પ્રાણાયામ ઓક્સીજન લેવલ વધારવા અસરકારક-યોગગુરૂ કૃષ્ણરાજસિંહ
યોગ પ્રાણાયામની માહિતી અને માર્ગદર્શન માટે યોગગુરૂ કૃષ્ણરાજસિંહ રાજપૂતનો મો.નં.૯૮૯૮૦૫૫૧૬૪ ઉપર સંપર્ક કરી શકાશે
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોરોના સંક્રમણના બીજા તબક્કામાં દર્દિનુ ઓક્સીજન લેવલ ઘટી જાય છે. ત્યારે વિસનગરના યોગગુરૂ કૃષ્ણરાજસિંહ રાજપૂતે જણાવ્યુ છેકે, આ મહામારીમાં પ્રાણાયામ દરેક માટે અસરકારક છે. જેમાં ખાસ કરીને કોરોના સંક્રમીત નિયમિત પ્રાણાયામ કરશે તો ઓક્સીજન સીલીંડરની જરૂર પડશે નહી તેવુ યોગગુરુએ જણાવ્યુ છે.
બીજા તબક્કામાં કોરોના વાયરસનો જેને ચેપ લાગે છે તે સારવારમાં ધ્યાન ન આપે તો ઓક્સીજન લેવલ ઘટી જવાની મુશ્કેલી ઉભી થાય છે. અત્યારે ઓક્સીજનની તંગી છે. સારવાર માટે ઓક્સીજન બેડ મળતા નથી. હોસ્પિટલમાં સારવાર લેતા દર્દિઓને પણ ઉંધા સુઈ રહેવાની તથા પ્રાણાયામ કરવાની ર્ડાક્ટર દ્વારા સલાહ આપવામાં આવે છે. કોરોના સંક્રમીત દર્દિઓનુ ઓક્સીજન લેવલ ન ઘટે તે માટે નિયમિત પ્રાણાયમ કરવા વિસનગર કાંસાના પતંજલિ જીલ્લા યોગ પ્રચારક તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જીલ્લા યોગ કોચ કૃષ્ણરાજસિંહ રાજપૂતે જણાવ્યુ છેકે, અત્યારની આ મહામારીમાં દરેક માટે યોગ પ્રાણાયામ ખુબજ જરૂરી છે. જેમાં કોરોના સંક્રમીત થયા હોય તેવા હોસ્પિટલમાં સારવાર લેતા હોય કે હોમ આઈશોલેશન રહી સારવાર લેતા હોય એ દરેક માટે પ્રાણાયામ અતિ આવશ્યક છે. શરીરમાં ઓક્સીજન લેવલ વધારવા માટે સાત પ્રકારના પ્રાણાયામ છે. પરંતુ તેમાં ભસ્ત્રીકા, કપાલભાતી અને અનલોમ વિનલોમ પ્રાણાયામ ઓક્સીજન સીલીંડરની ખોટ પુરી પાડશે. સવારે ૧૦ મીનીટ ભસ્ત્રીકા, ૧૫ મીનીટ કપાલભાતી તથા ૧૫ મીનીટ અનલોમ વિનલોમ કરવામાં આવે તો ક્યારેય ૯૫ થી નીચે ઓક્સીજન લેવલ થશે નહી. જેમનુ ઓક્સીજન લેવલ ૮૭.૮૮ હોય અને તેઓ પણ આ પ્રાણાયામ કરશે તો બીજાજ દિવસે ઓક્સીજન લેવલ ૯૦ ઉપર બતાવશે. ભસ્ત્રીકા અને કપાલભાતી ભુખ્યા પેટે સવાર સાંજ કરવાનુ હોય છે. જ્યારે અનલોમ વિનલોમ દિવસમાં ગમે ત્યારે કરી શકાય. જમ્યા બાદ અડધો કલાક પછી પણ અનલોમ વિનલોમ કરી શકાય. દિવસમાં સવારે એક વખત જણાવેલ સમયે આ પ્રાણાયામ કરવાથી ઓક્સીજન લેવલ ક્યારેય ઘટશે નહી. આ પ્રાણાયામ દિવસમાં એક વખત તેમજ સમયની અનુકુળતા પ્રમાણે ગમે તેટલી વખત કરી શકાય.
યોગ પ્રાણાયામ આપણી સંસ્કૃતિ છે. પરંતુ પશ્ચિમી સંસ્કૃતિના આકર્ષણથી આપણે આ સંસ્કૃતિ ભુલી જતા લોકો હેરાન થઈ રહ્યા છે. ભસ્ત્રીકા, કપાલભાતી તથા અનલોમ વિનલોમ શુ છે તે મોટાભાગના લોકોને ખ્યાલ નથી. ત્યારે આ મહામારીમાં યોગગુરૂ કૃષ્ણરાજસિંહ રાજપૂત વિનામુલ્યે લોકોને ઓનલાઈન પ્રશિક્ષણ આપી રહ્યા છે. જેઓ નિયમિત ઓનલાઈન યોગ પ્રાણાયામનુ પ્રશિક્ષણ આપે છે. યોગનુ માર્ગદર્શન મેળવવા જુમ મીટીંગમાં પણ જોઈન્ટ થઈ શકાય છે. આ ઉપરાંત્ત યોગગુરૂ કૃષ્ણરાજસિંહ રાજપૂત કાંસા અંબાજી માતાના મંદિરમાં રોજ સવારે ૬-૦૦ થી ૭-૦૦ રૂબરૂ યોગ અને પ્રાણાયામનુ માર્ગદર્શન આપે છે. યોગગુરૂએ જણાવ્યુ છેકે નિયમિત પ્રાણાયામ કરવાથી ઓક્સિજન સીલીંડરની ક્યારેય જરૂર પડશે નહી. યોગ પ્રાણાયામની માહિતી અને માર્ગદર્શન માટે યોગગુરૂ કૃષ્ણરાજસિંહ રાજપૂતનો મો.નં.૯૮૯૮૦૫૫૧૬૪ ઉપર સંપર્ક કરી શકાશે.