સિવિલ હોસ્પિટલમાં ઓક્સીજન પ્લાન્ટ તથા દવાઓની કીટના ખર્ચ માટે
ધારાસભ્ય ઋષિભાઈની ટહેલથી રૂા.૬૧.૬૫ લાખનુ દાન મળ્યુ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર શહેર અને તાલુકાના લોકોને મહામારીમાં સારવાર મળી રહે તે માટે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હોસ્પિટલમાં ઓક્સીજન પ્લાન્ટ તથા દવાઓની કીટ માટે માતબર રકમની જરૂરીયાત ઉભી થાય તેમ હોવાથી ધારાસભ્ય દ્વારા દાતાઓને અપીલ કરવામાં આવી હતી. ત્યારે ગણતરીના દિવસોમાં દાતાઓએ રૂા.૬૧,૬૫,૧૦૦/- નુ દાન આપી ધારાસભ્યની સેવા ભાવનાને બીરદાવી હતી. ઓક્સીજન પ્લાન્ટ માટે ૪૦ ટકા રકમનુ એડવાન્સ પેમેન્ટ કરવામાં આવ્યુ છે.
કોરોના મહામારીના બીજા તબક્કામાં સંક્રમીત દર્દિનુ ઓક્સીજન લેવલ ઘટી જતા ઓક્સીજન બેડ સાથેની સારવારની જરૂરીયાત ઉભી થઈ હતી. ઓક્સીજનની તંગી હતી. છતાં આ પરિસ્થિતિમાં પડકારનો સામનો કરી ધારાસભ્ય ઋષિભાઈ પટેલ અને તેમની સાથે ખભેખભો મિલાવી કામ કરતા રૂપલભાઈ પટેલ દ્વારા હોસ્પિટલમાં ઓક્સીજન સીલીંડરની વ્યવસ્થા કરી હતી. પાલિકા ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ તથા તેમની યુવા ભાજપની ટીમ દ્વારા ઓક્સીજન સીલીંડર રીફીલીંગમાં કોઈ તકલીફ ઉભી ન થાય તે માટે ખડે પગે દિવસ રાત સેવા આપી રહ્યા છે. કોરોના મહામારીનો ક્યારે અંત આવે તેનુ કંઈ નક્કી નથી. ત્યારે સિવિલ હોસ્પિટલમાં ઓક્સીજનની કાયમ વ્યવસ્થા ઉભી થાય તે માટેના ધારાસભ્ય દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. આઈ.એમ.એ.વિસનગરના ર્ડા.અરૂણભાઈ રાજપૂત, ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ, ર્ડા.ગાર્ગીબેન પટેલ, પાલિકા સભ્યો તથા આર.એસ.એસ.ના કાર્યકરો સાથે ધારાસભ્ય દ્વારા ઓક્સીજન પ્લાન્ટની ચર્ચા કરવામાં આવી હતી. જે પ્લાન્ટ શરૂ થાય તો સિવિલ હોસ્પિટલમાં કાયમ માટે ગરીબ જરૂરીયાતમંદ દર્દિઓને ઓક્સીજન સારવાર મળે તેમ હોઈ આ પ્લાન્ટ નાખવા માટે નિર્ધાર કર્યો હતો. ઓક્સીજન પ્લાન્ટ સીવાય અત્યારે લોકોને કોરોનાના શરૂઆતના લક્ષણોમાંજ દવાની કીટ આપવામાં આવી રહી છે. શહેર અને તાલુકાના લોકોને વિનામુલ્યે દવાની કીટ આપવામાં પણ મોટો ખર્ચ હતો. ત્યારે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ દ્વારા લોક સહકાર અને લોકફાળાથી આ મહામારીમાં લોકસેવાના કામ માટે દાતાઓને અપીલ કરી હતી. ત્યારે દાતાઓએ દાનની સરવાણી વહાવી ધારાસભ્યના આ મહામારીના પ્રયત્નોને બીરદાવ્યા હતા. ત્યારે નવાઈની બાબત છેકે, ગણતરીના દિવસોમાં દાતાઓ દ્વારા રૂા.૬૧,૬૫,૧૦૦/- નુ દાન જાહેર કરવામાં આવ્યુ હતુ. લોકોએ એપીએમસી કોવીડ કેર ફંડમાં દાન આપતા ઓક્સીજન પ્લાન્ટ માટે ૪૦ ટકા એડવાન્સ પેમેન્ટ કરવામાં આવ્યુ છે. જે તમામ દાતાઓનો ધારાસભ્ય તેમજ એપીએમસી ચેરમેન ઋષિભાઈ પટેલ તથા બોર્ડ ઓફ ડીરેક્ટર દ્વારા જાહેર આભાર માનવામાં આવ્યો છે.
સિવિલ હોસ્પિટલમાં ઓક્સીજન પ્લાન્ટ તથા દવાઓ માટે કોને કેટલુ દાન આપ્યુ તે જોઈએ તો, (૧) એ.પી.એમ.સી.વિસનગર ૯,૦૦,૦૦૦ (૨) સમર્થ ચેરીટેબલ ટ્રસ્ટ (ગોવિંદભાઈ પટેલ) ૫,૦૦,૦૦૦ (૩) અજયભાઈ મનોરભાઈ પટેલ (હાલ-અમેરીકા) વિજયભાઈ મનોરભાઈ પટેલ (હાલ-અમેરીકા) હસ્તે, રેવાબેન તથા મનોરભાઈ પટેલ (વતની-ખદલપુર, શાખે,ઈયાસરીયા) ૫,૦૦,૦૦૦ (૪) પ્રમુખ ગ્રૃપ-ગાંધીનગર ૨,૫૦,૦૦૦(૫) હિમાંશુભાઈ (પીન્ટુભાઈ) ભરતલાલ ભાવસાર ૨,૦૦,૦૦૦(૬) લાલભાઈ પટેલ તથા પિયુષભાઈ પટેલ (પટેલ જ્વેલર્સ)૧,૫૧,૦૦૦(૭) ભાવેશભાઈ ભગવાનભાઈ પટેલ (શ્રીજી બુલીયન) ૧,૫૦,૦૦૦(૮) કરશનભાઈ શંકરદાસ પટેલ ૧,૦૦,૦૦૦ (૯) દત્ત ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ (હસ્તે-નરેન્દ્રભાઈ ચૌધરી) ૧,૦૦,૦૦૦ (૧૦) હિમાંશુભાઈ અંબાલાલ પંચાલ (નેશનલ થ્રેશર) ૫૧,૦૦૦ (૧૧) ડા.સંજયભાઈ એસ.પટેલ (મે.ફ્લાવર હોસ્પિટલ,અમદાવાદ ૫૧,૦૦૦(૧૨) ભરતભાઈ ભોળાભાઈ પટેલ (લાછડી) ૫૦,૦૦૦ (૧૩) ડા.વિપુલભાઈ એન.પટેલ (યશ પ્રસૃતિગૃહ) ૨૫,૦૦૦ (૧૪) બાલમુકુન્દભાઈજી.બ્રહ્મભટ્ટ (તંત્રી, પ્રચાર સાપ્તાહિક,વિસનગર) ૨૫,૦૦૦ (૧૫) સ્વ. ડાહ્યાભાઈ રેવાભાઈ પટેલ (મોતી લેમીનેટ, જાસ્કા યુનિટ) ૨૧,૦૦૦ (૧૬) ડા. સતિષભાઈ પ્રજાપતિ (ગાયનેકોલોજીસ્ટ) ૧૫,૦૦૦ (૧૭) રામ ભરોસે ૨,૫૦,૦૦૦ (૧૮) શ્રી ગંજ બજાર વેપારી મંડળ,વિસનગર ૩૧,૦૦૦ (૧૯) મેસર્સ કરશનભાઈ ગંગારામભાઈ પરમાર (ખેરાલુ) ૨૫,૦૦૦ (૨૦) શ્રી હરિહર લાલ મંદિર, મહીવાડો, વિસનગર ૨૫,૦૦૦ (૨૧) પટેલ મીનાબેન મનુભાઈ શંકરલાલ હસ્તે,ચિરાગભાઈ અને મિતભાઈ (લાછડીવાળા) ૨૫,૦૦૦ (૨૨) પટેલ અમૃતભાઈ ભીખાભાઈ (ગંજબજાર, વિસનગર)૨૧,૦૦૦ (૨૩) પટેલ બાબુભાઈ ચતુરભાઈ (ગણપતિ તેલ,ગંજબજાર), (૨૪) ગં.સ્વ.પુરીબેન કરશભાઈ હસ્તે, જગદીશભાઈ, દિનેશભાઈ, સુરેશભાઈ, માં પાર્લર એન્ડ કોલ્ડ્રીક્સ ૨૧,૦૦૦(૨૫) પટેલ યોગેન્દ્રકુમાર બાબુલાલ (જયદિપ ઓઈલ ડેપો,ગંજબજાર, વિસનગર) ૨૧,૦૦૦ (૨૬) સ્વ.હંસાબેન ગોકળભાઈ બારોટ (હસ્તે, પંકજભાઈ બારોટ) ૧૫,૦૦૦ (૨૭) પટેલ બબુબેન નારાયણભાઈ લલ્લદાસ હસ્તે, સુપ્રિતભાઈ પટેલ ૧૧,૧૧૧ (૨૮) પટેલ પ્રવિણભાઈ મણીલાલ (મધુરમ ડેરી-ઉદલપુર) ૧૧,૦૦૦ (૨૯) પટેલ સુભદ્રાબેન મહેશકુમાર શંકરલાલ (નોબલ પેટ્રોલીયમ) ૧૧,૦૦૦ (૩૦) ઠાકોર ભરતસિંહ છગનજી (સ્વરાજ સોસાયટી) ૧૧,૦૦૦ (૩૧) પંચાલ અશ્વીનભાઈ ત્રિભોવનદાસ ૧૧,૦૦૦ (૩૨) ડા.મયંક સી.પટેલ મું.ટીટોદણ, તા.વિજાપુર હાલ-અમેરીકા ૧,૨૧,૦૦૦ (૩્૩) ડા. જશુભાઈ ગંગારામ પટેલ મુ.સેવાલીયા હાલ-અમેરીકા ૧,૨૧,૦૦૦ (૩૪) સ્વ. બબીબેન કાશીરામભાઈ પટેલ હસ્તે, કલ્પેશભાઈ પટેલ અને ચંદ્રેશભાઈ પટેલ મુ.સેવાલિયા ૧,૧૧,૦૦૦ (૩૫) સ્વ.ત્રિકમલાલ માણેકલાલ મણિયાર (ભગત) હસ્તે દ્વારકેશ ટી.મણિયાર ૫૦,૦૦૦ (૩૬) ચૌધરી અંબાલાલ રૂઘનાથભાઈ સન ટ્રાન્સપોર્ટ મુ.ગુંજાળા ૩૧,૧૧૧ (૩૭) ડા.બિપીનચંદ્ર મફતલાલ પટેલ ગંજી વિસનગર હાલ-અમદાવાદ ૨૫,૦૦૧ (૩૮) સ્વ.પટેલ ડાહ્યાભાઈ અંબાલાલ હસ્તે, વિપુલકુમાર ડાહ્યાભાઈ ગંજબજાર ૨૫,૦૦૦ (૩૯) પટેલ હિતેશકુમાર રમણલાલ રઘુકુલ સોસાયટી હાલ-કતાર દોહા ૨૫,૦૦૦ (૪૦) પાટીદાર વિકાસ ફાઉન્ડેશન વિસનગર ૨૧,૦૦૦ (૪૧) વિસનગર તળ કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળ ૨૧,૦૦૦ (૪૨) સ્વ.રાજેશકુમાર છોટાલાલ દરજી હસ્તે મીરાબેન છોટાલાલ દરજી પરિવાર મુ.વિસગનર ૨૧,૦૦૦ (૪૩) પટેલ ઈશ્વરભાઈ નાગરદાસ (નેતા) સભ્ય, રોગી કલ્યાણ સમિતિ,વિસનગર ૧૧,૧૧૧ (૪૪) વી ફોર યુ ગ્રૃપ વિસનગર હસ્તે, હિમાંશુભાઈ વૈદ્ય તથા હીરલભાઈ બારોટ ૧૧,૦૦૦ (૪૫) પટેલ રમેશભાઈ તળજાભાઈ મુ.સેવાલીયા, હાલ-સુરત ૧૧,૦૦૦ (૪૬) સરજન ઈન્ફ્રાકોન ૧૧,૦૦૦ (૪૭) સ્વ. ગોવિંદભાઈ ત્રિભોવનદાસ પટેલ હસ્તે, કપિલાબેન ગોવિંદભાઈ મું.મોતીનગર સોસાયટી,વિસનગર ૫૫૫૫, (૪૮) મિનુટમેન પ્રોડક્ટ હસ્તે, વિનુભાઈ કે.પટેલ (ધારાસભ્યશ્રીના વેવાઈ) ભૌમિકભાઈ વિનુભાઈ પટેલ (ધારાસભ્યશ્રીના જમાઈ) ડા. રૂચીબેન ભૌમિકકુમાર પટેલ (ધારાસભ્યશ્રીના દિકરી) ૫,૦૦,૦૦૦ (૪૯) તિરૂપતી સરજન લીમીટેડ હસ્તે, જીતુભાઈ ઈશ્વરભાઈ પટેલ (ધારાસભ્યશ્રીના ભાગીદાર) તથા રૂચીર ઋષિકેશભાઈ પટેલ (ધારાસભ્યશ્રીના પુત્ર) ૨,૫૦,૦૦૦ (૫૦) પટેલ મીનાબેન ઋષિકેશભાઈ (ધારાસભ્યશ્રીના ધર્મપત્નિ) ૧,૦૦,૦૦૦ (૫૧) પઠાણ સમીરખાન વજીરખાન ૨,૫૧,૦૦૦ (૫૨) મહેસાણા જીલ્લા કોન્ટ્રાક્ટર્સ એસોશીએસન હસ્તે, પંકજભાઈ બારોટ ૧,૨૮,૦૦૦ (૫૩) હરિહર સેવા મંડળ વિસનગર ૧,૦૦,૦૦૦ (૫૪) સૈફ ગેસ એજન્સી વિસનગર ૫૧,૦૦૦ (૫૫) સ્વ.જશવંતભાઈ કાન્તીલાલ પટેલ (શાખે છાબલીયા) મું. દેણપ હસ્તે, ગં.સ્વ.મંજુલાબેન અને મનોજકુમાર ૧૫,૦૦૦(૫૬) નિકુંજ વસંત પટેલ (સી.એ.) વિસનગર ૧૧,૧૧૧(૫૭) ડાહ્યાભાઈ આઈ.પટેલ (ગ્લોબલ ઓનેસ્ટ એજન્સી,વિસનગર) ૧૧,૦૦૦ (૫૮) ચિરાગ પ્રોવિઝન સ્ટોર્સ (ગંજબજાર,વિસનગર) ૧૧,૦૦૦ (૫૯) મોદી ભાનુબેન કિશનલાલ વિસનગર ૧૧,૦૦૦ (૬૦) પટેલ ડાહ્યાભાઈ શંકરદાસ (પટેલ ટ્રાન્સપોર્ટ,વિસનગર) ૫૧૦૦ સાથે કુલ રૂા.૬૧,૬૫,૧૦૦ નુ દાન મળ્યુ છે.