Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

પ્રકાશભાઈ પટેલના લોક સ્વાસ્થ્યના પ્રયત્નોથી રૂા.૨ કરોડની દાન વર્ષા

$
0
0

ધાર્યા કરતા વધુ દાન આવતા પાંચ વેન્ટીલેટરઅને પ્લાઝમા થેરાપી મશીનનો ઓર્ડર કર્યો

પ્રકાશભાઈ પટેલના લોક સ્વાસ્થ્યના પ્રયત્નોથી રૂા.૨ કરોડની દાન વર્ષા

નૂતન હોસ્પિટલમાં વેન્ટીલેટર સાથે આઈ.સી.યુ. ઓન વ્હીલ્સની સેવા ટુંક સમયમાં શરૂ થશે

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિમાંથી પસાર થયો ન હોય તેવો કોઈ પરિવાર બાકાત નથી. કોરોનાએ લોકોને તબીબી સારવારનુ મહત્વ સમજાવ્યુ છે. આ મહામારીની કટોકટીમાં એસ.કે.યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલના પ્રયત્નોથી નૂતન હોસ્પિટલ એ પંથક માટે જીવતદાન સમાન સાબીત થઈ રહી છે. હોસ્પિટલમાં ઓક્સીજન પ્લાન્ટ માટે રૂા.૫૦ લાખની જરૂરીયાત હતી ત્યારે પ્રકાશભાઈ પટેલના લોક સ્વાસ્થ્યના પ્રયત્નોનો અનુભવ કરી ચારજ દિવસમાં રૂા.૨,૦૨,૮૪,૯૦૨/- ની દાન વર્ષા દાતાઓ દ્વારા કરવામાં આવી છે. ધાર્યા કરતા વધારે દાન આવતા પાંચ વેન્ટીલેટર તથા પ્લાઝમાં થેરાપી મશીનનો ઓર્ડર કરવામાં આવ્યો છે. દસેક દિવસમાં ઓક્સીજન પ્લાન્ટ શરૂ થયા બાદ નૂતન હોસ્પિટલમાં તમામ ૨૭૦ ઓક્સીજન બેડ ઉપર સારવાર મળશે.
ધાર્મિક કાર્યોમાં એકજ દિવસમાં લાખ્ખો-કરોડોના દાનની જાહેરાત થઈ હોવાનુ લોકોએ સાંભળ્યુ હશે. પરંતુ તબીબી વ્યવસ્થા માટે લોકોએ દાનનો ધોધ વહાવ્યો હોય તેવુ ક્યારેય સાંભળ્યુ નહી હોય. કોરોના મહામારીમાં ભોગ બનનાર મોટાભાગના લોકોને સારવાર માટે મહેનત કરવી પડી છે. જેથી હવે લોકોમાં તબીબી સારવારનુ કેટલુ મહત્વ છે તે સમજાવ્યુ છે. નૂતન કેળવણી મંડળ સંચાલીત નૂતન મેડિકલ કોલેજની નૂતન હોસ્પિટલમાં ૨૭૦ બેડની ઓક્સીજન વ્યવસ્થા થાય તેમ છે. પરંતુ ઓક્સીજનની તંગી સર્જાતા ૧૦૦ થી ૧૨૫ કરતા વધારે બેડની વ્યવસ્થા થઈ શકી નથી. હોસ્પિટલમાં ઓક્સીજનની સતત તંગી રહેતા કેળવણી મંડળના પ્રમુખ એસ.કે.યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલે હોસ્પિટલ ઓક્સીજનમાં આત્મનિર્ભર બને તે માટેનો ભગીરથ પ્રયાસ હાથ ધર્યો છે. મહામારીમાં પંથકના લોકોને સારવાર મળી રહે તેમજ સારવારમાં કોઈ ઉણપ ન રહે તે માટે ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ લેટેસ્ટ ઓક્સીજન પ્લાન્ટ નાખવાની કામગીરી પુરજોશમાં શરૂ કરી છે. હવામાંથી ઓક્સીજન ઉત્પન્ન કરતો ૨૫ MQ ૧૩૦૦૦ લીટર સુધીની ક્ષમતાનો ક્રાયોટેન્ક પ્લાન્ટ નાખવા રૂા.૫૦ લાખનો ખર્ચ થાય તેમ હોઈ પ્રકાશભાઈ પટેલના પ્રયત્નોની જાણ થતા દાતાઓએ સ્વૈચ્છીક દાન આપવા તૈયારી દર્શાવી હતી. પ્રકાશભાઈ પટેલે સોશિયલ મિડીયામાં દાતાઓનો આભાર માનતા પછીતો દાનનો પ્રવાહ શરૂ થયો હતો. અને નવાઈ લાગશે કે ચાર જ દિવસના ટુંકા ગાળામાં ૧૭૭ દાતાઓ દ્વારા ૨,૦૨,૮૪,૯૦૨ રૂપિયા દાનની સ્વૈચ્છીક જાહેરાત કરવામાં આવી હતી.
મહામારીના અનુભવથી લોકો દ્વારા નહી ધારેલુ દાન જાહેર કરવામાં આવતા કોરોના સારવારમાં લોકોને આધુનિક સારવાર મળી રહે તે માટે પ્રકાશભાઈ પટેલ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પ્રકાશભાઈ પટેલે જણાવ્યુ છેકે, લોકફાળાથી હોસ્પિટલમાં ૧૩૦૦૦ લીની ક્ષમતાનો ઓક્સીજન પ્લાન્ટ ઉપરાંત્ત જર્મનીની લીન્ડે કંપની સાથે લીક્વીડ ઓક્સીજન પ્લાન્ટ માટે પણ એમ.ઓ.યુ. કરવામાં આવ્યુ છે. બન્ને પ્લાન્ટ ૧૦ થી ૧૫ દિવસમાં કાર્યરત થઈ જશે. ત્યારે હોસ્પિટલમાં તમામ ૨૭૦ બેડમાં ઓક્સીજન સારવાર આપી શકાશે. વિસનગર પંથક, જીલ્લાની અને ઉત્તર ગુજરાતની જનતાને કોવીડ સારવારમાં રાહત મળશે. દાન વધારે આવતા ટ્રેગર કંપનીના બીજા પાંચ વેન્ટીલેટરનો ઓર્ડર આપવામાં આવ્યો છે. જેથી હોસ્પિટલમાં વેન્ટીલેટરની સવલત મળશે.
પ્રકાશભાઈ પટેલે વધુમાં જણાવ્યુ છેકે, કોરોના સારવારમાં પ્લાઝમાં થેરાપી અસરકારક છે. કોવીડની સારવાર લીધી હોય તેવા દર્દિના બ્લડમાંથી પ્લાઝમા લઈ સારવાર લેતા દર્દિને આપવામાં આવે તો તેનો રીકવરી રેટ ઝડપી છે. નૂતન હોસ્પિટલમાં આ સારવાર મળે તે માટે રૂા.૨૫ લાખના ખર્ચે પ્લાઝમાં થેરાપી મશીનનો ઓર્ડર આપવામાં આવ્યો છે. જે સારવારની શરૂઆત બાદ નૂતન હોસ્પિટલ પ્લાઝમાં થેરાપી આપતી ઉત્તર ગુજરાતની પ્રથમ હોસ્પિટલ બનશે. અગાઉ પણ ઉત્તર ગુજરાતની ખાનગી હોસ્પિટલોમાં RTPCR ટેસ્ટની નૂતન હોસ્પિટલમાં સૌપ્રથમ શરૂઆત કરવામાં આવી હતી. આ સીવાય સિધ્ધેશ્વરી માતાજી મંદિર ટ્રસ્ટ કડા તથા રોટરી ક્લબ ઓફ વિસનગર તરફથી ICU એમ્બ્યુલન્સ માટે દાન આપવામાં આવ્યુ હતુ. જેમાં અર્બન બેન્ક તરફથી વેન્ટીલેટર માટે રૂા.૧૦ લાખનુ દાન મળતા વેન્ટીલેટર સાથેની આઈ.સી.યુ. ઓન વ્હીલ્સની સેવા ટુંક સમયમાં શરૂ થશે. કોરોના મહામારીના બીજા તબક્કામાં એકજ માસમાં ૩૦૦ થી વધારે દર્દિઓએ નૂતન હોસ્પિટલની સારવાર મેળવી છે. આ મહામારીમાં પંથકના લોકોને ઘર આંગણેજ સારવાર મળી રહે તે માટે નૂતન હોસ્પિટલ કટિબધ્ધ છે. યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલે લોકોને ઉત્તમ સારવાર મળી રહે તે માટે દાન આપનાર દાતાઓનો જાહેર આભાર માન્યો છે.
પ્રકાશભાઈ પટેલના સ્વાસ્થ્ય લક્ષી પ્રયત્નોને બીરદાવી કોને કેટલુ દાન આપ્યુ તે જોઈએ તો, (૧) સ્વ. ખુશાલભાઈ લાલદાસ પટેલ, સ્વ.દિવાળીબેન ખુશાલદાસ પટેલ, સ્વ. ગંગારામભાઈ ખુશાલદાસ પટેલ, ગં.સ્વ. કંકુબેન ગંગારામભાઈ પટેલના સ્મરણાર્થે, હ. ડો. જશવંતકુમાર ગંગારામભાઈ પટેલ અને શ્રીમતી ઇલાબેન જશવંતકુમાર પટેલ -૫૧,૦૦,૦૦૦ (૨) શ્રીમતી રેવાબેન અને શ્રી મનોરભાઈ કચરભાઈ પટેલ-૧૧,૧૧,૧૧૧ (૩) શ્રી યોગેન્દ્રભાઈ પટેલ (યોગી) હાલ ફ્લોરીડા, અમેરિકા-૧૧,૦૦,૦૦૦ (૪) શ્રીમાન વિરચંદભાઈ ધનાભાઈ પટેલ, ગોવિંદચકલા, વિસનગર હ. સુભાષભાઈ – ૧૦,૦૦,૦૦૦ (૫) ધી મહેસાણા અર્બન કો.ઓપ. બેંક લી.,મહેસાણા-૧૦,૦૦,૦૦૦ (૬) વિસનગર તળ કડવા પાટીદાર સમાજ, વિસનગર-૭,૫૧,૦૦૦ (૭) શ્રી ખોડભાઈ પટેલ (કે.પી.) હાલ ફ્લોરીડા, અમેરિકા, વતની રૂપપુર-૭,૫૧,૦૦૦ (૮) એપોલો પરિવાર હ. આદરણીય મણિભાઈ વિરચંદદાસ પટેલ અને માન. શારદાબેન અનિલકુમાર પટેલ (સાંસદસભ્યશ્રી)-૫,૫૧,૦૦૦ (૯) શ્રી જશવંતભાઈ ઈશ્વરલાલ પટેલ અને શ્રીમતી ચંચળબેન જશવંતભાઈ પટેલ હ.લાલાભાઈ ચોક્સી( પટેલ જ્વેલર્સ)-૫,૫૧,૦૦૦(૧૦) ડો. જે.કે. પટેલ (પ્રિન્સિપાલ, ફાર્મસી કોલેજ – એસ.કે. કેમ્પસ)-૫,૫૧,૦૦૦ (૧૧) શ્રી વજીરખાનભાઈ બી. પઠાણ-૫,૦૦,૦૦૦ (૧૨) સ્વ. શ્રી રોહિતભાઈ કરશનભાઈ પટેલ હ. મુરબ્બી શ્રી કરશનકાકા અને શ્રી હરેશભાઈ (પૂજા ડેવલપર્સ), શ્રી હર્ષદભાઈ (યુ.એસ.એ.)-૫,૦૦,૦૦૦ (૧૩) શ્રી પ્રવીણભાઈ ભોળાભાઈ પટેલ (આંબલીયાસણ) હાલ-અમેરિકા-૫,૦૦,૦૦૦ (૧૪) શ્રી ગોવિંદભાઈ પટેલ, સમર્થ ડાયમંડ, કામિનીબેન ગોવિંદભાઈ પટેલ, સમર્થ ડાયમંડ-૨,૫૧,૦૦૦ (૧૫) સ્વ. જીવરામદાસ રામદાસ મકાયા, સ્વ. રઈબેન જીવરામદાસ મકાયા, ગંજીના સહ પરીવાર-૨,૦૦,૦૦૦ (૧૬) શ્રી ભગુભાઈ પટેલ, મકતુપુર, હાલ – શિકાગો-૨,૦૦,૦૦૦ (૧૭) શ્રી રાજુભાઇ કે. પટેલ (આર.કે.) , વિસનગર-૨,૦૦,૦૦૦ (૧૮) શ્રી સમ્રાટ અશોકભાઈ પટેલ (Mastu Barring)-૧,૫૧,૧૫૧ (૧૯) ઉમિયા કેબલ પ્રા.લી., ખાત્રજ હ. રામાભાઈ ચતુરભાઈ પટેલ, કડા-૧,૫૧,૦૦૦ (૨૦) શ્રી નટવરભાઈ નરોત્તમદાસ પટેલ પરિવાર (લાછડીવાળા)-૧,૫૧,૦૦૦ (૨૧) શ્રી ભાવેશભાઈ પટેલ (શ્રીજી બુલિયન, વિસનગર)-૧,૫૧,૦૦૦ (૨૨) સ્વ.પાર્વતીબેન મફતલાલ પ્રજાપતિના સ્મર્ણાર્થે હસ્તે, રમેશભાઈ અને શનિ (તિરૂપતી પેટ્રોલીયમ,વિસનગર)-૧,૦૦,૦૦૦ (૨૩) સ્વ. શ્રી પ્રહલાદભાઈ રામભાઇ પટેલ (પૂર્વ સરપંચ કુકરવાડા) ના સ્મરણાર્થે હ.ઘનશ્યામભાઈ અને સતિષભાઇ-૧,૧૧,૧૧૧ (૨૪) હરખાભાણા પરિવાર, દિપરા દરવાજા, વિસનગર-૧,૧૧,૧૧૧ (૨૫) સ્વ.બબીબેન કાશીરામભાઈ પટેલ, હ. ક્લ્પેશભાઈ, ચંદ્રેશભાઈ (સેવાલિયા)-૧,૧૧,૦૦૦ (૨૬) સ્વ.પ્રીતીબેન અશોકભાઈ પટેલ, હ. શ્રી અશોકભાઈ પટેલ-૧,૦૧,૧૫૧ (૨૭) ડો. લક્ષ્મણભાઈ કાશીરામભાઈ પટેલ (ટ્રસ્ટી, નૂતન ટ્રસ્ટ)-૧,૦૦,૦૦૧ (૨૮) જયવીર ગૃપ અને એકતા ડેવલોપર્સ, વિસનગર હ. ચૌધરી અરવિંદભાઇ ડી. (દગાવાડીયા), પટેલ વસંતભાઇ એ.(કડા દરવાજા), પટેલ કમલેશભાઈ બી. (કડા દરવાજા), પટેલ સંજયભાઇ વી. (સરદાર ઇલેક્ટ્રીક)-૧,૦૦,૦૦૦ (૨૯) શ્રીમતી લક્ષ્મીબેન ડાહ્યાભાઇ પટેલ, અમદાવાદ -૧,૦૦,૦૦૦ (૩૦) કોપરસિટી મર્ચન્ટ એસોસિયેશન વિસનગર-૧,૦૦,૦૦૦ (૩૧) મેલડી માતાના ભક્ત, નંદાસણ-૧,૦૦,૦૦૦ (૩૨) સ્વ.પાલીબેન નરોત્તમદાસ પટેલ, હ. કાંતિભાઈ પટેલ (અંબિકા ગૃપ)-૧,૦૦,૦૦૦ (૩૩) ધી કાંસા પીપલ્સ કો.ઓપ. ક્રેડિટ સોસાયટી લી., કાંસા-૧,૦૦,૦૦૦ (૩૪) વૈકુઠનિવાસી ધનીબેન દ્વારકાદાસ સાંડેસરાના સ્મરણાર્થે, હ. ડો. પ્રદીપભાઇ ડી. સાંડેસરા-૧,૦૦,૦૦૦ (૩૫) એડવોકેટ શ્રી ચંદ્રકાંતભાઈ એમ. પટેલ (ઉપપ્રમુખશ્રી, નૂતન ટ્રસ્ટ) રહે. વિસનગર-૧,૦૦,૦૦૦ (૩૬) માનનીય રઈબેન શાંતીલાલ પટેલ હ.દત્તુભાઈ-૧,૦૦,૦૦૦ (૩૭) શ્રીમતી જ્યોતિ એન્ડ શ્રી જિમ, એટલાન્ટા-૭૪,૦૦૦ (૩૮) ડો. રાજેશભાઈ એમ. પટેલ (પ્રિન્સિપાલ, સાયન્સ કોલેજ – એસ.કે. કેમ્પસ)-૭૦,૦૦૦ (૩૯) શ્રી મફતલાલ રામચંદદાસ પટેલ , હ. ભરતકુમાર (ગોસા)-૫૧,૧૧૧ (૪૦) સ્વ.અમૃતલાલ માધવલાલ પટેલ હ.રમીલાબેન અમૃતલાલ પટેલ (ઘાઘરેટ)-૫૧,૦૦૦ (૪૧) શ્રી નિરવકુમાર જયંતિલાલ પટેલ (મારુતિ થ્રેસર) વિસનગર -૫૧,૦૦૦ (૪૨) સ્વ. દિપકકુમાર પ્રહલાદભાઈ પટેલ હ. અલ્કાબેન દિપકકુમાર પટેલ, હાલ – અમેરિકા-૫૧,૦૦૦ (૪૩) સ્વ. શાંતાબેન પ્રભુદાસ પટેલ (મંત્રી), હ. કનુભાઈ પટેલ, સુંશી-૫૧,૦૦૦ (૪૪) શ્રી ચંદુભાઈ પરષોત્તમદાસ પટેલ (શેનોર, ગંજી – વિસનગર)-૫૧,૦૦૦ (૪૫) આદરણીય ડાહીબેન સોમાભાઇ પટેલ (કાંસા, અમૃત ગૃપ), હ. નવીનભાઈ,કૌશિકભાઈ-૫૧,૦૦૦ (૪૬) ડો. શૈલેષ કે. પટેલ (પ્રિન્સિપાલ, ડિપ્લોમા કોલેજ – એસ.કે.કેમ્પસ)-૫૧,૦૦૦ (૪૭) ડો. રોનક પટેલ (ઇન. પ્રિન્સિપાલ, બી.સી.એ. કોલેજ – એસ.કે.કેમ્પસ)-૫૧,૦૦૦ (૪૮) દાદાજી ચેરિટેબલ ટ્રસ્ટ હ. શૈલેષભાઈ એલ. રાવલ-૫૧,૦૦૦ (૪૯) શ્રી મહેશકુમાર શંકરલાલ પટેલ (નોબલ પેટ્રોલિયમ, માજી કોર્પોરેટર)-૫૧,૦૦૦ (૫૦) શ્રી રોમિત જયેશકુમાર મોદી-૫૧,૦૦૦ (૫૧) શ્રી સુરેશભાઇ અંબાલાલ પટેલ હ. જગદીશભાઇ (ગળીયા)-૫૧,૦૦૦ (૫૨) સ્વ. અરવિંદાબેન અને સ્વ. રતિલાલ જોશી, હ. દિવાકરભાઈ જોશી-૫૧,૦૦૦ (૫૩) શ્રીમતી પુષ્પાબેન પટેલ અને શ્રી કાંતિભાઈ પટેલ રહે. ગોવિંદચકલા, વિસનગર-૫૧,૦૦૦ (૫૪) શ્રી મુકેશભાઈ શીવાભાઈ પટેલ (કાકા), દિપરા દરવાજા, વિસનગર-૫૧,૦૦૦ (૫૫) સ્વ. મંજુલાબેન જયંતિભાઈ પટેલ (જે.વી. પટેલ – પાલડી), હ.ચીન્ટુભાઈ, નિરવભાઈ-૫૧,૦૦૦ (૫૬) શ્રી પ્રવીણભાઈ મણિલાલ પટેલ, મધુરમ ડેરી, ઉદલપુર-૫૧,૦૦૦ (૫૭) શ્રી ગિરીશકુમાર ચીમનલાલ પટેલ, સોમટેક પ્રિકાસ્ટ, વિસનગર-૫૧,૦૦૦ (૫૮) પટેલ રેશ્માબેન મહેન્દ્ર્‌કુમર (કંસારાકુઇ) હાલ સુરત-૫૦,૦૦૦ (૫૯) શ્રી કાનજીભાઇ કચરાભાઈ પટેલ, વિસનગર-૪૦,૦૦૦ (૬૦) શ્રી રાજેશભાઈ કાનજીભાઈ પટેલ, વિસનગર-૪૦,૦૦૦ (૬૧) શ્રીમતી ગોમતીબેન રાજેશભાઈ પટેલ, વિસનગર-૪૦,૦૦૦ (૬૨) શ્રી દિગ્નેશ રાજેશભાઈ પટેલ, વિસનગર-૪૦,૦૦૦ (૬૩) શ્રી જૈમિન રાજેશભાઈ પટેલ, વિસનગર-૪૦,૦૦૦ (૬૪) શ્રી ચિરાગભાઈ પટેલ-૪૦,૦૦૦ (૬૫) શ્રી નરેશ પટેલ (એટલાન્ટા, ગોર્જિયા)-૩૭,૦૦૦ (૬૬) શ્રી સમીરભાઈ જિતેન્દ્રભાઈ દેસાઇ (પ્રમુખ, નવયુગ શિશુનિકેતન)-૩૧,૦૦૦ (૬૭) શ્રી કરશનભાઈ છગનદાસ પટેલ (લાછડીવાળા), પ્રમુખ, ગંજબજાર વેપારી મહામંડળ -૩૧,૦૦૦ (૬૮) શ્રી ગંજબજાર વેપારી મંડળ વિસનગર-૩૧,૦૦૦ (૬૯) સ્વ. શંકરલાલ તુલસીરામ પટેલ હ. અશ્વિનભાઈ, નિતિનભાઈ (વિજયપુરુ, વિસનગર)-૩૧,૦૦૦ (૭૦) ઑ.એન. જી.સી., મિત્ર મંડળ, વિસનગર હ. સૌરભભાઈ પંડ્યા-૨૭,૭૦૨ (૭૧) શ્રીમતી પુષ્પાબેન ભોગીલાલ બારોટ, હ. નીતાબેન રાજેશકુમાર બારોટ-૨૫,૦૦૦ (૭૨) સ્વ. રેવાભાઈ પ્રભુદાસ પટેલ, હ. મંગુબેન, ભરતભાઇ, પ્રકાશભાઈ કિનારાવાળા-૨૫,૦૦૦ (૭૩) પ્રચાર સાપ્તાહિક, પ્રચાર પ્રિન્ટોરીયમ-વિસનગર-૨૫,૦૦૦ (૭૪) ડો. રવિ બી. બ્રહ્મભટ્ટ (યુ.એસ.એ.), બાલમુકુન્દભાઈ બ્રહ્મભટ્ટ-૨૫,૦૦૦ (૭૫) શ્રીમતી સૂર્યાબેન વિજયકુમાર પટેલ, હ. ડો. નિરવભાઈ પટેલ-૨૫,૦૦૦ (૭૬) શ્રીમતી હીરાબેન પ્રભુદાસ પટેલ, રાલીસણા-૨૫,૦૦૦ (૭૭) શ્રી ભીખાભાઇ શંકરભાઇ પટેલ પરિવાર (લાછડીવાળા)-૨૫,૦૦૦ (૭૮) શ્રી ડી.એમ.પટેલ (વતન કહીપુર)-૨૫,૦૦૦ (૭૯) શ્રી શશીકાંતભાઈ પટેલ હાલ પુના-૨૫,૦૦૦ (૮૦) શ્રીમતી મીનાબેન મનુભાઈ શંકરભાઇ પટેલ (લાછડી), હ. ચિરાગભાઈ, મિતભાઈ-૨૫,૦૦૦ (૮૧) શ્રી બાબુભાઇ શંકરભાઇ પટેલ હ. પટેલ નિતિનભાઈ બાબુભાઇ (દિપરા દરવાજા, વિસનગર) -૨૫,૦૦૦ (૮૨) શ્રી નટુભાઇ પટેલ (સદુથલા) અને શ્રી મહેન્દ્રભાઇ પટેલ (કમાણા)-૨૫,૦૦૦ (૮૩) શ્રી કે.કે.પટેલ (સેવલિયા) હ.રોહિતભાઈ પટેલ-૨૫,૦૦૦ (૮૪) સદભાવના મિત્ર મંડળ, ગંજી, વિસનગર-૨૫,૦૦૦ (૮૫) સ્વ. મોતીરામદાસ અંબારામદાસ પટેલ, (શાખેઃકરલી- કમાણિયા) હ. મહેન્દ્રભાઇ (આંગડિયા)-૨૫,૦૦૦ (૮૬) સ્વ.મોહનલાલ અમથાલાલ પટેલ (ગળિયા) ગંજી, વિસનગર,હ. નાનાલાલ, ઈશ્વરલાલ, રામચંદભાઈ(બચુભાઈ)-૨૫,૦૦૦ (૮૭) સ્વ.પટેલ ડાહ્યાભાઇ અંબાલાલ, હ. પટેલ વિપુલકુમાર ડાહ્યાલાલ (ગંજબજાર)-૨૫,૦૦૦ (૮૮)ડો. મુકુન્દ બી. પટેલ (શારદા હોસ્પિટલ)-૨૫,૦૦૦ (૮૯) ડો.તુષારભાઈ જોષી-૨૧,૦૦૦ (૯૦) શ્રી ભરતભાઇ બળદેવભાઈ ચોક્સી -૨૧,૦૦૦ (૯૧) કિસાન એગ્રો ઈન્ડસ્ટ્રીઝ હ. દિપકકુમાર રમણલાલ પટેલ-૨૧,૦૦૦ (૯૨) શ્રી નિતિનભાઈ પટેલ (પૂર્વ પ્રમુખ, મહેસાણા જિલ્લા ભા.જ.પા.)-૨૧,૦૦૦ (૯૩) શ્રી સતિષભાઇ પટેલ (સ્ટેમ્પ વેન્ડર) ગંજી-૨૧,૦૦૦ (૯૪) શ્રી મુન્નાભાઈ/રાજુભાઇ મફતલાલ બારોટ પરિવાર-૨૧,૦૦૦ (૯૫) શ્રી કે.કે.ચૌધરી, વિસનગર-૨૧,૦૦૦ (૯૬) શ્રી ચેતનભાઈ પટેલ (પૂર્વ સરપંચ, કાંસા એન.એ.)-૨૧,૦૦૦ (૯૭) સ્વ. અલ્પાબેન અશ્વિનભાઈ પટેલ હ. ટનાટન પાન હાઉસ-૨૧,૦૦૦ (૯૮) શ્રીમતી વર્ષાબેન વિષ્ણુભાઈ પટેલ (દિપકવાળા) હ. કામિનીબેન (પૂર્વ કોર્પોરેટર)-૨૧,૦૦૦ (૯૯) પટેલ ચતુરભાઈ ખેમચંદદાસ(ગણેશ ઓઇલ ઇન્ડ.) હ. ચીમનભાઈ પટેલ-૨૧,૦૦૦ (૧૦૦) સ્વ. રાવલ સંજયકુમાર ગોવિંદભાઇ પટેલ હ. ઉમા પેટ્રોલિયમ-૨૧,૦૦૦ (૧૦૧) વિસનગર તળ કડવા પાટીદાર સમાજ કેળવણી ઉત્તેજક મંડળ-૨૧,૦૦૦ (૧૦૨) શ્રી સુરેશકુમાર ગંગારામભાઈ પટેલ (વિનસ સ્ટુડિયો)-૨૧,૦૦૦ (૧૦૩) શ્રી કાંતિભાઈ જેઠાભાઇ પટેલ, વિસનગર-૨૧,૦૦૦ (૧૦૪) શ્રી હરગોવાનભાઈ જોઈતારામ પટેલ (સિપોરવાળા), વિસનગર-૨૧,૦૦૦ (૧૦૫) શ્રી કાશીરામભાઈ માધવલાલ પટેલ (થલોટાવાળા)-૨૧,૦૦૦ (૧૦૬) સ્વ.હંસાબેન કનુભાઈ પટેલ (ગોઠવા) હ. અનિલભાઈ અને પરાગભાઈ-૨૧,૦૦૦ (૧૦૭) શ્રી રાકેશભાઈ પટેલ, રહે. Lakeland, FL-૧૮,૫૨૫ (૧૦૮) વિશાલ પંપ ઈન્ડસ્ટ્રીઝ, જી.આઈ.ડી.સી. હ. પટેલ અમૃતલાલ જીવરામદાસ (ટ્રસ્ટી, નૂતન ટ્રસ્ટ)-૧૫,૦૦૦ (૧૦૯) સ્વ. પટેલ રમેશભાઈ ગોપાળદાસ (ઉપેરિયા) હ. અજયભાઈ-૧૫,૦૦૦ (૧૧૦) શ્રી નિકેતુભાઇ રમેશચંદ્ર મણિયાર, ટ્રસ્ટી-નૂતન ટ્રસ્ટ-૧૫,૦૦૦ (૧૧૧) શ્રી બળદેવભાઈ શંકરભાઇ પટેલ હ. વિજયભાઇ પ્રમુખ વિસનગર શહેર ભા.જ.પા.-૧૫,૦૦૦ (૧૧૨) સ્વ.સચિનકુમાર બાબુલાલ પટેલ હ. બાબુભાઇ જે. પટેલ (ગોવિંદચકલા વિસનગર)-૧૫,૦૦૦ (૧૧૩) વૈકુઠનિવાસી હંસાબેન ગોકળભાઈ બારોટના સ્મરણાર્થે હ. પંકજભાઈ બારોટ-૧૫,૦૦૦ (૧૧૪) ડો. કાંતિભાઈ મૂળચંદદાસ પટેલ, ગુંદીખાડ, વિસનગર-૧૫,૦૦૦ (૧૧૫) શ્રી દર્શનકુમાર ભીખાભાઇ પરમાર(જોલી)-૧૫,૦૦૦ (૧૧૬) સ્વ. પટેલ વિરમભાઇ મોહનદાસ(એલ.આઈ.સી.) હ. અંબાલાલ, રમેશભાઈ, મુકેશભાઇ, હસમુખભાઇ (ઘાઘરેટ)-૧૫,૦૦૦ (૧૧૭) શ્રી મહેશકુમાર પટેલ-૧૩,૦૦૦ (૧૧૮) સ્વ.શારદાબેન રમણભાઈ પ્રભુદાસ પટેલ (કડા), હ. દીપકભાઈ આર. પટેલ-૧૧,૫૧૧ (૧૧૯) સ્વ. કનુભાઈ શંકરલાલ પટેલ (ઉમતાવાળા), હ. કેયુરકુમાર કનુભાઈ પટેલ (ઉમા એગ્રો ઇન્ડ.)-૧૧,૧૧૧ (૧૨૦) સ્વ. પુરીબેન ઈશ્વરભાઈ પટેલ અને સ્વ. ઇશ્વરભાઇ ભીખાભાઇ પટેલ, હ. અશોકભાઇ અને સુકેતકુમાર, દિપરા દરવાજા-૧૧,૧૧૧ (૧૨૧) સ્વ. જયંતિલાલ ઈશ્વરલાલ પટેલ (જે.લાલ), હ. ચંપાબેન જયંતિલાલ પટેલ-૧૧,૧૧૧ (૧૨૨) પટેલ શંકરલાલ પ્રભુદાસ અને પટેલ જોઈતીબેન શંકરલાલ(ગળીયા) હ.પટેલ મુકેશભાઇ શંકરલાલ-૧૧,૧૧૧ (૧૨૩) પટેલ ડાહ્યાભાઇ પરષોત્તમદાસ અને પટેલ કાશીબેન ડાહ્યાભાઇ (લારી) હ.પટેલ પરેશાબેન મુકેશભાઇ -૧૧,૧૧૧ (૧૨૪) પટેલ જયંતિલાલ બબલદાસ (મકાયા) -૧૧,૧૧૧ (૧૨૫) સર્વે દેવી દેવતાઓ તરફથી-૧૧,૧૧૧ (૧૨૬) શ્રીમતી નયનાબેન રાજેશભાઈ પટેલ (ગંજી, પૂર્વ ઉપપ્રમુખ, વિસનગર નગરપાલિકા)-૧૧,૧૧૧ (૧૨૭) પ્રોફે. મણીભાઈ જે. પટેલ , વિસનગર-૧૧,૧૧૧ (૧૨૮) શ્રીમતી કંકુબેન મણિભાઈ પટેલ-૧૧,૧૧૧ (૧૨૯) શ્રી બાબુભાઇ જોઇતાભાઈ ચૌધરી, કામલપુર(ગોઠવા)-૧૧,૧૧૧ (૧૩૦) શ્રી કનુભાઈ બાબુલાલ પટેલ, સેવાલિયા-૧૧,૧૧૧ (૧૩૧) શ્રી જાદવભાઈ નાગરભાઈ વાઢેર-૧૧,૧૧૧ (૧૩૨) શ્રી મહેન્દ્રભાઇ આર. પટેલ (સી.એ.)-૧૧,૦૦૦ (૧૩૩) મોર્નિંગ ક્રિકેટ ક્લબ, એમ.એન. કોલેજ, વિસનગર-૧૧,૦૦૦ (૧૩૪) મહેશ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નંદુરબાર-૧૧,૦૦૦ (૧૩૫) શ્રીમતી શર્મિલાબેન ભીખાભાઇ પરમાર, પાટણ હ. દર્શન પરમાર (જોલી)-૧૧,૦૦૦ (૧૩૬) શ્રીમતી પ્રજ્ઞાબેન નરેશભાઇ પટેલ, પૂર્વ પ્રમુખ વિસનગર નગરપાલિકા-૧૧,૦૦૦ (૧૩૭) પટેલ રામાભાઈ શંકરલાલ(શાખે -પોચીયા) હ. કૌશિકભાઈ, વિસનગર-૧૧,૦૦૦ (૧૩૮) સ્વ.કાંતિલાલ કટારીયા, હ. નિલેશકુમાર બટુકભાઇ રાઈચૂરા (અમદાવાદ) -૧૧,૦૦૦ (૧૩૯) શ્રીપાલકુમાર મહેંદ્રભાઈ વૈષ્ણવ, દિપરા દરવાજા, વિસનગર-૧૧,૦૦૦ (૧૪૦) શ્રી વલીભાઇ જૂસફભાઈ ચોક્સી, હ. જાહીદભાઈ-૧૧,૦૦૦ (૧૪૧) શ્રી પ્રફુલ પટેલ રહે. Lakeland, FL-૧૧,૦૦૦ (૧૪૨) શ્રી ભરતભાઇ પટેલ (આરતી ઇલેક્ટ્રીક)-૧૧,૦૦૦ (૧૪૩) શ્રી મહેશભાઇ પટેલ, એલ.આઈ.સી.-૧૧,૦૦૦ (૧૪૪) પ્રોફે. શ્રી હિરકભાઈ જોશી, ફાર્મસી કોલેજ-૧૧,૦૦૦ (૧૪૫) શ્રી વિનયભાઈ પટેલ ,મહેસાણા-૧૧,૦૦૦ (૧૪૬) શ્રી ડાહ્યાભાઇ પટેલ (ગ્લોબલ ઓનેસ્ટ ઇલેક્ટ્રોનિક્સ) ફતેહ દરવાજા, વિસનગર-૧૧,૦૦૦ (૧૪૭) કેમઝોન ઈન્ડિયા પ્રા.લી. હ. રવિભાઈ જયંતિભાઈ પટેલ-૧૧,૦૦૦ (૧૪૮) યગ્નિ એંટરપ્રાઈઝ હ. પ્રશાંતભાઈ શૈલેષભાઈ પટેલ-૧૧,૦૦૦ (૧૪૯) શ્રી નીલેશભાઈ પટેલ, વિસનગર-૧૧,૦૦૦ (૧૫૦) ચોઈસ માર્કેટિંગ, હ. રાકેશ આર. આખલી (પૂર્વ કોર્પોરેટર)-૧૧,૦૦૦ (૧૫૧) એ-વન માર્કેટીંગ, હ. રવિ આખલી અને નરેંદ્ર આખલી-૧૧,૦૦૦ (૧૫૨) શ્રીમતી મુદ્રિકાબેન બિપિનચંદ્ર જાની, હ. હેતલબેન ધર્મેન્દ્રભાઈ દેસાઇ-૧૧,૦૦૦ (૧૫૩) એસ.પી. એંટરપ્રાઈઝ એન્ડ સિક્યુરિટી સર્વિસ-૧૧,૦૦૦ (૧૫૪) પાટીદાર વિકાસ ફાઉન્ડેશન, વિસનગર-૧૧,૦૦૦ (૧૫૫) શ્રી હર્ષદભાઈ બાબુલાલ ઠક્કર(ગંજબજાર વિસનગર)-૧૧,૦૦૦ (૧૫૬) શ્રી રમણલાલ અંબાલાલ પટેલ (ગળિયા)-૧૧,૦૦૦ (૧૫૭) શ્રીમતી ક્રિશ્નાબેન કમલેશકુમાર (એલ.આઈ.સી., વિસનગર)-૧૧,૧૧૧ (૧૫૮) શ્રીમતી રીટાબેન દિનેશભાઇ ચૌધરી (ગુંજા)-૧૧,૧૧૧ (૧૫૯) શ્રીમતી શારદાબેન અંબાલાલ પટેલ અને શ્રી અંબાલાલ ભગવાનદાસ પટેલ (ગોસા)-૧૧,૦૦૦ (૧૬૦) શ્રી ભરતભાઇ એમ. પટેલ (પ્રમુખશ્રી, ઉ.મા. શિક્ષણ સંઘ)-૧૧,૦૦૦ (૧૬૧) શ્રી હર્ષદભાઈ બાબુલાલ ઠક્કર, ગંજબજાર વિસનગર-૧૧,૦૦૦ (૧૬૨) શ્રી ભરતસિંહ છગનજી ઠાકોર-૧૧,૦૦૦ (૧૬૩) શ્રી રાકેશભાઈ પટેલ (પ્રાઇમ ઇન્ફોટેક, મહેસાણા)-૧૦,૦૦૦ (૧૬૪) સ્વ. કકુબેન હરગોવનદાસ પટેલ, લક્ષ્મીપુરા-૭,૫૫૧ (૧૬૫) સ્વ. ડાહીબેન નારાયણભાઈ પટેલ શાખે-ધરુસતા-૫,૦૦૧ (૧૬૬) ઈવનિંગ વોલીબોલ ક્લબ, એમ.એન. કોલેજ, વિસનગર-૫,૦૦૦ (૧૬૭) ગં.સ્વ. કાંતાબેન જયચંદદાસ મોદી, હ. દિનેશભાઇ અને રાકેશભાઈ-૫,૦૦૦ (૧૬૮) શ્રી પ્રતિક જોશી(ભુતપૂર્વ નર્સિંગ વિદ્યાર્થી)-૩,૧૦૦ (૧૬૯) દિલીપભાઈ એચ.પટેલ (પ્રમુખ, મહેસાણા-૧૧,૦૦૦ (૧૭૦) પાટીદાર કન્સ્ટ્રક્શન કંપની, વિસનગર-૧૧,૦૦૦ (૧૭૧) શ્રી બ્રહ્માણી કન્સ્ટ્રક્શન કંપની-૫,૧૦૦ (૧૭૨) એસ્ટેટ વિભાગ એસ.કે. કેમ્પસ,વિસનગર-૨૫,૦૦૦ (૧૭૩) નટરાજ કન્સ્ટ્રક્શન કંપની ઈન્ફ્રા સ્પેસ પ્રા.લી.-૨૫,૦૦૦ (૧૭૪) શેના ડાયમંડ કડી-૨૫,૦૦૦ (૧૭૫) શિવ ઈન્ફ્રાસ્ટ્રક્ચર-૨૧,૦૦૦ (૧૭૬) વિશ્વા ઓફિસ સિસ્ટમ અમદાવાદ હસ્તે, પ્રદીપભાઈ નાયર-૫૧,૦૦૦ (૧૭૭) મનુભાઈ એસ.નાયક (પુર્વ આચાર્યશ્રી, નૂતન સ્કુલ,વિસનગર)-૧૧,૦૦૦ સાથે કુલ રૂા.૨,૦૨,૮૪,૯૦૨ નું દાન મળેલ છે.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles