સંપ તથા ઓવર હેડ ટાંકી ઝડપી કાર્યરત થાય તે જરૂરી
બામણચાયડા પાઈપ લાઈનનું ટેન્ડર ખુલ્યુ-૦.૮૪ ટકા એબૉવ
સંપ તથા ઓવર હેડ ટાંકી ઝડપી કાર્યરત થાય તે જરૂરી
બામણચાયડા પાઈપ લાઈનનું ટેન્ડર ખુલ્યુ-૦.૮૪ ટકા એબૉવ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં એમ.એન.કોલેજ અને ધરોઈ કોલોની રોડ વિસ્તારમાં પાણીની સમસ્યાનો હવે ત્રણ ચાર માસમાં નિકાલ થાય તેવી શક્યતાઓ વધી છે. ડી.આઈ.પાઈપ લાઈનનું નવેસરથી ટેન્ડરીંગ કરવામા આવ્યુ છે. જેમા ફર્સ્ટ લોએસ્ટમાં ૦.૮૪ ટકા એબૉવ ટેન્ડર ખુલતા વર્ક ઓર્ડર આપવાની કાર્યવાહી તેજ બની છે.
વિસનગરમાં એમ.એન.કોલેજ રોડ તથા ધરોઈ કોલોની રોડ વિસ્તારની સોસાયટીઓમાં વર્ષોથી પાણીની સમસ્યા છે. ડોસાભાઈ બાગ ઓવરહેડ ટાંકીનો છેવાડાનો વિસ્તાર હોવાથી પુરતા ફોર્સથી પાણી નહી મળતુ હોવાના કારણે લોકો હૈરાન થઈ રહ્યા છે. જો કે ત્રણ વર્ષ પહેલા જ બામણચાંયડા વોટર વર્કસ શરૂ થઈ ગયુ હોત. પરંતુ તળાવમાં પુરાણ કરવાથી જમીન પોચી હોવાનુ કારણ દર્શાવી સંપ અને ઓવરહેડ ટાંકી બનાવી શકાય નહી તેવા રીપોર્ટ આધારે કેન્સલ કરાયુ હતુ અને આખી યોજના દિપરા દરવાજા ઢાળમાં પપ્પીંગ સ્ટેશન પાસે લઈ જવામા આવી હતી. શકુન્તલાબેન પટેલે તેમના પ્રમુખકાળમાં બામણ ચાયડામાં સંપ અને ઓવરહેડ ટાંકી માટે ટેન્ડરીંગ કર્યુ હતુ. જયારે ગોવિંદભાઈ ગાંધીના પ્રમુખકાળમાં ગોવિદભાઈ ગાંધી તથા પાલિકા સભ્ય કુસુમબેન ત્રીવેદીના પતિ બકુલભાઈ ત્રીવેદીના પ્રયત્નોથી ખાતમુર્હુત કરવામા આવ્યુ હતુ. ટેન્ડરીગ બાદ કામ શરૂ કરવાનું હતુ ત્યારે કોરોના મહામારી શરૂ થતા આ વિસ્તારમાં ફોર્સથી પીવાનું પાણી મળી રહે તેમા નસીબ બે ડગલા પાછુ પડયુ હતુ. રૂા.૯૬ લાખનું ટેન્ડર ૧૮ ટકા બીલો હતુ પરંતુ કોરોના મહામારીના કારણે કોન્ટ્રાક્ટરે કામ નહી કરતા અને લોખંડના ભાવ વધતા આ કોન્ટ્રાકટરે કામ કરવાની અનિચ્છા દર્શાવી હતી.
પાલિકામાં ભાજપનું શાસન આવતાની સાથે બામણ ચાયડા સંપમાં પાણી લાવવા માટે થલોટા ચાર રસ્તાથી આઈટીઆઈ ચાર રસ્તા થઈ કૃષ્ણનગર સુધી પાઈપ લાઈન નાખવા કોન્ટ્રાકટરનો સંપર્ક કર્યા હતા. કોન્ટ્રાકટર કામ કરવા સંમત નહી થતા ૧૭૦૦ મીટર ડી.આઈ.પાણીની લાઈન નાખવા માટે ફરીથી રૂા.૯૬ લાખનું ટેન્ડરીંગ કરવામા આવ્યુ હતુ. જેના ત્રણ ચાર ટેન્ડર આવ્યા હતા. ક્રિષા કન્સ્ટ્રકશન ઉંઝાનું ૦.૮૪ ટકા, જગદીશ આર પટેલનું ૩.૬૪ ટકા, શ્રી ધોરમનાથજી કન્સ્ટ્રકશન કંપનીનું ૯ ટકા તથા એસ.બી.આર કન્સ્ટ્રકશન કંપનીનું ૯.૧૮ ટકા એબૉવ ટેન્ડર ખુલ્યુ હતુ. જેમા ફર્સ્ટ લોએસ્ટ ક્રિષા ઈન્સ્ટ્રકશન કંપનીને વર્ક ઓર્ડર આપવાની તજવીજ હાથ ધરવામા આવી છે.
કૃષ્ણનગરથી બામણ ચાયડા સંપ સુધી ડી.આઈ લાઈન નાંખવામાં આવી છે. થલોટા ચાર રસ્તાથી કૃષ્ણનગર સુધી લાઈન નંખાયા બાદ તુર્તજ હોટ લાઈનથી ધરોઈનું પાણી બામણ ચાયડા સંપમાં નાખવામા આવશે. આ સમગ્ર વિસ્તાર પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ અને વોટર વર્કસના ચેરમેન જગદીશભાઈ પટેલના વોર્ડનં-પમાં આવે છે. ત્યારે ડી.આઈ પાઈપ લાઈન નાખવાની કામગીરી ઝડપી થાય તે માટેના પ્રયત્નો શરૂ કરાયા છે. વોટર વર્કસ ચેરમેન જગદીશભાઈ પટેલે જણાવ્યુ છે કે દિવાળી સુધીમા પાઈપ લાઈન નંખાશે અને બામણ ચાયડા વોટર વર્કસ ચાલુ થઈ જશે.
લોખંડના ભાવ વધતા આદર્શ હાઈસ્કુુલના સામે અંબિકા આશીષનગર સોસાયટીના ટયુબવેલનું પણ ટેન્ડરની રકમ કરતા ઉંચુ ટેન્ડર ખુલ્યા છે. આ ટયુબવેલનું રૂા.૧૬.૧૪ લાખનુ ટેન્ડર હતુ ત્યારે કોન્ટ્રાક્ટર એ.બી.કોર્પોરેશનનું રપ. ૧૦ ટકા પી.એમ.બીલ્ડકોનનું ૩૮. ૩૧ ટકા તથા અંબિકા એન્ટર પ્રાઈઝનું પ૧. ૮૩ ટકા એબૉવ ટેન્ડર ખુલતા ફર્સ્ટ લોએસ્ટ એબી કોર્પોરેશન પાલિકા દ્વારા વર્ક ઓર્ડર આપવાની કાર્યવાહી થઈ રહી છે.