખેરાલુ લોક ડાઉન ન કરતા લોકો અને વેપારીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. ત્યારબાદ એક અઠવાડીયામાં ૧૧ લોકોને કોરોના ભરખી ગયો તે પછી ધારાસભ્યએ પાલિકા પ્રમુખને ફોન કરી લોક ડાઉન કરવા નિર્ણય કરવા કહ્યુ હતુ. ખેરાલુ પાલિકા પ્રમુખ હેમન્તભાઈ શુકલએ વેપારી મહામંડળને એક બાજુ હડસેલી જાતે નિર્ણય લઈ ખેરાલુમાં લોક ડાઉન કરતા સંક્રમણ ઘટાડવા પ્રયત્ન કર્યો હતો. તેવીજ રીતે ઓક્સિજનના બાટલા માટે પહેલા ખેરાલુ પ્રાન્ત જોડે ધારાસભ્યએ ચર્ચા કરી કોઈ નિરાકરણ ન આવતા પ્રભારી મંત્રી વિભાવરીબેન દવે સમક્ષ પણ રજુઆત કરી મહેસાણા કલેક્ટરશ્રી જોડે ઓક્સિજનના બાટલા ફાળવવા રજુઆત કરી હતી. આ બાબતે ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોરને પ્રચાર સાપ્તાહિકે પુછ્યુ કે ક્યારે ખેરાલુના કોવિડ કેર સેન્ટરોને બાટલા મળશે? ત્યારે તેમણે જણાવ્યુ કે, રજુઆત કરી છે ક્યારે ઓક્સિજનના બાટલા મળશે તેવું પુંછતા ગોળ ગોળ જવાબ આપી ટુંક સમયમાં ઓક્સિજન બોટલ મળશે તેમ જણાવ્યુ હતુ. ધારાસભ્ય તરીકે જો કલેક્ટરશ્રી કે પ્રભારી મંત્રી પાસેથી કઈ તારીખથીઓક્સિજન બોટલ મળશે તેવું પણ ન પુછી શકાય તો ધારાસભ્ય પદે રહેવાનો અધિકારજ નથી. એક બાજુ લોકો મરી રહ્યા છે. ઓક્સિજન વગર કોવિડ કેર સેન્ટરો પુરતા પેશન્ટો (દર્દી)ઓને દાખલ કરી શકતા નથી. જેના કારણે ગરીબ અને મધ્યમવર્ગ હેરાન પરેશાન છે. ત્યારે ધારાસભ્ય લોકોના ખાનગી પ્રસંગોમાં હાજરીઓ આપવા જાય ત્યારે ખુબજ અજુગતુ લાગે છે. ખેરાલુ પાલિકા પ્રમુખ હેમન્તભાઈ શુકલને ઓક્સિજનના બોટલો માટે શુ વ્યવસ્થા કરાઈ તેવું પુંછતા તેમણે જણાવ્યુ હતુ કે, ધારાસભ્યના કહેવાથી કોવિડ કેર સેન્ટરોને બાટલા જોઈએ તેટલા મળે છે. ક્યા કોવિડ કેર સેન્ટર માટે કોને ધારાસભ્યએ ફોન કર્યો તેવું પુંછતા જવાબ આપી શક્યા નહોતા.
ખેરાલુ તાલુકો અને ખેરાલુ વિધાનસભા હાલ નધણીયાતા ખેતર જેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યુ છે. રેમડેસિવિર ઈન્જેક્શન અને ફેબીફ્લુ ટેબલેટ માટે ખેરાલુના એક પત્રકારના પુત્રને જરૂર પડી તો પણ ધારાસભ્ય અપાવી શક્યા ન હોતા, હાલ આ બનાવો તેમજ ગત દોઢ વર્ષના ધારાસભ્ય કાળમાં ધારાસભ્ય અજમલજી ઠાકોરથીખેરાલુ વિધાનસભાની પ્રજા ત્રાસી ગઈ છે. ખેતરોમાં સિંચાઈ માટે પાણી નથી. પશુ પાલકો માટે ઘાસચારો નથી. કોરોના પેશન્ટો માટે રેમડેસીવીર ઈન્જેક્શન નથી અને હવે મરવાની અણી ઉપર હોય તેવા લોકો માટે ખેરાલુ સતલાસણા તાલુકામાં ઓક્સિજન પણ નથી. હવે લોકો એવું કહેતા થયા છે કે, ભારતીય જનતા પાર્ટીએ નિર્ણય શક્તિના અભાવ વાળા ધારાસભ્ય ખેરાલુ વિધાનસભામાં લાવ્યા છે. આના કરતાં ધારાસભ્ય પદે ભરતસિંહ ડાભી હોત તો ગણત્રીના કલાકોમાં ઓક્સિજનની સગવડ થઈ ગઈ હોત. આપણે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે, કલેક્ટરશ્રી મહેસાણા દ્વારા ઓક્સિજનની સગવડ થાય અને લોકના જીવ બચી જાય અને છેલ્લે મળતી માહિતી પ્રમાણે ખેરાલુ-સતલાસણાના કોવિડ કેર સેન્ટરો આખી રાત ઓક્સિજનની બોટલો ભરાવવા વિજાપુર, મહેસાણા, પાટણના ધક્કા ખાઈ રહ્યા છે. અને છેલ્લે મહેસાણા જીલ્લાના તમામ તાલુકાઓ માટે ઓક્સિજનના બાટલા ફાળવવા કલેક્ટરશ્રીએ આદેશ કર્યો છે. તેમાં માત્ર ખેરાલુ-સતલાસણા તાલુકાને બાકાત રાખવામાં આવ્યો છે. જેનું મુખ્ય કારણ સબળ નેતાગીરીનો અભાવ કહેવાય.ખેરાલુના પુર્વ ધારાસભ્ય અને પાટણ સાંસદ ભરતસિંહ ડાભી બનાસકાંઠામાં લોકોને રેમડેસીવીર ઈન્જેક્શન અપાવી શક્તા હોય તો ખેરાલુ-સતલાસણા તાલુકામાં ઓક્સિજન માટે તડપતા લોકોને ઓક્સિજન બોટલ ન અપાવી શકે? પાટણ સાંસદ ભરતસિંહ ડાભી સમક્ષ ખેરાલુ-સતલાસણાની ઓક્સિજનની તંગી વિશે પ્રચાર સાપ્તાહિકે જાણ કરતા શનીવાર રાત સુધીમાં ઓક્સિજનનો પુરવઠો પુરતો મળે તેવી વ્યવસ્થા થઈ જશે તેમ જણાવ્યુ હતુ. ભરતસિંહ ડાભીએ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ, રાજ્યના મુખ્ય સચિવોમાં ધનંજય દ્વીવેદી, એન.કે.દાસ, શાહ સાહેબ સમક્ષ રજુઆત કરતા અંતે ઓક્સિજન પુરવઠો રવિવાર કે સોમવારથી રાબેતા મુજબ મળશે તેમ સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યુ હતુ.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles