તંત્રી સ્થાનેથી
કોરોના કાળમાં ર્ડાક્ટરની કન્સલટેશન ફી બચાવવા માટે કોરોના થયો હોય તેવા દર્દીએ જે રીતે દવા લીધી હોય તેવી જ રીતે બીજા દર્દીઓ દવા લેતા હોય છે. ર્ડાક્ટરો વ્યક્તિના શરીરના બંધારણ આધારિત દવાઓ લખતા હોય છે. જેથી એક વ્યક્તિનું દવાનું પ્રિસ્ક્રીપશન બીજાને ઉપયોગી થઈ શકે નહિ માટે તબીબી સલાહ પ્રમાણે દવાઓ લેવી જોઈએ. તાજેતરમાં જ કરવામાં આવેલા એક અભ્યાસ મુજબ દાવો કરાયો છેકે બિમારી દરમ્યાન જો તબીબના કહેવા મુજબ તેમની સલાહ મુજબ દવા લેવાય તો સ્વસ્થ થવાની સંભાવના ઘણી વધી જાય છે. દવા લેવા માટેના પણ કેટલાક નીતિ નિયમો અને કાયદા છે. આ તમામ નીતિ નિયમોની ઉપેક્ષા કરી શકાય નહિ. કોઈપણ ઉપેક્ષા કરવાની સ્થિતિમાં દર્દીને સ્વસ્થ થવાની તક ઘટી જાય છે. જાણકાર નિષ્ણાતો કહે છે કે દવા કોઈપણ હોય તે શરીરમાં ચોક્કસ સમય સુધીજ કામ કરે છે. તબીબો શરીરની પ્રકૃતિ આધારીતજ ડોઝ બનાવે છે. અને તેના આધારેજ દર્દીને ડોઝ અપાય છે. તબીબે આપેલી દવાની આડ અસર થાય તો તબીબને જણાવવાથી તેની તાત્કાલિક નિરાકરણ આવી શકે છે. દવા બાળકોના હાથમાં ન આવે, અને ચોક્કસ તાપમાનમાં રાખવી જોઈએ. દવા ખરીદતી વખતે કેમીસ્ટ પાસેથી રીસીપ્ટ લેવી જોઈએ. દવા લીધા પછી એક્સપાયરી ડેટ જોવી જોઈએ. કેટલાક વ્યક્તિઓને રાત્રે અંધારામાં દવા લેવાની ટેવ છે. તે જીવલેણ સાબિત થઈ શકે છે. નિષ્ણાતો અને જાણકારોના મત મુજબ તબીબ દ્વારા જેટલા દિવસની દવા અપાઈ હોય તેટલા દિવસ દવા લેવી જોઈએ. તબીબના નિર્દેશ મુજબ દવા લેવાથી બિમારીમાંથી સ્વસ્થ થવાની શક્યતા વધી જાય છે. વહેલી તકે સ્વસ્થ થવા માટે તબીબના નિર્દેશ મુજબ આગળ વધવુ જોઈએ. સામાન્ય રીતે એવું બને છે કે દવા લેવાની શરૂ કર્યા બાદ આરામ થાય એટલે દવા બંધ કરી દેવામાં આવે છે. કેટલાક લોકો દવાનું પ્રમાણ પોતાના મન અને સુવિધા મુજબ ઘટાડો કરે છે. તેની અસર થયેલા સુધારા ઉપર થાય છે. બીજી બાજુ સમયના અભાવે તબીબોની સલાહ લીધા વિના એન્ટી બાયોટીક દવાઓ લોકો લેતા થયા છે. આ બાબતે નિષ્ણાતો અને તબીબોએ ગંભીર નોંધ લીધી છે. તબીબોનુ કહેવું છેકે તબીબોની સલાહ વગર કોઈપણ દવા જાતે લેવી તે ખતરનાક સાબિત થઈ શકે છે તેની અનેક આડઅસરો પણ થઈ શકે છે. વ્યસ્ત લોકો સમયના અભાવે આરોગ્યની જાળવણી માટે બિમાર થવાની સ્થિતિમાં કામચલાઉ દવા જાતે લઈ લે છે. આવી દવાથી ચોક્કસ રાહત મળે છે પરંતુ આવી દવા એ કોઈ ઈલાજ નથી. આવી લીધેલી દવા ઘણીવાર ખુબ તંત્રી સ્થાનેથી
ખતરનાક સાબિત થઈ શકે છે. તાવ, શરદી, ગળામાં દુખાવાની જાતે જ લોકો દવા લઈ લે છે. પરંતુ આવી જાતે દવા લઈ લેનાર લોકો દવાની અસર કેટલી હદ સુધી થઈ શકે છે તે જાણતા નથી. જાણીતા તબીબોનું કહેવુ છે કે એન્ટી બાયોટીક્સ દવા એન્ટી માઈક્રોબાઈલ એજન્ટ તરીકે પણ જાણીતી છે. આ પ્રકારની દવાનું કામ શરીરમાં કોઈપણ પ્રકારના ઈન્ફેક્શનને દૂર કરવાનું હોય છે. એન્ટી બાયોટીક્સ દવાઓ બેક્ટેરીયા, પેરાસાઈટ જેવા ઓર્ગેનિઝમને ટાર્ગેટ બનાવે છે. પરંતુ વાયરસ સામે તે દવાઓ અસરકારક હોતી નથી. નિષ્ણાતોનું કહેવું છેકે નિષ્ણાત તબીબો દ્વારા લખવામાં આવેલી દવા માન્ય સ્ટોરોમાંથીજ લેવામાં આવે તે જરૂરી છે. તબીબો વ્યક્તિના બોડી લેંગ્વેજ અનુસાર દવાઓ લખતા હોય છે. જેથી તબીબ દ્વારાજ લખાયેલી દવાઓ લેવી તે હિતાવહ છે. તબીબે લખેલી દવા સ્ટોરમાંથી ખરીદી તેની ખરાઈ ર્ડાક્ટર પાસે કરાવવી જોઈએ કે સ્ટોર દ્વારા અપાયેલી દવા તેમણે લખેલી છે તેવીજ કંપનીની છેકે નહી?