Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

તાલુકા પંચાયત ઓફીસ એન.એ.વિસ્તારમાં ખસેડાઈ

$
0
0

ધારાસભ્ય ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી અદ્યતન નવિન બીલ્ડીંગોનુ નિર્માણ થશે

તાલુકા પંચાયત ઓફીસ એન.એ.વિસ્તારમાં ખસેડાઈ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર ધારાસભ્ય ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી શહેરના મધ્ય વિસ્તારમાં આવેલ તાલુકા પંચાયતના વિશાળ સંકુલમાં વિવિધ સરકારી કચેરીઓનું નિર્માણ થઈ રહ્યુ છે. ત્યારે તાલુકા પંચાયતનુ નવિન બિલ્ડીંગ તૈયાર ન થાય ત્યાં સુધી તાલુકા પંચાયતની સંલગ્ન કેટલીક કચેરીઓને કાંસા એન.એ.વિસ્તારમાં આવેલ કે.પી.પટેલ કોમ્યુનીટી હૉલમાં કાર્યરત કરવામાં આવી છે. જ્યારે તાલુકા પંચાયતની વિકાસશાખા અને ટીડીઓ ઓફીસ તાલુકા પંચાયતના સંકુલમાંજ કાર્યરત રહેશે.
વિસનગર શહેરના મધ્યે આવેલ તાલુકા પંચાયત સંકુલમાં કુલ આશરે ૧૨૦૦૦ ચો.મી. જગ્યા છે. ત્યારે શહેર અને તાલુકાની જનતાને સરકારી કામકાજ માટે શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ કચેરીઓમાં ફરવુ ન પડે તે માટે તાલુકા પંચાયત સંકુલમાંજ વિવિધ કચેરીઓ બનાવવા ધારાસભ્ય ઋષિભાઈ પટેલે કોંગ્રેસ શાસીત તાલુકા પંચાયતના સમયગાળામાં પ્રયત્નો શરૂ કર્યા હતા. ત્યારે તત્કાલિન જીલ્લા કલેક્ટર એચ.કે.પટેલે તાલુકા પંચાયતની મુલાકાત લઈ નવુ તાલુકા પંચાયત ભવન, ડી.વાય.એસ.પી.કચેરી, સરકીટ હાઉસ, પાલિકા ભવન, સહિત તાલુકા પંચાયત સંલગ્ન કચેરીઓ આ સંકુલમાં બનાવવા મંજુરી આપવામાં આવી હતી. આ સમયે તાલુકા પંચાયત પ્રમુખ સહિત તાલુકાના કોંગ્રેસના આગેવાનોએ તેનો વિરોધ કરતા કચેરીઓનું કામ અટક્યુ હતુ. પરંતુ તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન આવતા ફરીથી ધારાસભ્ય ઋષિભાઈ પટેલ શહેર-તાલુકાની જનતાના હિતમાં આ સંકુલમાં વિવિધ કચેરીઓની બિલ્ડીંગનુ નિર્માણ કાર્ય હાથ ઉપર લીધુ છે. જેમાં તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અંકિતભાઈ પટેલ, સરોજબેન પ્રજાપતિ સહિત પંચાયતના સદસ્યો તેમને સતત સહયોગ આપી રહ્યા છે. ધારાસભ્યના પ્રયત્નોથી અગાઉ ૧૦૪ વર્ષ જુના ઐતિહાસિક વિશ્રામગૃહનું ડિમોલેશન કાર્ય શરૂ કરવામાં આવ્યુ હતુ. હવે થોડા દિવસોમાં પંચાયતના જુના બિલ્ડીંગનું ડીમોલેશન કાર્ય હાથ ધરવામાં આવનાર છે. ત્યારે તાલુકા પંચાયતનું નવિન બિલ્ડીંગ તૈયાર ન થાય ત્યાં સુધી પંચાયત સંલગ્ન શિક્ષણ શાખા, આઈ.સી.ડી.એસ.શાખા, નારી અદાલત, મિશન મંગલમ્‌ યોજના, આઈ.આર.ડી. સહિત અન્ય શાખાની વહીવટી કામગીરી કરવા માટે તાલુકા પંચાયત દ્વારા કાંસા એન.એ.માં આવેલ શ્રી બાવન-બાવીસ કડવા પાટીદાર સમાજનો કે.પી.પટેલ કોમ્યુનીટી હૉલ ભાડે રાખવામાં આવ્યો છે. જ્યારે ટી.ડી.ઓ.ઓફિસ અને વિકાસ શાખા તાલુકા પંચાયત સંકુલમાં ચાલતી આઈ.આર.ડી.શાખામાં કાર્યરત કરાશે. અત્યારે એન.એ.વિસ્તારના કે.પી.પટેલ કોમ્યુનીટી હૉલના પ્રથમ માળે આઈ.સી.ડી.એસ.ઘટક -૧ અને ૨ તેમજ શિક્ષણ શાખાની કામગીરી કાર્યરત થઈ છે. અને મિશન મંગલમ્‌ યોજના, નારી અદાલત તથા આઈ.આર.ડી.શાખાને કોમ્યુનીટી હૉલમાં ખસેડવાની તજવીજ ચાલુ છે.
અત્રે નોંધપાત્ર બાબત એ છેકે, ભાજપ સરકારમાં ગુજરાતની મોટાભાગની તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની જુની કચેરીઓ આજે અદ્યતન બની છે. પરંતુ વિસનગરના ગંદા રાજકારણના લીધે તાલુકા પંચાયત અને નગરપાલિકાનું વર્ષો જૂનું બિલ્ડીંગ બનતુ નહતુ. જોકે ધારાસભ્ય ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી આગામી બે વર્ષમાં વિવિધ સરકારી કચેરીઓ તાલુકા પંચાયત સંકુલમાં સુવિધાઓ સાથે નિર્માણ થશે.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles