Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

તંત્રી સ્થાનેથી

$
0
0

તંત્રી સ્થાનેથી-ધો.૧૦ માસ પ્રમોશન આપી-ધો.૧૨ ની પરીક્ષા રદ કરી

ગુજરાત સરકાર ખોટા નિર્ણયો લઈ ભેખડે ભરાણી

ગુજરાત સરકાર ધો.૧૦ ની પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપી વગર વિચારે લીધેલા નિર્ણયથી ભેખડે ભરાણી છે. ધોરણ-૧૦ ના ૮.૫૦ લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયુ છે. જો પરીક્ષા લેવાઈ હોત તો તેનું પરિણામ ૪૦ થી ૪૫ ટકા જેટલું આવે છે. બાકીના વિદ્યાર્થીઓએ નાપાસ થઈ રીપીટર બની બીજા વર્ષે પરીક્ષા આપી પાસ થવાનો પ્રયત્ન કરે અથવા અન્ય કાર્યમાં જોડાય. આ તો સીધેસીધુ પ્રમોશન આપી ત્રણ લાખ જેટલા વિદ્યાર્થીઓ વધુ પાસ થયા છે. જે ૧૧ મા ધોરણમાં કે પોલીટેકનીકમાં જવાનો પ્રયત્ન કરશે. પોલી ટેકનીકો કયા માપદંડથી એડમીશન આપશે. ૧૧ મા ધોરણ માટે ગુજરાતની શાળાઓ પાસે આશરે ૫.૫ લાખ વિદ્યાર્થીઓને સમાવવાની ક્ષમતા છે. માસ પ્રમોશનથી પાસ થયેલા ત્રણ લાખ વધુ વિદ્યાર્થીઓ માટે સરકારના શિક્ષણખાતાના નિયમ મુજબ એક વર્ગમાં ૬૦ વિદ્યાર્થીઓ એટલે ૫૦૦૦ નવા ક્લાસો ધોરણ-૧૧ ના ઊભા કરવા પડશે. ૫૦૦૦ ક્લાસને શિક્ષણ આપવા માટે નવા શિક્ષકો લેવા પડશે. નવા શિક્ષકોની ભરતી કરવી પડશે. આટલા વિદ્યાર્થીઓની વ્યવસ્થા કરાયા બાદ અગાઉના વર્ષમાં નાપાસ થયેલા ૩.૫ લાખ વિદ્યાર્થીઓમાં પરીક્ષા લેવાય તો પચાસ હજાર વિદ્યાર્થીઓ નવા રીપીટર ઉમેરાશે. એટલે બીજા આશરે ૮૦૦ ક્લાસ નવા સાથે સરકારને ૫૮૦૦ ક્લાસ નવા બનાવવા પડશે અને તેમને ભણાવવા માટે તેટલા શિક્ષકોની ભરતી કરવી પડશે. કોરોના કાળના કારણે ખાનગી શાળાઓમાં બે વર્ષથી ફી ઓછી લેવાના અભિગમને લઈને શાળાઓ નવા ક્લાસ બનાવી શકે તેમ નથી. જેથી ૫૮૦૦ નવા ક્લાસ સરકારી સ્કુલોમાં બનાવવા પડશે. અથવા શાળાઓ બે પાળીમાં કરવી પડશે. શાળાઓ બે પાળીમાં કરવાથી ક્લાસરૂમનો પ્રશ્ન હલ થઈ શકશે પણ શિક્ષકો તો વધારવા જ પડશે. આ બધુ સરકાર કરશે અને આખુ વર્ષ ચાલશે. પણ ૨૦૨૨ માં ૧૦ માની પરીક્ષા લેવાશે ત્યાં પાછા ત્રણ લાખ વિદ્યાર્થીઓ ઓછા આવશે. એટલે ૨૦૨૧ માં સમાવેશ કરાયેલા શિક્ષકોનું કઈ કામગીરી આપવી તે પ્રશ્ન થશે. સરકાર કદાચ કાયમી શિક્ષકો ન ભરે અને હંગામી શિક્ષકો રાખે તો વિદ્યાર્થીઓના ભણતરનું શું થશે તે જટીલ પ્રશ્ન છે? ધો.૧૦ નું માસ પ્રમોશન અપાયા બાદ ધોરણ-૧૨ ની પરીક્ષાઓ રદ થઈ છે. ૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ નહિ લેવાય. એટલે ૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાય તો કોલેજોની પરિસ્થિતિ શું થશે તે પ્રશ્ન છે? ધો.૧૨ સાયન્સના વિદ્યાર્થીઓને NEET અને JEE પરીક્ષા લેવાશે એટલે હોશિયાર વિદ્યાર્થીઓ તો તેમનો રસ્તો કરી લેશે. અને બાકીના વિદ્યાર્થીઓ કોલેજો તરફ દોડશે ત્યારે કોલેજોમાં પણ ક્લાસરૂમના પ્રશ્નો ઉભા થશે. કોરોના કાળમાં ધો.૧૦ નું માસ પ્રમોશન અને ધો.૧૨ ની પરીક્ષાઓ રદ કરી સરકારે શિક્ષણનો દાટ વાળી નાંખ્યો છે. ગુજરાત સરકારે ભાવિ પેઢીનું ભવિષ્ય ધુંધળું કર્યુ છે.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles