Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

ધારાસભ્ય ઋષિભાઈ પટેલની મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કોમન પ્રીસ્ક્રીપ્શનથી દવાઓ અપાય તો ગંભીર અસરથી બચી શકે

$
0
0

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોરોના મહામારીમાં વિસનગર પંથક માટે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ દ્વારા બનતા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સંક્રમીત લોકોને સારવાર અને સુવિધાઓ મળી રહે તે માટે ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરવામાં આવી છે. જેમાં અતી મહત્વની રજુઆત એ કરાઈ છેકે, કોમન પ્રીસ્ક્રીપ્શન બતાવી કોરોના લક્ષણોની શરૂઆતમાંજ સારવાર આપવામાં આવે તો ગંભીર અસરથી બચાવી શકાય.
કોરોનાના ભયંકર સંક્રમણમાં વિસનગરના લોકોને સારવાર મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે. સારવાર મળી રહે તે માટે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ દ્વારા સરાહનીય પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કોરોના મહામારી અંતર્ગત ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ કેટલીક રજુઆત કરવામાં આવી છે. કંઈ રજુઆત કરવામાં આવી તે જોઈએ તો, મહેસાણા સાંઈક્રિષ્ણા હોસ્પિટલમાં ૧૫૦ દર્દિની સારવાર ચાલુ કરવાની જાહેરાત કરવામાં આવી છે તો તેનો અમલ કરવો. વડનગર મેડિકલ કોલેજમાં ભૌતિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે તો કોલેજમાં વધારાની વ્યવસ્થા કરવાની જરૂરીયાત છે.
સરકારી સિવિલ હોસ્પિટલ, નાના મોટા આરોગ્ય કેન્દ્રો, ખાનગી મેડિકલ કોલેજ, પ્રાઈવેટ પ્રેક્ટીશનર કે જે કોરોનાની સેવા કરવા તત્પર છે. તેમને ઓક્સીજન અને રેમડેસિવિર ઈન્જેક્શન પુરતા પ્રમાણમાં ન મળતા સારવાર બંધ કરવાનુ વિચારી રહ્યા છે. કેટલાક ઓછા દર્દિઓ દાખલ કરી રહ્યા છે તેમને ઓક્સીજન તથા રેમડેસિવિરની પ્રાયોરીટી મળે તે ખુબજ જરૂરી છે. ધારાસભ્ય દ્વારા મહત્વની રજુઆત એ કરવામાં આવી છેકે શહેરો તથા ગામડાઓમાં સામાન્ય તાવ શરદીના લક્ષણો દેખાતા થોડી બેદરકારી રાખવાના કારણે કેસો વધી રહ્યા છે. જે સારવાર માટેનુ કોમન પ્રીસ્ક્રીપ્શન બનાવી અને જાહેર કરવાથી તેમજ ગામના આગેવાનો, આશાવર્કર, આંગણવાડી બહેનો વિગેરે સરકારી તંત્રનો ઉપયોગ કરી આવા શરૂઆતના લક્ષણો ધરાવતા દર્દિઓને શોધી સારવાર ચાલુ કરવાથી મોટી રાહત મળે તેવુ છે. વિસનગરના આઈ.એમ.એ.ના ર્ડાક્ટર વિષ્ણુભાઈ પટેલ, ર્ડા.અરૂણભાઈ રાજપૂત દ્વારા તેમના ગામમાં શરૂઆતના લક્ષણો ધરાવતા દર્દિઓને શોધી કોમન પ્રીસ્ક્રીપ્શનથી સારવાર ચાલુ કરી દીધી છે. આ સારવારમાં ક્યાંક મેડિકલ પ્રોટોકોલમાં છુટછાટ આપી મેડિકલની સારવાર કરાવવી જોઈએ. મહેસાણા જીલ્લામાં હોમ કોરોન્ટાઈનમાં ઓક્સીજનની સારવાર લેતા દર્દિઓ માટે ઓક્સીજન સપ્લાય બંધ કરવામાં આવ્યો છે. જે દર્દિઓ સિવિલ હોસ્પિટલ કે અન્ય જગ્યાએ એડમીટ માટે ઘસારો કરી રહ્યા છે. ઓક્સીજન સાથે દર્દિઓ ઘરે સારવાર મેળવી શકે તે માટે ઓક્સીજન સપ્લાયનો બાન ઉપાડી લેવો જોઈએ. ધારાસભ્ય દ્વારા વિસનગરની હોસ્પિટલોમાં ઓક્સીજન સપ્લાય પુરો પાડવા માટે પણ કલેક્ટરને રજુઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત્ત વિસનગર શહેર અને તાલુકામાં કોવીડ-૧૯ ની મહામારી દરમ્યાન હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં દર્દિઓ દાખલ થઈ રહ્યા છે. જેમાં વિસનગર ખાતેની જી.ડી. જનરલ હોસ્પિટલમાં પણ મોટી સંખ્યામાં દર્દિઓ દાખલ થયેલા છે. હોસ્પિટલ ખાતે અગાઉ ફરજ બજાવી ચુકેલા ર્ડા.પારૂલબેન પી.પટેલ હાલમાં વિજાપુર તાલુકાના કોલવડા ગામે આવેલ સી.એચ.સી. ખાતે અધિક્ષક વર્ગ-૧ તરીકે ફરજ બજાવે છે. વિસનગરની જી.ડી. જનરલ હોસ્પિટલ ખાતેના તેઓના બહોળા અનુભવનો ઉપયોગ લઈ શકાય તે હેતુસર તેઓને જી.ડી. જનરલ હોસ્પિટલ ખાતે અધિક્ષક વર્ગ-૧ તરીકે ડેપ્યુટેશન પર મુકવા માટે પણ કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles